🛑 GPSC ની GWSSB ક્લાસ-2 ની પરીક્ષામા 'કટ-કોપી-પેસ્ટ' કળા🛑
👉તારીખ : 13/09/2025 ના રોજ લેવાયેલી GWSSB ક્લાસ-2ની પરીક્ષાના પ્રશ્નપત્રે ઉમેદવારોને હચમચાવી દીધા.
👉પ્રશ્નપત્ર જોઈને એવું લાગ્યું કે કોઈ વિષય નિષ્ણાતે નહીં, પરંતુ કોઈ શિખાઉ ઇન્ટરનેટ યુઝરે તૈયાર કર્યું હોય.
👉અનેક પ્રશ્નોમાં સીધા Google search, Wikipedia, https://t.co/LQeasIsEeP, ખાનગી વેબસાઈટની લિંક્સ સહિતની માહિતી કૉપિ-પેસ્ટ થઈ હતી.
👉આ પ્રશ્નપત્ર 'પ્રશ્નપત્ર' કરતાં વધુ 'વેબસાઈટ રેફરન્સ લિસ્ટ' જેવું લાગી રહ્યું હતું.
👉ઉમેદવારો મહેનતપૂર્વક પુસ્તકો અને સત્તાવાર સામગ્રી વાંચે છે, પરંતુ પેપર જોઈને એમની મહેનત નિષ્ફળ ગઈ.
👉પેપર સેટરે પ્રશ્નો બનાવવાની ઝંઝટ કર્યા વિના સીધું ઓનલાઈન કન્ટેન્ટ ઉઠાવી લીધું.
🛑મોટો પ્રશ્ન એ છે કે અંતિમ મંજૂરી આપનાર નિષ્ણાતોએ આ કોપી-પેસ્ટ ભૂલો કેમ નજરઅંદાજ કરી?🙄
👉અગાઉ પણ Indiabix જેવી વેબસાઈટ પરથી પ્રશ્નો ઉઠાવવાના કિસ્સા સામે આવ્યા હતા, પરંતુ હવે ટેકનિકલ પેપરમાં પણ ખુલ્લેઆમ આવું બન્યું.
📌આ કિસ્સો માત્ર બેદરકારીનો નથી, પરંતુ એ સ્પષ્ટ સંકેત છે કે આપણી સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા સંસ્થાઓ પણ હવે શૈક્ષણિક ગરિમા અને ગુણવત્તાના માપદંડોને ભૂલીને, 'શોર્ટકટ'ના માર્ગે ચાલી રહી છે.
📌ઉમેદવારો દિવસ-રાત મહેનત કરીને, સરકારી પુસ્તકોના પાના ફેરવીને, અને વિષયવસ્તુની ઊંડાણપૂર્વક સમજણ કેળવીને પરીક્ષા આપવા જાય છે. પણ આ પેપર જોઈને લાગે છે કે તેમની આ મહેનત વ્યર્થ ગઈ છે. કારણ કે પેપર તૈયાર કરનાર મહાનુભાવે તો કદાચ ગૂગલના સર્ચ બારમાં "Civil Engineering MCQs" લખ્યું હશે અને જે પહેલો જવાબ આવ્યો, તેની સાથે જ સીધી વિકિપીડિયા, https://t.co/LQeasIsEeP, કે કોઈ ખાનગી વેબસાઈટની લિંક પણ છાપી દીધી. આ તો હદ છે! આને 'પ્રશ્નપત્ર' કહેવું કે 'વેબસાઈટનો રેફરન્સ લિસ્ટ'?
📌આ ઘટના એ સાબિત કરે છે કે પેપર સેટરે પ્રશ્નો બનાવવા માટે માથાકૂટ જ નથી કરી. તેણે ખાલી ઇન્ટરનેટ પરથી કોન્ટેન્ટ ઉઠાવ્યું અને પ્રશ્નપત્ર પૂરું કર્યું. જો પેપર સેટર આટલો આળસુ હોય, તો શું આપણે ઉમેદવારો પાસેથી મહેનતની અપેક્ષા રાખી શકીએ? સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ પ્રશ્નપત્રને અંતિમ મંજૂરી આપનાર નિષ્ણાતો ક્યાં હતા? શું તેમણે આ લિંક્સ અને કોપી-પેસ્ટ થયેલા પ્રશ્નો જોયા નહોતા? જો જોયા હોત તો આ ગંભીર ભૂલ કઈ રીતે નજરઅંદાજ થઈ ?
📌ટેકનિકલ પેપરમાં પણ ખુલ્લેઆમ 'ઓનલાઇન કન્ટેન્ટ'ની નકલ થવા લાગી છે. આ ઘટના GPSCની પારદર્શિતા અને જવાબદારી પર એક મોટો પ્રશ્ન છે. જો પરીક્ષાનું સ્તર જ આટલું નીચું જતું રહેશે, તો પછી ઉમેદવારોને યોગ્ય અને અધિકૃત સ્રોતોનો અભ્યાસ કરવાની સલાહ આપવાનો શું અર્થ?
📌આવી બેદરકારીથી ઉમેદવારોનો ભરોસો તૂટી જાય છે. તેઓ હવે પૂછવા મજબૂર બન્યા છે કે શું આ 'પરીક્ષા' ખરેખર તેમના જ્ઞાનની ચકાસણી કરે છે, કે પછી ઇન્ટરનેટ પરની માહિતી શોધવાની ક્ષમતાની? આશા રાખીએ કે GPSC આ મામલાને ગંભીરતાથી લેશે અને ભવિષ્યમાં આવા કલંકિત કિસ્સાઓ અટકાવવા માટે સખત પગલાં ભરશે.
👉🛑આ ઘટના GPSCની પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નચિન્હ મૂકે છે.
👉ઉમેદવારોમાં વિશ્વાસ તૂટ્યો છે – તેઓ પૂછે છે કે આ પરીક્ષા જ્ઞાનની ચકાસણી છે કે ઇન્ટરનેટ સર્ચ સ્કિલ્સની?
👉🛑ભવિષ્યમાં આવા કિસ્સા અટકાવવા GPSCએ ગંભીર પગલાં લેવાની જરૂર છે.
#GPSC #GWSSB #ExamTransparency #StudentsVoice #GPSCControversy
#GPSCSystemReform #GPSCAccountability
@GPSCOfficial
@InfoGujarat@CMOGuj@dpradhanbjp@EduMinOfIndia@Bhupendrapbjp@timesofindia@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat
@deepakrajani123 સાહેબ આવતીકાલે તમે આપેલી 5મી મુદત એટલે કે 25 એપ્રિલ છે. કાલે પરિણામ કે વળી પાછી બીજી તારીખ?
સિનિયર પત્રકાર દ્વારા CCE પરિણામ બાબતે છેલ્લા 3 મહિનાથી 5-5 વખત આપવામાં આવતી માહિતી દર વખતે ખોટી પડે તો શું સમજવું?
@tv13gujarati@devanshijoshi71@hdraval93@Jamawat3
@HHPATELGSSSB તમને ભવિષ્ય ની ખૂબ ખૂબ શુભકામનાઓ.... બિન સચિવાલય અને સિનિયર કલાર્ક વખતે તમે જે રિપિટ ઉમેદવારોને સમજાવી રહ્યા હતા.. એના કારણે ગણા પાછળ ના મેરીટ વાળા ને ફાયદો થયો હતો..તમારી એ પ્રત્યક્ષ કામગીરી જોઈ છે..તમે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશો.. 🙏🏻
@devanshijoshi71 व्यस्त है समाज नारी की पीड़ा लिखने में,
पुरुषों का पीड़ा यहां कौन लिखे?
कहते हैं मर्द को दर्द नहीं होता,
फिर आंखों का नीर यहां कौन लिखे?