😡 શિક્ષણના ધામમાં 'તાજમહેલ'ની ઠેકડી:
😡સાહેબ, આ લોકશાહી છે, નહીં કે કોઈના બાપની જાગીર?
😡કચ્છ #DDO દ્વારા મહિલા શિક્ષિકાનું ઘોર અપમાન
❓કચ્છના મીરઝાપરની સરકારી શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે હવે શું અધિકારીઓ 'અભદ્રતા' પર ઉતરી આવશે ? એક મહિલા શિક્ષિકા જ્યારે શાળાના નબળા બાંધકામની રજૂઆત કરવા જાય, ત્યારે તેમને બેસવા ન દેવા અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડવી એ કયા પ્રકારનું વહીવટી તંત્ર છે ?
🛑ઘટનાની વિગતો:👇🏻
🚫મીરઝાપરની નવી બિલ્ડિંગમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ના ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે બાંધકામની નબળી ગુણવત્તા છતી થઈ હતી.
🚫ફરજિયાત કબજો લેવા દબાણ: છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકા પર આ ખામીયુક્ત બિલ્ડિંગનો કબજો લેવા માટે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ફોન અને અન્ય રીતે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી.
🚫અધિકારીનું અહંકારી વલણ: જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને રૂબરૂ મળવા બોલાવેલ શિક્ષિકાને પહેલા પર્સ અને મોબાઈલ બહાર મુકાવી દેવામાં આવ્યા.
😥"તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?": જ્યારે શિક્ષિકા અંદર ગયા ત્યારે તેમને બેસવા ન દીધા અને DDO એ અત્યંત કડક શબ્દોમાં અપમાન કરતા કહ્યું કે, "તું આ શાળા કેમ સ્વીકારતી નથી? તું કહે તો તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?".
🚫મહિલા કર્મચારીની વેદના: આ પ્રકારના વર્તનથી વ્યથિત થઈને શિક્ષિકાએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે આ માત્ર મારું નહીં પણ સમગ્ર મહિલા કર્મચારીઓનું અપમાન છે.
😡અધિકારીનો અહંકાર શેનો છે : DDO સાહેબને મળવા જતા પહેલા એક શિક્ષિકા ને પર્સ અને મોબાઈલ બહાર મુકાવી દેવાયા, જાણે કોઈ ગુનેગાર જઈ રહ્યો હોય ! ક્યાં નિયમ છે કે મોબાઈલ બહાર મુકાવો ?
"તું કહે તો તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?" – આ શબ્દો એક જવાબદાર અધિકારીના છે કે કોઈ અહંકારી શાસકના? શું સરકારી પુરાવા અને શિક્ષણના નિયમ ધોરણો મુજબ સુરક્ષિત શાળા માંગવી એ તાજમહેલ માંગવા જેવું ગુનો છે?
📌જો શાળાનું બિલ્ડિંગ પડવાથી કોઈ માસૂમ બાળકને ઈજા થશે, તો શું DDO સાહેબ તેની જવાબદારી લેશે ?
📌મહિલા શક્તિના નારા લગાવતી સરકારમાં એક મહિલા શિક્ષિકાને મીડિયા સામે રડવું પડે, તે શરમજનક નથી?
📌ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરવા માટે શું હવે પ્રામાણિક કર્મચારીઓનું માન-સન્માન પણ વેચી દેવામાં આવશે?
📌વખત આવી ગયો છે કે આવા અહંકારી અધિકારીઓને તેમની મર્યાદા સમજાવવામાં આવે. વિરોધ વ્યક્તિનો નથી, પણ આ '#સાહેબશાહી' માનસિકતા અને નબળી સિસ્ટમનો છે.
શિક્ષણ વિભાગ પોતે જ અશિક્ષિત જેવું વર્તન કરે તે દુખદ છે. ન્યાય માટે માત્ર કોર્ટ કે રોડ જ રસ્તો વધ્યો છે ?
#Kutch #EducationExposed #DDOInsolence #JusticeForTeachers #GujaratEducation #CorruptionFreeIndia #MirzapurSchool #VoiceAgainstInjustice #Kutch #EducationDepartment #DDO #WomenEmpowerment #Corruption #Mirzapar #GujaratGovernment #TeacherInsult
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
@GPRB_GNR ૪૦ થી ૪૫ દિવસમાં શારીરિક કસોટી યોજી અચાનક રોકેટ ગતીથી ભરતીની શરૂઆત કરી પરંતુ જુની પો.સ.ઈ કેડરની પરિણામ બાબતે કેમ કાચબા ગતી અપનાવેલ છે? શારીરિક કસોટી જાન્યુઆરી માં લેવાનું આયોજન હતુ તો અગાઉથી ઉમેદવારો ને જાણ કરવી જોઈતી હતી.