✍️અમેરિકા જઈ આવેલા એક વરિષ્ઠ નાગરિકની સલાહ:
પ્રિય મિત્રો,
અમે છેલ્લા બે મહિનાથી અમેરિકાના સિયાટલ (વોશિંગ્ટન) ખાતે રહી રહ્યા છીએ.
ભારતથી નીકળતી વખતે મારી પત્નીને શ્વાસની ગંભીર તકલીફ હતી. તેથી અમે ભારતમાંથી જરૂરી દવાઓ સાથે લઈ આવ્યા હતા.
અમેરિકામાં તે દવાઓ લીધા પછી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો.
પરંતુ દવાઓ પૂરી થઈ ગઈ. મુસાફરી દરમિયાન ફરી તકલીફ ન થાય તે માટે મેં મારી દીકરીને સિયાટલમાં શ્વાસરોગના નિષ્ણાત (Pulmonologist) પાસે અપોઇન્ટમેન્ટ લેવા કહ્યું.
પણ ત્યાં સીધા નિષ્ણાતને મળી શકાતું નથી.
પહેલાં જનરલ ફિઝિશિયનને મળવું ફરજિયાત હતું એક અઠવાડિયા પછી માત્ર વિડિઓ કોલ દ્વારા અપોઇન્ટમેન્ટ મળી.
અમે લગભગ 10 મિનિટ ડૉક્ટર સાથે વાત કરી અને ભારતમાં કઈ દવાઓ લેતા હતા તે જણાવ્યું. ડૉક્ટરે સમસ્યા સમજીને દવા લખી આપી અને કહ્યું કે ફાર્મસીમાંથી લઈ લેશો.
પરંતુ ફાર્મસીમાં ખબર પડી કે દવા તરત ઉપલબ્ધ નથી. 4–5 દિવસ પછી મળશે.
પાંચમા દિવસે દવા મળી. આશ્ચર્યની વાત એ હતી કે દવા સિપ્લા (Cipla) કંપનીની હતી અને તેના પર "Made in India" લખેલું હતું.
અમેરિકાની મેડિકલ ઈન્સ્યોરન્સથી 50% ડિસ્કાઉન્ટ મળ્યા પછી પણ અમારે લગભગ ₹21,000 ચૂકવવા પડ્યા. એટલે કે ભારતમાં આશરે ₹2,500માં મળતી દવા અમેરિકામાં લગભગ ₹42,000ની પડી.
ભારતમાં સહેલાઈથી મળતી દવા અમને અમેરિકામાં મેળવવામાં 12 દિવસ લાગ્યા.
એક અઠવાડિયા પછી ડૉક્ટરની કન્સલ્ટેશન ફીનું $283 (લગભગ ₹23,000) નું બિલ પણ આવ્યું.
નિવૃત્તિ પછી ભારતમાં રહેવું કેટલું ભાગ્યશાળી છે તેનો મને સાચો અનુભવ થયો.
આપણે ઘણીવાર "સારી જિંદગી"ની શોધમાં વિદેશ જવાનું સ્વપ્ન જોતા હોઈએ છીએ પરંતુ જો થોડું વિચારીએ તો સમજાય કે એવી ઘણી સુવિધાઓ, જે લંડન કે ન્યૂયોર્કના કરોડપતિઓને પણ સહેલાઈથી મળતી નથી, તે ભારતના મધ્યમવર્ગીય લોકોને રોજિંદા જીવનમાં ઉપલબ્ધ છે.*
ભારતના સામાન્ય માણસનું પણ એક "VIP જીવન"
1. સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ.
જ્યાં દુનિયાના ઘણા દેશોમાં સામાન્ય ઇન્ટરનેટ માટે દર મહિને લગભગ ₹4,000 ખર્ચવા પડે છે, ત્યાં ભારતમાં માત્ર ₹300માં હાઈ-સ્પીડ 5G ડેટા મળે છે. વિશ્વમાં સૌથી સસ્તું ડેટા ભારતમાં છે.
2. 10 મિનિટમાં ઘર સુધી ડિલિવરી.*
ચા માટે આદુ કે દૂધ ખૂટ્યું? Blinkit, Zepto અથવા Swiggy Instamart પરથી ઓર્ડર કરો, પાણી ઉકળે ત્યાં સુધી સામાન ઘરે આવી જાય. જ્યારે યુરોપમાં ઠંડીમાં કોટ પહેરીને 15 મિનિટ ચાલીને દુકાને જવું પડે, અને દુકાન બંધ પણ મળી શકે.
3. તાત્કાલિક આરોગ્ય સેવા.
સ્પેશિયાલિસ્ટને મળવું હોય તો સીધા હોસ્પિટલ જઈ શકાય બ્લડ ટેસ્ટ માટે ટેક્નિશિયન ઘરે આવી જાય અને રિપોર્ટ થોડા કલાકોમાં વોટ્સએપ પર મળી જાય મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી.
4. માનવીય સહયોગ.
ઘરકામ, રસોઈ, ડ્રાઇવિંગ જેવી સેવાઓ ભારતમાં માત્ર અમીરો માટે નથી. મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. આથી સૌથી કિંમતી વસ્તુ — સમય — બચી જાય છે.
5. UPI ક્રાંતિ
₹5 ની ચાથી લઈને ₹50,000ના લેપટોપ સુધી — બધું એક QR સ્કેનથી ચૂકવી શકાય છે રોકડની જરૂર નહીં, કાર્ડ મશીનની ચિંતા નહીં અને કોઈ ટ્રાન્ઝેક્શન ફી નહીં આ ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશો હજુ પાછળ છે.
6. નાની-નાની મફત સુવિધાઓ.*
ભારતમાં મોટાભાગની હોટેલમાં પીવાનું પાણી મફતમાં મળે છે, જ્યારે ઘણા દેશોમાં તેના માટે પણ પૈસા ચૂકવવા પડે છે ગલીના નાકે ચાની લારી, ઈસ્ત્રીવાળા જેવી રોજિંદી સુવિધાઓ જીવન સરળ બનાવે છે.
7. સંબંધોનું સામાજિક સુરક્ષા જાળું.
અહીં પડોશી સમસ્યા આવે તો કોર્ટની નોટિસ નથી મોકલતા, પરંતુ પ્રેમથી ખીચડીનો ડબ્બો મોકલે છે આપણા સંબંધો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે.
ભારત માત્ર એક દેશ નથી; તે દરેક વળાંક પર સુવિધાઓથી ભરેલું એક અદ્ભુત જીવન છે.
પશ્ચિમના દેશોમાં લોકો ઘાસ કાપવાથી લઈને પ્લમ્બિંગ સુધી બધું પોતે કરે છે. જ્યારે ભારતમાં સેવા-કેન્દ્રિત જીવનશૈલી હોવાથી ઘણી બાબતોમાં સહાય સરળતાથી મળી રહે છે.
જો આપણે માત્ર થોડા સુધારા કરી લઈએ તો ભારત કરતાં વધુ સારું રહેવાનું સ્થાન કદાચ બીજું ન હોય.
આપણે શું સુધારવું જોઈએ?
1. નાગરિક સંસ્કાર (Civic Sense).
કચરો ન ફેંકવો, ગુટખા ન થૂંકવા, જાહેરમાં પેશાબ ન કરવો, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું, બિનજરૂરી હોર્ન ન વગાડવા, રસ્તા રોકીને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અને લાઉડસ્પીકરનો અતિરેક ઉપયોગ ન કરવો.
2. પદ અને શક્તિનો સાચો ઉપયોગ.
તમારી સ્થિતિનું મૂલ્યાંકન એથી ન કરો કે તમે કેટલા લોકોને હેરાન કરી શકો છો, પરંતુ એથી કરો કે તમે કેટલા લોકોનું જીવન વધુ સારું બનાવી શકો છો.
3. બહારનું વિશ્વ પણ આપણું જ ઘર છે.
માત્ર પોતાનું ઘર જ નહીં, પરંતુ આસપાસનું વાતાવરણ પણ આપણું જ છે. તેની પણ એટલી જ કાળજી રાખવી જોઈએ.
4. ઉત્તમ કાર્ય સંસ્કૃતિ વિકસાવીએ.
કર્મ એ જ પૂજા છે એ ભાવનાથી પોતાની ફરજ નિભાવવી જોઈએ.
બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સામેની બાજુએ પંડિત દીનદયાલ કોમ્યુનિટી હોલ આવેલ છે, જ્યાં માણસોની ખૂબ જ અવર જવર હોય, જેથી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સ્પીડ બ્રેકર મુકવા માટે રજૂઆત કરેલ પરંતુ હાલ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી, જે બાબતે યોગ્ય કરવા વિનંતી... આભાર
@smartcityrajkot@TusharSumeraIAS@CP_RajkotCity અંદાજીત 6 મહિના પહેલા પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ કે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ,પેડક રોડ સેટેલાઈટ ચોકથી ત્રિવેણી ગેટ, સંત કબીર રોડ પર જવાના રસ્તા પર આરોગ્ય કેન્દ્ર, તેની બાજુમાં વોર્ડ નંબર 5 ની ઓફિસ,
🙏🏻👮🏻પોલીસ પ્રશાસનતંત્રનો ખૂબ ખૂબ આભાર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમે આટલી તકેદારી લો છો. પત્ર વાંચીને આનંદ થયો કે અમારી '#સુરક્ષા' માટે આટલો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે! 👮♂️🙏
પણ સાહેબ..
🧑🏻🏫અમે ઉમેદવારો છીએ, આતંકવાદી નથી. 🚫
📝અમારા હાથમાં આવેદનપત્ર છે, કોઈ આઇટમ બોમ્બ કે અણુબોમ્બ નથી. 💣
📌અમે ન્યાય માંગવા આવીએ છીએ, અરાજકતા ફેલાવવા નહીં.🛑
🙏🏻હા, અમે બેરોજગાર જરૂર છીએ, પણ '#શિક્ષિત' છીએ. 📚
અમે માત્ર અમારી વેદનાને વાચા આપવા માંગીએ છીએ.પરીક્ષાની પદ્ધતિ(ઓફલાઇન) માટે અમારે રસ્તા પર ઉતરવું પડે અમને પણ ન ગમે.
🙏🏻તંત્રને નમ્ર વિનંતી કે જેટલી તકેદારી તમે બંદોબસ્તમાં રાખો છો, તેટલી જ તકેદારી જો પરીક્ષાઓ #ઓફલાઇન અને સમયસર લેવામાં આવે તે વાતની પણ રાખવામાં આવે, તો કદાચ અમારે આ આવેદનપત્રો આપવાની જરૂર જ ન પડે!
અને હા,
આ પત્ર સાબિત કરે છે કે અમે CCE પરીક્ષા ઓફલાઇન બાબતે જે મુહિમ ઉપાડી છે, તેની સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર આ રીતે લેખિતમાં બંદોબસ્તના આદેશ આપે, ત્યારે તેનો અર્થ એ છે કે અમારો અવાજ સત્તાધીશો સુધી પહોંચી ગયો છે.પોલીસ વિભાગ જ્યારે પણ કોઈ સંગઠન કે વ્યક્તિ દ્વારા મોટા પાયે આવેદનપત્ર કે આંદોલનની જાહેરાત થાય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના પત્રો (Circulars) બહાર પાડે છે. આ પત્રમાં ઉમેદવારોને નુકસાન પહોંચાડવાની વાત નથી, પરંતુ 'કોઈ અનિચ્છનીય બનાવ ન બને' તે માટે તકેદારી રાખવાની સૂચના છે.અમારી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગ અને પોલીસની નજર છે તે પણ સાબિત થાય છે. અમે પણ સુનિશ્ચિત કરીએ છીએ કે "શિક્ષિત યુવાન હિંસામાં નહીં પણ પોતાના હકમાં માને છે." ગુજરાતના લાખો શિક્ષિત ઉમેદવારોની માગણી બહુ સ્પષ્ટ અને ન્યાયી છે, ભુતકાળના #નોર્મલાઇજેશન ના કડવા અનુભવો ને કારણે #CBRT કોઈપણ સંજોગે મંજૂર નહીં, પરીક્ષા ઓફલાઇન જ લેવામાં આવે તે જ ગુજરાતના દરેક ઉમેદવારની માંગણી છે.
👆🏻લોકશાહીમાં 'લોકમત' સર્વોપરી હોય છે, અને અહીં તો 'યુવામત' સ્પષ્ટ છે.
✍🏻યુવા અધિકાર ન્યાય ચળવળ ✊
શિક્ષિત બેરોજગાર: આતંકવાદી નહીં, પણ આશાવાદી! 🙏🏻
#CCE_Offline #JusticeForStudents #GujaratYouth #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
@Bhupendrapbjp@CMOGuj@GujaratPolice@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
प्लेन मे हो रहा.. बगड़.. बम्ब बम बम लहरी 🔥
देशी और विदेशी .. भोले के भजन पर झूम रहे
सोचो.. अगर किसी ने एक बार अल्ला हूँ अकबर बोल दिया होता तो अबतक बम के डर से प्लेन की इमरजेंसी लैंडिंग करानी पड़ गयी होती...
सनातन ही सर्वश्रेष्ठ है ✊
✍️ ગઝબ ગઝબ ગઝબ.😂
ગઝબનો વિરોધ છે હો બાકી બાટલાનો!
દસ બાર લોકોની વિશાળ જનમેદની ત્રણ પૈડાવાળી સાયકલમાં બાટલો મુકીને નરેન્દ્ર મોદી હાય હાય ના નારા સાથે ગલીએ ગલીએ સાયકલ લઈને ફરે છે.🤡
સાથે સાથે ગેસની બોટલની ડિલિવરી કરનાર ડિલિવરી મેન ડિલિવરી કરે છે.
😂😂😂😂😂😂
થોડું ટાઇમિંગ અને સ્થળ બાબતે પ્લાનિંગ થયું હોત તો આવા ફજેતા ન થાત!
ખેર જવાદો લોકશાહી છે!
આજે જ્યારે આખું વિશ્વ '#આંતરરાષ્ટ્રીય_મહિલા_દિવસ' ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતની આંગણવાડીની બહેનો રસ્તા પર પોતાના હક માટે લડી રહી છે અને તેમની #અટકાયત કરવામાં આવી રહી છે. આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોઈ શકે ?
🙅🏻મહિલા દિવસની 'ભેટ': સન્માનને બદલે અટકાયત!🙆🏻
આજે ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ....એક તરફ સ્ટેજ પરથી 'નારી શક્તિ'ના ગુણગાન ગવાય છે, તો બીજી તરફ પોતાની વાજબી માંગણીઓ માટે લડતી આંગણવાડીની બહેનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. શું આ જ છે મહિલા સન્માનનું #ગુજરાત_મોડેલ ?
📢 ડિજિટલ ઈન્ડિયાના નામે 'ડેટા એન્ટ્રી'ની વેઠ !
મોબાઈલ નથી, પણ કામ ઓનલાઈન જોઈએ: ૨૦૨૨થી વચન આપ્યા છતાં હજુ સુધી બહેનોને મોબાઈલ મળ્યા નથી. પોતાના અંગત ફોન અને ખાનગી ડેટા ખર્ચીને બહેનો ક્યાં સુધી તંત્રની 'સંગમ' અને 'કેવીટી' એપમાં મજૂરી કરશે?
📌બાળકોનું પોષણ કે ડેટા એન્ટ્રી ?
પોષણ ટ્રેકરમાં ડેટા ભરવામાં જ આખો દિવસ નીકળી જાય છે. પરિણામે બાળકોના શિક્ષણ અને પોષણ પર ધ્યાન આપવાનો મુખ્ય હેતુ જ મરી પરવાર્યો છે.
🔥આંગણવાડીની બહેનોનો હૂંકાર: "હવે લડી લેવાના મૂડમાં!"
ગુજરાતની નારી સંગઠન બનાવીએ હવે મેદાને છે. પગાર વધારો, ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને જૂના પડતર પ્રશ્નોને લઈને બહેનોએ હવે આરપારની લડાઈ શરૂ કરી છે.
🚨મુખ્ય માંગણી
🚫વધતી જતી ઓનલાઈન કામગીરી સામે યોગ્ય વળતર અને નવો મોબાઈલ.
🚫શાળાઓની જેમ આંગણવાડીમાં પણ કામના કલાકો નક્કી કરો અને જાહેર રજાઓનો લાભ આપો.
🚫ભાડે ચાલતી આંગણવાડીઓના ભાડા સમયસર ચૂકવો.
🚫પોષણ સુધા યોજના હેઠળ ભોજનના દરમાં વધારો કરો.
🚫વય મર્યાદાના અન્યાયી નિયમો દૂર કરો.
⚠️ સરકારને સવાલ :જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જ બહેનો પાસે ગામે-ગામ કામ કરાવાય છે, તો જ્યારે એમના હકની વાત આવે ત્યારે તંત્ર કેમ લાચાર બની જાય છે ? ભંડાર ભરપૂર હોવાની વાતો કરતી સરકાર આંગણવાડીની બહેનોના વેતન વધારામાં કેમ પાછી પાની કરે છે ? "મહિલા દિવસે આંદોલન કરતી બહેનોની ધરપકડ એ લોકશાહીનું અપમાન છે. જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ઓનલાઈન કામગીરી ઠપ્પ રહેશે!"
#AnganwadiWorkers #GujaratAgitation #WomensDay2026 #JusticeForAnganwadi #Gandhinagar #DigitalIndiaReality
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
વડા પ્રધાનની સભામાં ભીડ ભેગી કરવા આશા વર્કર બહેનો નો ઉપયોગ ચાલે પણ તેમની વેદના સાંભળવાનો સમય નથી
પણ જ્યારે એ જ બહેનો ગાંધીનગરમાં પોતાના હક માટે અવાજ ઉઠાવે ત્યારે સરકારને 'પરવાનગી' યાદ આવે છે! સભામાં લઈ જવા માટે બસો ભરી શકાય, પણ પોલીસ સ્ટેશનમાં પીવાનું પાણી ન આપી શકાય? આ કેવું સ્ત્રી સન્માન? @Rivaba4BJP
ગુજરાતની ડબલ એન્જિન સરકાર માટે આશા વર્કર બહેનો માત્ર એક 'નંબર' બનીને રહી ગઈ હોય તેમ લાગે છે. જ્યારે કેન્દ્ર કે રાજ્યના મોટા નેતાઓની રેલીઓ હોય, ત્યારે આશા વર્કરોને ટાર્ગેટ આપીને સભાસ્થળે બોલાવવામાં આવે છે જેથી 'નારી શક્તિ'ના મોટા આંકડા દુનિયાને બતાવી શકાય.
પરંતુ, 8 માર્ચ 2026ના દ્રશ્યોએ સત્ય ઉજાગર કરી દીધું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ સન્માનના બદલે અટકાયત: જે હાથોએ કોરોનાકાળમાં જીવના જોખમે ગામડાં સાચવ્યા, એ હાથોમાં પોલીસે ધક્કામુક્કી કરી.
પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલી મહિલાઓને પીવાનું પાણી પણ ન નસીબ થયું. શું 'શક્તિશાળી સરકાર' આટલી હદે સંવેદનહીન હોઈ શકે?
ટેકો (TECHO) એપ દ્વારા ઓનલાઇન કામનું દબાણ એ આધુનિક ગુલામી જેવું છે. પહાડી વિસ્તારોમાં નેટવર્ક નથી, બહેનો પાસે સ્માર્ટફોન નથી, છતાં જો ઓનલાઇન એન્ટ્રી ન થાય તો પગાર કાપવાની ધમકી અપાય છે.
જો સરકાર પાસે ઉત્સવો અને રેલીઓ માટે કરોડો રૂપિયાનું બજેટ હોય, તો આ બહેનોને 'લઘુતમ વેતન' (Minimum Wage) આપવામાં પેટમાં તેલ કેમ રેડાય છે? આશા વર્કર બહેનો ગર્ભવતી મહિલાઓની સંભાળ રાખે છે, પણ સરકાર તેમની પ્રસૂતિ રજા (Maternity Leave) બાબતે મૌન છે.
@CMOGuj@Bhupendrapbjp@AmitChavdaINC@jigneshmevani80@GenibenThakor@PragatiAahir@JennyThummar@devanshijoshi71@nidhirpatel6@Krishna760046@INCGujarat@tv9gujarati@gujratsamachar@VtvGujarati@ronakpatelabp@abpasmitatv@Jamawat3@nirbhaynews1
#GujaratModel
#JusticeForAshaWorkers