🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻
આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ છીએ જેના શુદ્ધિકરણ માટેની અમારી આ લડાઈ છે.
🛑તમારે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન આવે તે માટે એક #સાવચેતીભરી_ટકોર👇🏻
શિક્ષણમંત્રીશ્રી,
તમારા જ વિભાગમાં હાલ ચાલી રહેલી #કચ્છ_સ્પેશિયલ_શિક્ષક_ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે જેમાં નિયમોનું ખૂલ્લેઆમ ભંગ કરીને ભરતી થઈ રહી છે. કચ્છ સ્પેશિયલ શિક્ષક ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના સ્થાપિત નિયમો અને નામદાર હાઇકોર્ટના આદેશોનું ગંભીર અને #શંકાસ્પદ ઉલ્લંઘન થયેલ હોવાનું ધ્યાન પર આવેલ છે,આ ભરતીમાં જ્ઞાન સહાયક (અથવા ચાલુ નોકરી દરમિયાન) ફરજ સાથે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રીના ગુણ ઉમેરો કરીને અનીતિ અને નિયમ વિરોધ નોકરી મેળવવાનો કારસો રચાયો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ - કરાર કે કાયમી નોકરી તરીકેની ફરજ બજાવવાના સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવારે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રી (M.A./M.Sc..) શિક્ષક ભરતીના મેરિટ માટે માન્ય ગણી શકાતી નથી.
📌બંને પ્રવૃત્તિઓ (ફુલ-ટાઇમ નોકરી અને રેગ્યુલર ડિગ્રી અભ્યાસ) એકસાથે કરી શકાતી નથી. નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર સામાન્ય TET અને TAT ભરતીમાં આ નિયમ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છની ભરતીમાં આ મૂળભૂત નિયમને #જાણીજોઈને_અવગણવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી આધારે આશરે ૧૫૦+ જેટલા ઉમેદવારોએ નોકરીની ફરજ બજાવતા રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવી, અને તેના ગુણ પોતાના મેરિટમાં ઉમેરાવી લીધા છે - અર્થાત્
"ફુલ-ટાઇમ નોકરી પણ, ફુલ-ટાઇમ ડિગ્રી પણ!"
❓ આ ��ેરરીતિના કારણે ખરેખર લાયક ઉમેદવારોનો હક છીનવાઈ રહ્યો છે, અને "શિક્ષણ વિભાગ તમામ બાબતો જાણતો હોવા છતાં આંખ આડા કાન કેમ છે તે શંકાનો પ્રશ્ન છે ?!"
📢અને હા, એવું પણ નથી કે જાગૃત ઉમેદવારોએ શિક્ષણ અધિકારીને જાણ નથી કરી, લેખિત અને મૌખિક બંન્ને જાણ કરવા ઉમેદવારો પહોંચ્યા હતા તો ઊલટાનું અધિકારીઓએ #નફ્ફટાઈથી રજૂઆત કરવા આવેલ ઉમેદવારો પાસેથી પુરાવા માંગ્યા, મોઢા તોડી લીધા, ધમકાવ્યા અને અપમાનિત કરી ���ોફ જમાવી હડધૂત કરી કાઢી મૂક્યા....
🙏🏻આપ શ્રી ધારાસભ્ય માંથી શિક્ષણમંત્રી બન્યા અને આપ પણ જાણો છો #પુરાવા આપવાની જવાબદારી કોઈ ઉમેદવારની ન હોય, કોઈ વ્યક્તિ શિક્ષણ વિભાગને સંદેહ વ્યક્ત કરે છે તો તપાસ કરવાની જવાબદારી ચોક્કસ શિક્ષણ વિભાગની બંને છે, સામાન્ય ભરતીમાં જે રીતે કડકાઇથી ચેક કરીને આવા લોકોને દૂર કરવામાં આવ્યા છે તો સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં કેમ દૂર કરવામાં નથી આવતા ? શું આ ઉમેદવારો કોઈ અધિકારીના સ્પેશિયલ છે ?🤔
🧾વાત રહી પુરાવાની👇🏻
સૌથી ગંભીર બાબત એ છે કે, શિક્ષણ વિભાગ પાસે તમામ ઉમેદવારોના જ્ઞાન સહાયકની સેવા (હાજરીનો રેકોર્ડ) અને તેમની શૈક્ષણિક લાયકાત (માર્કશીટ, ડિગ્રી) ના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. તેમ છતા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વયંસંચાલિત અને પારદર્શી ક્રોસ-વેરિફિકેશન (#Cross_Verification) કરવામાં આવ્યું નથી,
🙏🏻મંત્રશ્રી, મેરિટની ખરાઈ કરવી, યુનિવર્સિ��ી અને શાળાના રેકોર્ડનું વેરિફિકેશન કરવું એ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગની વૈધાનિક અને નૈતિક જવાબદારી (#Accountability) છે.તમામ સરકારી મશીનરી અને ક્રોસ ચેક કરવા માટેના આધાર પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી પુરાવા માંગવા એ પ્રક્રિયાની પારદર્શિતા અને વિભાગના ઇરાદા સામે ગંભીર શંકા ઊભી કરે છે. શું વિભાગ સ્વયં તપાસ કરવા અસમર્થ છે કે પછી તેમાં પણ કોઈ આંતરિક મિલીભગત છુપાયેલી છે, તેની તપાસ થવી પણ અ��િવાર્ય છે.
🙏🏻મંત્રીશ્રી, તમારા દામન ઉપર આ કાળા છાંટા ઉડાડવા કેટલાક અધિકારીઓ તત્પર છે, અધિકારીઓના વાંકે શિક્ષણમંત્રીના કાર્યકાળની શરૂઆતમાં જ તમને #કાળી_ટીલી લાગી શકે છે, જો સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે આ શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા માટે કાળો અધ્યાય બની જશે.
👆🏻અમારા જેવા કોઈ જાગૃત નાગરિક આ બધું ઉઘાડું પાડશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ આમાં બદનામ નહીં થાય, આમાં #બદનામ મંત્રીશ્રી તમે ��શો,અધિકારીઓ તો ગમે તે #અંડાકંડા કરીને ગોળી પીવડાવી દેશે.
👆🏻શિક્ષણ વિભાગમાં ‘#અધિકારીરાજ’ એટલો હાવી છે કે તમારા પૂર્વગામી મંત્રીશ્રી કુબેરભાઈ હોય કે પ્રફુલભાઈ - બંને પાસે પણ ઈરાદો હતો કંઈક સકારાત્મક કરવાનો, પરંતુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીરાજના બેફામ વલણને કારણે અનેક મહત્વનાં નિર્ણય અધૂરા રહી ગયા. પરિણામે તેમને ફક્ત વિભાગના આંતરિક ષડયંત્રો નહીં, પણ મુખ્યમંત્રી સુધીના ઠપકા પણ ખાવા પડ્યા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP
@drpradyumanvaja
કુબેરભાઈના વાયદાઓની વેલિડિટી તો ક્યારની ય પૂરી થઈ ગઈ છે.
યુવાનો પોતાની જાતને છેતરાયેલા અનુભવે છે.
આમ ના હોય કુબેર ભાઈ….
તમારી તમામ જાહેરાતો મોટા ઉપાડે મીડિયાએ ચલાવી,યુવાનોને ભરોસો થયો કે કંઈક થશે… જો કે સ્થિતિ ના જ બદલાઈ.
#શિક્ષક ભરતી:2024
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને ઝડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલ��� થઈ જશે. TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી.
✍ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો,
ઘુવડ બન્યા છે મોર,જરા ધ્યાન રાખજો.
✍રેવેન્યુ તલાટી હોઈ કે ટેટ 1 ના અન્યાયનો મુદ્દો કે અન્ય કોઈપણ..........
✍આવી કોઈ સંસ્થા આગળ ?
અત્યારે બન્ને બાજુ બોલે છે ! જોવો છો ને ?
પોતાની પ્રોડક્ટ માં જ એમને રસ ���ે યાદ રાખજો.
✍બાકી ધાર્યું હોત તો TET 1 ના મુદ્દે આવીને બોલી શક્યા હોત ને ? શું એને નોહતી ખબર પડતી ? આમ તો યુ ટ્યુબ ઉપર આવી આવી ને બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે. પૂરા જગતનું જ્ઞાન જાણે પોતામાં જ ભર્યું હોય અને શિક્ષણમંત્રી એને ��ૂછી પૂછી પાણી પીતા હોય એવો ડોળ કરતા હોય છે !
✍શિક્ષણમંત્રી ઉપર ઉમેદવારો પ્રેશર બનાવે કોઈ મુદ્દામાં જિત ઉમેદવારો ને મળે તો તરત શિક્ષણના વેપારી "ડાગલા" ની જેમ ખબ ખબ ખબ કરતા યુ ટ્યુબ ઉપર કહેવા આવી જાય શિક્ષણ જગતની મોટી અપડેટ્સ ! અમે લાવ્યા, અમે કરાવી મિટિંગ ના બણગા ફુંકે ! જ્યારે એનો એક રતિભર પણ યોગદાન કે સહયોગ ન હોય અન્યાય સામે અવાજ ઉઠાવવા માં, સાહેબ કરતા પણ મોટા ક્રેડિટજીવી તો આ છે.
✍અમે કહીએ ���મ જ થાય એવી ડંફાસો લગાવવા વાળા કહેતા હતા 2024 માં નવી ટેટ ટાટ પરીક્ષા લેવાય જશે.. કચ્છની ભરતીમાં પણ મોટી મોટી વાતો કરતા હતા કે 15 દિવસની અંદર પરીક્ષા લેવાઈ જશે અને પરીક્ષા લેવાશે પછી જ ભરતી થશે, થયું શું બધા જાણીએ છીએ....આવા તો અગણિત બોલબચ્ચન કરીને પ્રોડક્ટ્સ વેંચી.🤨🤔
🧐ટેટ 1 ના ઉમેદવારોએ તો આવા સંસ્થાના સત્તાધીશો ને પણ કહ્યું હતું સાહેબ ��મારી જોડે આ રીતે અન્યાય થાય છે, સૌરાષ્ટ યુનિ. ના વાર્ષિક પદ્ધતિમાં ગણતરી કરવામાં ભૂલ કરે છે, તો તે દુકાનદાર તેમાં ઉમેદવાર નો વાંક કાઢે છે.(મારી પાસે આ વાતનું રેકોર્ડેડ પ્રૂફ છે) બહુ મોટી મોટી ઓળખાણ આપવા લાગે છે શિક્ષણ બોર્ડમાં મારા આ સાહેબ ઓળખીતા છે, ફલાણા સાહેબ ઓળખીતા છે અમે આમ રહયા છીએ તેમ રહયા છીએ ની ફાલતુ વાતો ને પોતાની ખોટી મોટપ દેખાડવા માં જ સમય બગાડે છે.
✍રેવેન્યુ તલાટી માં પણ ખ્યાલ જ હસે દેખાવ એવો કરવાનો અમને ખૂબ ચિંતા છે, કામ એ જ કરવાનું કે પોતાની પ્રોડક્ટ કેમ વધારે ચાલે...
✍ઉમેદવારોની પીડા અને સપના ઉપર "દેખાડાનું માર્કેટિંગ" કરી લેવાનું પછી પાછા હતા ત્યાં પ્રોડક્ટ વેંચી "બાટલીમાં ઉતારો યોજના" ચાલુ... બોલે છે ત્યાં સુધી જ્યાં ફાયદો મળે ત્યાં સુધી...
☝️યાદ રાખજો ઉમેદવારો તમારે જ તમારી વેદના અને પીડા માટે આગળ આવવું પડશે, બીજું કોઈ નહીં આવે, "કોઈ એટલે કોઈ નહીં" તમે નહીં બોલો ને તો પછી ��ોગવવા પણ તૈયાર રહેજો.
😏🦻એક અધિકારી ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે સાંભળી જ હશે.. ક્યાં રજૂઆત કરવાની છે શું કરવાનું છે તેની તમામ ચર્ચા એમાં પણ છે અને ઉપર આપડે આગળ લખેલ પણ છે.
સમજુ ને ઈશારો કાફી..🧐
એક ભાઈ 4 વર્ષ સુરતમાં નોકરી તરીકે ફરજ બજાવી અને પોતાનું વતન અમદાવાદ મળે છે માટે ફરીથી રિપીટ થશે......આવું ન કરશો કોઈપણ ભાઈઓ બહેનો....કોઈ એક ના ઘરમાં અજવાળું કરશોજી.
બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને કહું છું કે સીટો ન બગાડતા.....ભરતી લાવવા માટે મોંઢે ફીણ નીકળી ગયા છે.🙌🙏👍
#મિત્રો_સીટો_ન_બગાડતા.....આજે વિદ્યા સહાયક ભરતી બોર્ડ એ ઉમેદવારોની અંદરની વેદના જોઈને આપણે રડવું આવી જાય છે..... ઉર્દૂ માધ્યમ માં #waiting માં આવેલ બેનને રડતા જોઈન��� આજે ખબર પડી કે એક સીટની કિંમત શું હોય છે...🥹🥺🙌🙏👍
🛑🛑બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. #ગ્રાન્ટેડ