તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ ખેતી અધિકારી-ધારી દ્વારા તાલુકાની તમામ ખાતર વિતરક સંસ્થાઓને “ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ” અંતર્ગત ખાતર વેંચાણ અને બુકિંગ પદ્ધતિના સુચારૂ અમલીકરણ માટે તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@agriamreli01@GujAgriDept@CMOGuj@ddoamreli@CollectorAmr#Farmer
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં રાજ્યના જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે પ્રાકૃતિક ખેતી વિષયક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ 5, જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ ઓછામાં ઓછું 1 કાયમી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર આગામી એક મહિનામાં શરૂ કરવા માટે સૂચના આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેનો માર્ગ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક ફાયદાઓ ખેડૂતો સુધી પહોંચાડીને આ અભિયાનને મિશન મોડમાં આગળ વધારવા માટે તમામ જિલ્લા અને મહાનગરોના વહીવટી તંત્રને સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક ખેતીને લોકચળવળ બનાવવામાં અગ્રેસર બનશે.
સ્વસ્થ ધરતી, સ્વસ્થ પાક, સ્વસ્થ માનવ જીવન અને સમૃદ્ધ ખેડૂતના ધ્યેય સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે.
#PrakrutikKheti #NaturalFarming #FarmerWelfare #ViksitGujarat
@AgriGoI@PMOIndia@ChouhanShivraj@CMOGuj@InfoGujarat
કેન્સર સામેના જંગમાં સાવચેતી, સમયસર નિદાન અને મક્કમ મનોબળ જ સૌથી મોટું શસ્ત્ર છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કેન્સરના નિવારણ અને શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે ત્યારે આજના 'વિશ્વ કેન્સર દિવસ' નિમિત્તે કેન્સર મુક્ત અને સ્વસ્થ ગુજરાતના નિર્માણનો સંકલ્પ કરીએ.
#WorldCancerDay
વિકસિત ગામ → વિકસિત ગુજરાત → વિકસિત ભારત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’ના શુભારંભ પ્રસંગે ઉત્તર ગુજરાતના સરપંચશ્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના લાભો ગામના અંતિમ માનવી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું.
આવો, નિહાળીએ 'ગ્રામોત્થાનથી રાષ્ટ્રોત્થાન' માટે ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતા આ કાર્યક્રમની એક ઝલક...
કેન્સર સામેની લડાઈમાં 'આયુષ્માન' કવચ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે નાગરિકોને આયુષ્માન કાર્ડના માધ્યમથી મોટી તાકાત પૂરી પાડી રહી છે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં PMJAY હેઠળ નોંધાયેલા કુલ 13,34,602 ક્લેઈમ્સમાંથી 27.92% એટલે કે 3,72,575 ક્લેઈમ્સ માત્ર ઓન્કોલોજી (કેન્સર) સારવાર માટેના છે.
આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓને સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી જેવી મહત્વની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી તાકાત છે. જો કોઈને કાર્ડ કઢાવવામાં મુશ્કેલી હોય, તો તેમને મદદ કરી આપણે સૌ સાથે મળીને કેન્સર મુક્ત ગુજરાત તરફ આગળ વધીએ.
#WorldCancerDay
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના 114 તાલુકા મથક ગામોને શહેરી સુવિધાઓથી સુસજ્જ કરવા માટેની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો શુભારંભ તેમજ 2666 ગ્રામ પંચાયત ઘરો તથા તલાટી કમ મંત્રી આવાસોના કામનું ઈ-ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે લગાવવામાં આવેલ RFID સંચાલિત વોટર મીટરના કામનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.