CCE 2026ના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી માત્ર “આજે કોલ લેટર આવશે”, “કાલે આવશે” જેવી અફવાઓ સાંભળીને મૂંઝવણમાં છે.
GSSSB તરફથી એક સત્તાવાર અપડેટ આપવામાં 2 મિનિટ પણ ન લાગે, પરંતુ હજારો વિદ્યાર્થીઓના દિવસો અનિશ્ચિતતામાં પસાર થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓને Reporter નહીં, GSSSBની Official માહિતી જોઈએ છે.
કૃપા કરીને કોલ લેટર અને પરીક્ષાની તારીખ અંગે તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરો.
#CCE2026 #GSSSB #Gujarat @GsssbOfficial@GSSSB_OFFICIAL
❓ઑનલાઇન લેવાતી પરીક્ષામાં કોઈ ગડબડી નહીં થાય એની લેખિત જવાબદારી શું સામાન્ય વહીવટ વિભાગ અને ગૌણસેવા લેશે ?
❓લેખિત માં #GAD ના હઠાગ્રહી અધિકારી આશ્વાસન આપશે કે ઑનલાઇન પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય ?
❓જો ગેરરીતિ કે ટેકનિકલ કોઈપણ કૌભાંડ કે છબરડો થશે તો નૈતિક જવાબદારી સમજી આ તમામ અધિકારીઓ #રાજીનામું આપશે ?
❓#નોર્મોલાઈજેશન મેથડ ને કારણે એકપણ ઉમેદવારને અન્યાય નહીં થાય ! શું આની લેખિત બાંયધરી આપશે ?
❓તમામ #પ્રશ્નપત્ર_ભૂલરહિત હસે ? કોઈ સેન્ટર ઉપર ટેકનિકલ ખામી નહીં સર્જાઈ ? કોઈ સેન્ટર હાઈજેક કરીને કૌભાંડીઓના મળતિયાને પાસ કરી દેવામાં નહીં આવે ?
🧾શું લેખિતમાં બાંયધરી અને આશ્વાશન GAD અને ભરતી બોર્ડ આપી શકશે ? જો કોઈ ગરબડ કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો તો GAD અને ભરતી બોર્ડના અધિકારીઓ #નૈતિક_જવાબદારી સમજી રાજીનામું આપી દેશે.
🖥️"મહેનત કરવાવાળા માત્ર 'લોગ-ઈન' કરતા રહી જાય,
અને સેટિંગ કરવાવાળા સ્ક્રીન શેર કરીને 'સાહેબ' બની જાય!"
આવું તો નહીં થાય ને ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા NEET પેપરલીક ને નામે ઠીકરું ફોડી અને તેને હાથો અને હથિયાર બનાવીને CCE 2026 પરીક્ષાઓ CBT લેવાની જે હઠ પકડવામાં આવી છે તે ખરેખર અંગત સ્વાર્થ સાધવા અને વિદ્યાર્થીના આંખમાં ધૂળ નાખવા સિવાય બીજું કશું નહીં.
જો NEET ના પેપર પછી GAD અને ગૌણસેવા પસંદગી મંડળ એવું કહેતી હોય કે જો પેપર ઓફલાઈન લેવાય તો લીક થઈ જાય છે એટલે હવે ઓનલાઈન લઈશું...
❓તો છેલ્લા 2 જ મહિનામાં ઑનલાઇન #CBT ના માધ્યમ થી લેવાયેલ #डीएलएड (Deled) પરીક્ષા કૌભાંડ જોઈને શું કરશો ?
❓#SSC GD ની પરીક્ષામાં થયેલ ગોલમાલ વિશે શું કહેશો ?
❓NTPC પરીક્ષા, ઉર્જા વિભાગની CBT ના માધ્યમ થી લેવાયેલ પરીક્ષામાં થયેલા કૌભાંડ અને ગેરરીતિ બાબતે તમારા જોડે કોઈ જવાબ છે ખરી ?
હકીકત તો એ છે કે તે
💻ફક્ત કહેવા ખાતર ઓનલાઇન પરીક્ષાઓને '#પારદર્શક' અને '#ફૂલપ્રૂફ' છે,
🖥️પરીક્ષા કેન્દ્રના કોમ્પ્યુટરમાં જ #Proxy_Server અને #Screen_Sharing Apps ઇન્સ્ટોલ કરી દેવાય છે. ઉમેદવાર માત્ર પૂતળું બનીને સ્ક્રીન સામે બેસે છે અને અસલી 'સોલ્વર' બહાર બેસીને 100% એક્યુરેસી સાથે પેપર સોલ્વ કરી નાખે છે.
🖥️ ઓનલાઈન પરીક્ષા - "Invisible Cheating" નો મહા-ખેલ
➡️Proxy Server - Server ને bypass, કોઈ log નહીં
➡️Screen Sharing - ઉમેદવારની screen બહાર "solver" જોઈ રહ્યો
➡️Remote Answer -Solver online answers મોકલે, ઉમેદવાર click કરે
➡️#Zero_Evidence - Server room માં ઘૂસ, ચોરી કર, નીકળી જા!
❓જે હઢાગ્રહી અધિકારી સતત ઑનલાઇન લેવાની વકીલાત કરે છે અને કોઈનું માનવા તૈયાર નહીં. SSC ઓનલાઇન પરીક્ષાકાંડ પકડાયા પછી જો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે અને ઓનલાઈન ફ્રોડ થશે તો શું એની જવાબદારી GAD કે GSSSB લેશે ?
પોતાનો વ્યક્તિગત સ્વાર્થ અને લાભ લેવા માટે અને ખાસ કરીન #કંપનીના_લાભ માટે ઉમેદવારોનો ભોગ લઈ રહ્યા છો તે બિલકુલ યોગ્ય નથી.
શું તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ છે પણ ખરી ?
💻ઑનલાઇન પરીક્ષામાં થતા હાઇટેક ફ્રોડ જેમ કે રીમોટ એક્સેસ, હેકિંગ, લેબ મેનેજમેન્ટ જેવા ઇસ્યુ આવશે તો જવાબદારી કોણ લેશે ?
🛑બીજી મહત્વની વાત: જે અધિકારીઓ "#વહીવટી_સુધારણા_પંચના_રિપોર્ટને" હથિયાર કે હાથો બનાવીને ઑનલાઇન પરીક્ષા થોપી રહ્યા છે, તેમને આ જ રિપોર્ટના અન્ય મહત્વના પાસાઓ કેમ દેખાતા નથી ?
📌🗣️એ મેડમ/ સાહેબે ને જાણવાનું કે તેજ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ગ 3 ની પરીક્ષાઓની સંપૂર્ણ પ્રક્રિયા 6 મહિના માં પૂરી થઈ જવી જોઈએ અને ક્લાસ 1-2 ની 1 વર્ષ માં પૂર્ણ કરવી.
👆🏻શું તમે આને ફોલો કરો છો??? કે કરી શકશો???
🚫ત્રણ ત્રણ વર્ષથી ભરતીઓ પેન્ડિંગ પડી છે હજી તે પણ નથી કરી શક્યા.🧐
📌પંચનો જે નિયમ પોતાના પાવર અને ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે અનુકૂળ છે તેનો અમલ ત્વરિત થાય છે, પણ જે નિયમ વિદ્યાર્થીઓના હિતમાં સમયસર ભરતી કરવાનો છે, તેના પર તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે ? વ્યાજબી શંકા એ છે કે આ આખી કવાયત વિદ્યાર્થીઓના હિત માટે નહીં, પરંતુ ચોક્કસ ટેકનોલોજીકલ કંપનીઓ અને વેન્ડર્સને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને 'વ્યક્તિગત લાભ અને સ્વાર્થ' સાધવા માટેનું માત્ર એક બહાનું તો નથી ને ❓
ભૂતકાળમાં ઑનલાઇન પરીક્ષાઓમાં પણ વ્યાપક ગેરરીતિઓ સામે આવી જ છે. વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પરીક્ષાના મોડલ બદલીને વિદ્યાર્થીઓને #પ્રયોગશાળાના_ઉંદર ન બનાવે. જો તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી અને તમે લેખિતમાં જવાબદારી લેવા તૈયાર નથી, તો ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો અને આત્મનિર્ભર બનવા માંગતા યુવાધનને અંધારામાં ધકેલવાનો તમને કોઈ અધિકાર નથી.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@narendramodi@Bhupendrapbjp
નવી #કૌભાંડ_ટેકનિક : "The B-Factor"
"#B" = ભ્રષ્ટાચાર
"#B" ફોર બેઈમાની ?
હવે ગુજરાતમાં પેપર ફોડવાની કે CBRT (કૌભાંડ બેઝ રિકૃટમેન્ટ ટેસ્ટ) સર્વર હેક કરવાની કે પોતાના વ્હાલા દાવલાના 48 માંથી 84 કે મેન્યુલી માર્ક્સ વધારવાની કોઈ જરૂર જ નથી!
🛑સેટિંગબાજોએ ચોરીનો નવો અને #બી_સેફ રસ્તો શોધી કાઢ્યો છે.
A: 15
B: 63
C: 14
D: 08
📌 જવાબ: "B = 63"
🔔નવી પેટર્ન: હવે પેપર ફોડવાની જરૂર જ નથી, બસ 'B' ઘૂંટવાની જ જરૂર છે!
#GETCO વિદ્યુત સહાયકની પરીક્ષાની આ આન્સર-કી જુઓ... 100 માંથી 63 પ્રશ્નોના જવાબ માત્ર અને માત્ર વિકલ્પ "B" !
એટલે કે સેટિંગબાઝ ઉમેદવાર આખી આન્સરશીટમાં આંખો બંધ કરીને માત્ર "B" ટીક કરીને આવે એવું કહી દેવાનું.
🤔શું આ પરીક્ષા પારદર્શક છે કે પછી કોઈ ચોક્કસ લોકોને પાસ કરાવવા માટેનું પૂર્વ નિયોજિત કાવતરું ?
🤔ગરીબ અને મધ્યમ વર્ગનો ઉમેદવાર જ્યારે દિવસ-રાત એક કરે છે, ત્યારે સિસ્ટમ તેને આવા 'B' ગ્રેડના સેટિંગ પીરસે છે?
😇"હવે પેપર ફોડવાની મજૂરી કોણ કરે? સાહેબ, હવે તો પ્રશ્નોના જવાબ જ 'B' માં સમેટી લેવાય છે!"
🗣️મહેનતુ વિદ્યાર્થી: રાત-દિવસ એક કરીને વાંચે, ગણિત ગણે, ઇલેક્ટ્રિકલના ફોર્મ્યુલા મોઢે કરે.
🗣️સેટિંગબાજ: માત્ર એક મૂળાક્ષર યાદ રાખે... "#B".
💢અત્યાર સુધી આપણે સ્ટાફ નર્સની પરીક્ષામાં ABCD ની પેટર્ન જોઈ હતી, પણ આ તો એનાથી પણ ઉપરવટ છે. જે 'લાગતા-વળગતા' હશે એમને તો પરીક્ષા પહેલાં માત્ર એક જ અક્ષર કહી દેવામાં આવ્યો હશે "બેટા, બીજું કાંઈ જોતો નહીં, બસ જ્યાં ભૂલો પડે ત્યાં 'B' ઘૂંટીને આવજે, તારું સિલેક્શન પાક્કું!"
🗣️"હવે ABCD શીખવાની જરૂર નથી, બસ 'B' ઘૂંટતા શીખી જાવ એટલે બેડો પાર!"
🗣️"ભણતર ગયું તેલમાં, હવે તો જેને 'B' આવડે એનું સિલેક્શન JAIL માં નહીં, સીધું GETCO માં!"
😇"પરીક્ષા તો માત્ર બહાનું છે, '#B' અક્ષરનું જ સેટિંગ ગાણું છે!"
📌આ કોઈ કુદરતી ચમત્કાર નથી, આ તો સેટિંગબાજોનો સિસ્ટમને ખુલ્લેઆમ 'નમસ્કાર' છે! ઉમેદવારોના ગ્રુપમાં અત્યારે એક જ ચર્ચા છે કે આ પરીક્ષા તો માત્ર દુનિયાને બતાવવાનો એક '#દેખાડો' છે, બાકી લિસ્ટમાં નામ તો પહેલેથી જ ફાઈનલ છે.
🚫સૂત્રોના સમાચાર તો ત્યાંસુધી કહે છે કે "B" પાછળ લાખોના "બીલ" ફાટ્યા છે.
🚛સૌરાષ્ટ્રની ઉર્જા વિભાગની કંપનીમાં તો હવે મેરિટના આધારે નહીં, પણ 'ખટારા' ભરીને માલ પહોંચાડનારાઓના સિલેક્શન થવાના છે. ખટારાના કાટ ઉતારવા ઉમેદવારો પાસેથી "કાચ કાગળ" લેવાનો છે.
😡"સાહેબ, લિસ્ટ જો પહેલેથી તૈયાર જ હોય તો ફોર્મ ભરાવીને ગરીબ વિદ્યાર્થીઓના નાણાં અને સમય શું કામ બગાડો છો? કહી દો ને કે અહીં જ્ઞાનની નહીં, પણ 'B-ગ્રેડ' ના સેટિંગની જ કિંમત છે!"
😡"સાહેબ, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે આવી 'B-ભત્સ' મજાક કરવાનું બંધ કરો"
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TheBFactor #GETCO_Scam #SaveGujaratStudents #B_for_Bhrashtachar #B_Safe_Setting #B_Grade_System
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
CBRT પરીક્ષા પધ્ધતિ દ્વારા દરેકને સમાન અવસર મળતો નથી, આ પધ્ધતિમાં ક્યાંકને ક્યાંક નસીબ ફેક્ટર કામ કરે છે. માટે મહેનત કરનારને પણ ક્યારેક અથવા મોટાભાગે હતાશા જ મળતી હોય છે... આવનારી CCE ભરતી પ્રક્રિયા પરીક્ષા પધ્ધતિ OMR (ઓફલાઈન) લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.🙏🏻#NO_CBRT_IN_GUJRAT
CBRT પરીક્ષા પધ્ધતિ દ્વારા દરેકને સમાન અવસર મળતો નથી, આ પધ્ધતિમાં ક્યાંકને ક્યાંક નસીબ ફેક્ટર કામ કરે છે. માટે મહેનત કરનારને પણ ક્યારેક અથવા મોટાભાગે હતાશા જ મળતી હોય છે... આવનારી CCE ભરતી પ્રક્રિયા પરીક્ષા પધ્ધતિ OMR (ઓફલાઈન) લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.🙏🏻#NO_CBRT_IN_GUJRAT