"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
મિત્ર #તેજસ_મજીઠીયા
આંદોલનની આગમાં તપાઈને, હક્ક માટે લડાઈ લડીને,
આજે #અમરેલીમાં_શિક્ષક તરીકે નવી સફર શરૂ કરવાની તને મળેલી તક માટે દિલથી અભિનંદન! 🎉👏
શિક્ષક ભરતીના આંદોલનમાં તું માત્ર એક અવાજ નહોતો...
તું હિંમત, હક્ક અને હકારાત્મક પરિવર્તનનું પ્રતિક હતો. ✊🔥
દરેક રાત્રિનો સંઘર્ષ, લેવાયેલ દરેક પગલાનું દબાણ,
આજે સુંદર પરિણામ રૂપે તારા દ્વારે ઊભું છે.
અમરેલીનો દરેક વિદ્યાર્થી હવે માત્ર એક શિક્ષક નહિ,
પણ એક યોધ્ધા અને પ્રેરણાસ્રોત પાસેથી શિક્ષણ મેળવશે. 📚✨
આંદોલનનો અધ્યાય અહીંયા પૂર્ણ,
હવે શિક્ષકનો નવો અધ્યાય શરૂ...
તારી નવી સફર તેજસ્વી બને, તારો સંઘર્ષ હવે અનેક બાળકોના ભવિષ્યને પ્રકાશિત કરે એવી હાર્દિક શુભકામનાઓ. 🙏🌟
🌟ખોબલે ખોબલે અભિનંદન, મિત્ર!🌟
✍🏻યુવરાજસિંહ જાડેજા
#JourneyFromProtestToClassroom
#ProudMoment
#Amreli_Posting
#StruggleToSuccess
#TejasTheWarriorTeacher
#TeacherRecruitmentMovement
બાકર બચ્ચાં લાખ, લાખે બિચારા પણ સિંહણ બચ્ચું એક, એકે હજરાં 🦁
ભાઈ જેવો ભાઈબંધ અને ભાઈબંધ જેવો ભાઈ "આફત આવે ઓચિંતી ને જે'દી ભેરુ પર પડે ભીંહ તે'દી કેવું નો પડે ભાઈને શિકાર કર તું સિંહ ,ખભા પર હાથ મૂકે ને હૈયું હળવું થય જાય એનું નામ ભાઈબંધ, જ્યાં સાત પેઢી સુધી કોય સબંધ નાં હોય ને ભાઈ જેવો સબંધ બની જાય એનું નામ ભાઈબંધ એવા મોટા ભાઈ સમાન યુવરાજસિંહ જાડેજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જીવનમાં ખૂબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના..💐💐💐 @YAJadeja
HAPPY BIRTHDAY YOUTH LEADER🎉🎁🥳
☝️બધા ઉમેદવારોને વિનંતી છે કે તમને કોઈ સામાન્ય ભરતીમાં અથવા તો 9થી12 કે 1થી5 માં મળી ગયું હોય તો હવે કચ્છમાં કોઈ મધ્યમ વર્ગના દીકરા દીકરીની સીટ ન બગાડતા... અને તમારા લીધે કોઈને નોકરી મળે એવું સપોર્ટ આપજો.. કોઈને ખાલી વ્હોટ્સએપ સ્ટેટસ રાખવા માટે થઈને ઓડર લ્યો છો... તો ક્યારેક એ પણ વિચારજો કે એ જગ્યા જો તમે તમારા માટે એક સીટ બગાડશો... તો તમારા લીધે કોઈ એક ઉમેદવાર નહીં પરંતુ કોઈ એક પરિવાર રોજગારીથી વંચિત રહી જશે તો કેટલું દુઃખ થશે!??તો બધા ને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી કરીએ છીએ કે એકપણ સીટ ન બગાડતા.🙏🙏🙏
જો ગુજરાત રાજ્યના તમામ ઉમેદવારો સપોર્ટ કરશે તો હજારો લોકોના ઘરે દિવાળીમાં રોજગારી રૂપી જ્યોત પ્રજવલિત થશે.🪔✍️🙏🏻👍
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🔥ધોરણ ૬ થી ૮ સૂચના🔥
🛑નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૧૯/૨૦૨૫ અને સંલગ્ર પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના ક૨વામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.
📍ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોઈ તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ના ઉમેદવારોની મેરીટયાદી પ્રસિધ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
📍વધુમાં ઉકત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઈટ ઉપર મુકવામાં આવનાર હોઈ તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઈટ જોવા જણાવવામાં આવે છે.
સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યું...
પરંતુ
જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ઉમેદવાર અને વિભાગનું હિત રહેલું છે. તેમજ શાળામાં ભણતા બાળકોને પૂરતા શિક્ષકો મળી રહશે...
20% પ્રતિક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઈટિંગથી નુકશાન થશે... ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે....
કોઈ X વિષય GOV 100 જગ્યાઓ અને GIA 80 જગ્યાઓ છે... વેઈટિંગના નિયમ મુજબ 120 સુધીનો GOV વેઈટિંગમાં લાભાર્થી કહેવાય તો એમને ઓલરેડી GIA માં જોબ મળી જ ગઈ હશે...
એટલા માટે બીજો રાઉન્ડ પડે એમાં જ ઉમેદવારોનું હિત રહેલું છે... સત્વરે જલ્દીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે.
🔥🔥🔥કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી https://t.co/hYtFMKFvRM વેબ સાઇટ પર આજ રોજ તા.04/08/2025 ના રોજ સાંજના 6:30 કલાકથી જોઇ શકાશે.