લોકગીત Decoded 12 - ‘સાહેલડી સુણ સાહેલડી...!!’ 🥺
દીકરી... વ્હાલની વાદળી, સ્નેહની સરિતા.. ફળિયાનું અજવાળું.. માતાપિતાએ ક્યારેય પ��તાનાથી અળગી ન થવા દીધી હોય, હૈયાના હીંચકે જુલાવી હોય, આંગણાના ઉંબરે ટહુકા કરતી મીઠપની વેલડી એટલે દીકરી.. નાની પગલીઓની છાપ હજુ યાદમાંથી ભુસાય ન ભુસાય ત્યાં તો એ ગણેશ સ્થાપન પાસે ચાંપા મારી, પિયર છોડી સાસરે સિધાવી જાય..
પાંચ-પંદર દિવસ સાસરે રહી ને પિયર આવે ત્યારે વાત માંડે; “અમાર��� ઘરમાં બધાને સવારની ચા સમયસર જોઈએ, બપોરનું જમવાનું મોડું ન થવું જોઈએ અને હા, સાંજેય ટાઈમ સચવાવો જોઈએ.. બધાને મારી રસોઈ બઉ ભાવે, રસોઈની જવાબદારી મારી.. સવારમાં બઉ વહેલું ઊઠવું પડે.. અહીં હતી ત્યારે તો મોડી મોડી ઉઠતી ત્યાં મારા ઘરે તો કામ કેટલું..!!”
દીકરીની આવી વાતો સાંભળી માતા-પિતા અને પરિવારજનો મલકાય કે દીકરી સાસરિયાંમાં બઉ સુખી છે.. કામમાં જ રામ છે, દીકરી થોડા દિવસોમાં સાસરિયાંમાં એકરસ થઈ એન��� અનહદ આનંદ થાય પણ કોઈ દીકરી લગ્ન પછી પિયરીએ આવીને એમ કહે કે સાંસરિયામાં હું દુખી છું, મને ત્રાસ આપે છે, હું ત્યાં રહી શકું એમ નથી તો માતા-પિતા પર જાણે વીજળી પડી ગઈ સમજો..!!!
‘સાહેલડી સુણ સાહેલડી...!!’ એવી જ એક દુ:ખિયારી દીકરીનું લોકગીત છે જેને લાડેકોડે પરણાવી પણ સાસરીએ સંતાપ મળ્યો. પોતાનો પતિ કમાવવા પરદેશ ગયો છે. એક બાજુ પતિનો વિરહ અને બીજી બાજુ સસરા અને જેઠની મૂક સંમતિથી સાસુ, નણંદ-જેઠાણીનો ત્રાસ; ભોળી પારેવડી કયા જાય? પિયરમાં આવીને દૂ:ખડા ગાય તો માતાપિતાના હૈયા વલોવાય જાય ને જો રિસામણે બેસી જાય તો પિયરની આબરૂ જાય, નાના ભાઈ-બહેનનું સગપણ ન થાય એવી બીકે મેણાં અને માર ખાતી પરિણીતા સાસરિયાંનો ત્રાસ સહ્યા કરે છે..!!
પોતાની હૈયાવરાળ કયા ઠાલવવી? ગામને કૂવે પાણી ભરવા જાય ત્યારે સમદુ:ખી બહે���પણી મળી જાય તો હૈયાની વાત કરવાનો મોકો મળે અને એમ જ મન હળવું થાય..!!
આ લોકગીત એકલદોકલ સ્ત્રીની હૈયાવરાળ નથી, દરેક યુગમાં આવી કરોડો નારીઓ સાસરીએ સંતાપ સહન કરતી હોય છે. આજના જમાનામાં પણ આવી અનેક સ્ત્રીઓ હશે જે આ લોકગીતની નાયિકા જેટલી કે એનાથી પણ વધુ પીડાતી હોય. જો કે આજે ‘ઘરેલુ હિ��સા’ નો કાયદો છે એટલે ત્રાસ દેનારા ગમે ત્યારે સંકજામાં આવી શકે છે પણ દીકરીમાં હિંમત હોવી જોઈએ.. અને સમાજમાં જાગૃતતા !!
કંઠ : બિરજુ બારોટ
વિડિઓ : ગિરિરાજ સ્ટુડિયો
(લોકગીતોની આ આખી શ્રેણી તમે મારી પ્રોફાઇલના 'Highlight' સેકશનમાં માણી શકો છો)
#GujaratiSahitya #Gujarat #Lokgeet
👉#Retweet કરવું ફરજિયાત છે..
જેથી બધા મિત્રો ને લાભ મળે
જે પણ મિત્રો ને 500 થી ઓછા #ફોલોવર છે
એ એમની 🆔 કોમેન્ટ માં નાખી દેજો જે મિત્ર ને મારે #ફોલોબેક આપવાનું બાકી છે તેમને હુ ફોલો back આપીશ
👉જે ફોલો કરશે તેને 💯 #ફોલ્લોબેક આપવામાં આવશે
#હા_અમે_ગુજરાતી
જોજો મારા વહાલાઓ 🙏🙏
ગુજરાતના છેવાડાના ગામડા સુધીનો માણસ આજ રહી ન જાય 🫣
વાત પછી બ્લુટીક લેવાની હોય કે પછી રિટ્વીટ કરવાની આજે પાક્કે પાકે લડી જ લેવાનું થાય છે
😂😂😂
#હા_અમે_ગુજરાતી