✍️ રાજકોટ RMC ના નેજા હેઠળ જંગલેશ્વર ડિમોલેશનમાં કાજુ કતરી નો નાસ્તો કરવાનું પ્રાવધાન છે પરંતુ અણઘડ તંત્રની થર્ડકલાસ વ્યવસ્થાના પાપે મારા મિત્ર @Yuvi_1212 ના પિતાશ્રીનો ભોગ લીધો એનું વળતર કોર્ટના આદેશ બાદ પણ ચૂકવવાનું પ્રાવધાન નથી.
#લાલીયાવાડી
એક કર્મચારીના દિલની વાત 💔
શું અમને મોંઘવારી નથી નડતી?
સરકારના મંત્રીઓને મોંઘવારીનો ભાર ન લાગ્યો હોય,
પણ અમે તો દરરોજ એની ચપેટમાં જીવીએ છીએ.
બજારમાં દૂધ, શાક, પેટ્રોલ કે ભાડું –
બધું વધી ગયું, પણ અમારો ફ��ક્સ પગાર વર્ષોથી એ જ છે..!
શું અમારો પરિવાર ક્યાં સુધી ગરીબી હેઠળ જ���વશે?
શું અમને હક નથી કે અમારો પગાર વધે?
શું અમને આ વર્ષોમાં કોઈ વળતર મળ્યું છે?
અમે ન્યાય માંગીએ છીએ, ભિક્ષા નહીં!
અમારું પરિશ્રમ અમારો અધિકાર છે –
તેને યોગ્ય માન આપો,
નહીંતર જનઆક્રોશ માટે તૈયાર રહો..!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_Gujarat
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવ��� રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધ���રે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો ક���ર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘ��ે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગા�� નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મ���ંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi@YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu
✍️ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123@hdraval93
અગ્રેસર ગુજરાત માટે ફિક્સ પગાર કાળી ટિલી સમાન છે... સાહેબ હવે તો બિહાર પણ ગુજરાત ની અસ્મિતા ના ચિર હરણ કરી રહ્યું છે.. જ્યાં તમારીજ સરકાર છે. આ ફિક્સ પગાર ની નીતિ ગુજરાત ની અસ્મિતા ઉપર વ્રજ આઘાત સમાન છે. આ દુઃખ દૂર કરો. @Bhupendrapbjp@AmitShah@BJP4Gujarat@CMOGuj
@Bhupendrapbjp
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
આપણાં ગુજરાત રાજ્યમાંથી 5 વર્ષીય ફિક્સ પગારની કુ-પ્રથા દૂર કરો એવી અભિલાષા,
જો મહાનગરપાલિકા અને નિગમોમાં ફિક્સ પગારનો સમયગાળો ૩ વર્ષનો હોય તો સરકાર પોતાનાં કર્મચારીઓ સાથે આવો અન્યાય શા માટે કરી રહી છે?
@CMOGuj@CRPaatil@BJP4Gujarat
#ફિક્સ_પે ના કર્મચારીઓ અલગ અલગ માધ્યમો થી પોતાની વેદના રજૂ કરી રહ્યા છે ફિક્સ પે ના કર્મચારીઓ ગરબા દ્વારા એમની વેદના કહી રહ્યા છે સરકારે હવે આ મુદ્દે સમજવાની જરૂર છે ક્યાં સુધી એમનું શોષણ કરતા રહેશો હવે એમના હિત માં નિર્ણય કરવો જોઈએ #ફિક્સ_પે નાબૂદ કરવામાં આવે
#Remove_Fix_Pay
#remove_fixpay
ગુજરાત ભાજપ સરકાર ફિક્સ પે ના નામે કર્મચારીઓનું શોષણ કરે છે. ભાજપ સરકારે સરકારી કર્મચારીઓને છેતરવા સિવાય બીજું કંઈ કામ કર્યું જ નથી.
ભાજપ સરકારન ફિક્સ પે નાબૂદ કરવા માટે ઈચ્છતી જ નથી માત્ર કર્મચારીઓનું શોષણ કરવા માંગે છે.
#ફિકસ_પે#remove_fixpay_gujarat
#ગુજરાતમાં_ફિક્સ_પગાર દૂર કરવાની તાતી જરૂર છે.
👉2012થી ફિક્સ પગાર દૂર કરવા માટેનો કેસ કોર્ટમાં છે, અને હજી પણ ન્યાયની રાહ છે.
👉વધતી મોંઘવારીના કારણે ફિક્સ પગારમાં જીવન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે.
👉સમાન કામ સમાન વેતન આપવું એ આધારભૂત હક છે, જે નકારવામાં આવી રહ્યું છે.