‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
📍એક અગત્યની સૂચના 💥
👉 મિત્રો CCE ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ CCE ની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તેની સ્પષ્ટતા થઈ નથી. આથી પરીક્ષા CBRT અથવા OMR કોઈપણ પદ્ધતિ પ્રમાણે લેવાઈ શકે છે.
👉 આપણે સૌ જાણીએ જ છીએ કે ભૂતકાળમાં CCE 1.0 (212) તથા વનરક્ષક ની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ તથા નોર્મલાઈઝેશનના કારણે લાખો ઉમેદવારોને અન્યાય થયો હતો અને હાઈકોર્ટમાં પિટિશન થવાના કારણે આ ભરતી પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો.
👉 આથી આ વખતે કોઈને અન્યાય ન થાય તથા ભરતી ઝડપથી પૂરી થાય તેના માટે પરીક્ષા ઓફલાઈન OMR આધારિત લેવાય અને ઝડપથી આ બાબતે સ્પષ્ટીકરણ કરવામાં આવે તેવી રજૂઆત આપણે CMO, GAD અને GSSSB ને મોટી સંખ્યામાં કરવી પડશે.
ઉમેદવાર મિત્રો ને ધ્યાન માં રાખી ભરતી બોર્ડ યોગ્ય નિર્ણય સત્વરે જાહેરાત કરે એવી ન્રમ વિનંતી છે...
નોંધ:- જો આ વખતે ઉમેદવારોએ CCE માં CBRT નો વિરોધ ન કર્યો તો તમામ ભરતી બોર્ડ એવું સમજશે કે ઉમેદવારોને CBRT થી કોઈ વાંધો નથી. જેના લીધે ભવિષ્યમાં પંચાયત અને અન્ય વિભાગની ભરતીઓ પણ CBRT પદ્ધતિ દ્વારા જ લેવામાં આવશે.
@savji07@GsssbOfficial@sanghaviharsh@Bhupendrapbjp
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
પરીક્ષા ક્લાસ ૨ જેવી પગાર ધોરણ પટાવાળા થી નીચું પાંચ વર્ષ શોષણ...
ગતીશીલ ગુજરાત
પ્રગતિશીલ ગુજરાત
વિકસિત ગુજરાત
સિલેબસ ના નામે રમત રમે છે આ લોકો..
#Gujarat#Revenue_Talati
તલાટી...
કોઈ એ વિચાર્યું હતું કે આવા સાવ નવા જ રૂપ-રંગ માં આવશે???
ફક્ત એક ઇન્ટરવ્યુ ની કમી છે બાકી ક્લાસ 1-2 ની પરીક્ષા વાળી ફીલિંગ્સ આવી જાત...
જે અધિકારી એ આવા સૂચન કર્યા હોય અને જે મંત્રીએ માન્ય રાખ્યા હોય તે લોકોએ પણ એક વાર આ પરીક્ષા આપવી જોઈએ એટલે પાણી મપાઈ જાય...
#તલાટી ની પરીક્ષા ની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ભરતી આવી એટલે ખુશ થયા પરંતુ જ્યારે અભ્યાસક્રમ આવ્યો ત્યારે ખબર પડી કે ભૂલથી ક્લાસ 2 નો મૂક્યો છે, તૈયારી તો #ક્લાસ 3 ની કરતા હતા
ક્લાસ 2 અને ક્લાસ 3 ની તૈયારી કરવા વાળા ઉમેદવારો અલગ હોય છે પગાર ધોરણ અલગ છે તો અભ્યાસક્રમ કેમ એક?
જે લેવલ હોય એ મુજબ અભ્યાસક્રમ હોવો જોઈએ
#talati
"ભરતી થવાની ખુશીથી લઈને #નિમણુંક_રદ થવાના ઘા સુધી"
#ન્યૂ_ગુજરાત_મોડલ માં 👇🏻શરૂ થાય છે નાટક જેનું દિગ્દર્શન 'વ્યસ્થા ' કરે છે:👇🏻
1. ખાલી જગ્યા માટે માંગણાપત્ર,
2. વિભાગથી મંજૂરી મળી,
3. ભરતીના નીતિનિયમ ઘડાય,
4. જાહેરાત પ્રસિદ્ધ થઈ,
5. ફોર્મ ભરાયા
6. પ્રિલિમ પરીક્ષા લેવાઈ,
7. CPT પરીક્ષા લેવાઈ,
8. પરિણામ આવે,
9. મેરીટ યાદી પ્રસિદ્ધ થાય,
10. પ્રમાણપત્ર ચકાસણી (DV) પણ થઈ,
11. અને છેલ્લે વચન મળે કે "હવે તો #અઠવાડિયામાં નિમણૂકપત્ર મળશે!"
👆🏻.....પણ એ "અઠવાડિયું" ક્યારેય પૂરું થતું જ નથી.
👉સાત સાત મહિના વીતી જાય છે, ઉમેદવાર દરરોજ ઈ-મેઈલ ચેક કરે, 🤔સંસ્થાની વેબસાઈટ ખોલે, ટેલિગ્રામ ગ્રુપમાં પ્રશ્ન કરે –🙄
"કોઈ અપડેટ છે? કોઈ ખબર ?"🤔
ઘણો સમય વ્યતિત થઈ ગયા બાદ
એક લીટીમાં વેબસાઈટ પર લટકે છે એક ઠંડો મેસેજ :👇🏻
તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે #ભરતી_રદ કરવામાં આવે છે.....😱
📌"આ ભરતીને #પૂર્વમંજૂરી મળેલ ન હોવાથી રદ કરવામાં આવે છે."📌
👆🏻એવું #તર્કહીન કારણ આપવામાં આવે કે જે કોઈના ગળે ન ઉતરે..."
👆🏻આ તો નાનપણ માં સાંભળતા એવું થયું, રામાયણ પૂરી થઈ ગયા પછી કોઈ પૂછે રામ કોણ ?
🤔તો અત્યારસુધી ભરતીના નામે શું સર્કસ ચાલી રહ્યું હતું ??"
🤯વિચારો આટલી આટલી પ્રોસેસ ક્યાં આધારે કરી હશે ??
🛑 અહીં ઘણા બધા પ્રશ્નો પેદા થાય છે: 🛑
❓ જ્યારે જગ્યા માટે મંજૂરી ન હતી તો આ આખી પ્રક્રિયા શેના આધારે કરવામાં આવી ?🤔
❓ ઉમેદવારોના વર્ષો બગાડવાના જવાબદાર કોણ ? 🤔
❓ કેવી રીતે આધાર વગર પૂરાં વચનો આપવામાં આવ્યા ?🤔
❓ કોઈ કહશે આમાં ઉમેદવારો શુ દોષ તેઓ શું કરે ?
🛑આ બધું થઈ ગયા પછી આખરે બાકી શું રહે છે ?
સપના તૂટી ગયેલા આશાસ્પદ યુવાનો.😞😒
માફી વગરની ભૂલો.🙂↔😢😭
અંધકારમાં ઓગળેલી આશાઓ.🤬
👇🏻👇🏻વિગતે મૂળ વાત👇🏻👇🏻
📌ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં #લેબ_આસિસ્ટન્ટ માટે તા.૦૮/૦૨/૨૦૨૪ ની જાહેર ખબર પ્રસિદ્ધ થઈ.
📌ઉમેદવારે ઉમેદવારી નોંધાવી અને પ્રિલિમ પરીક્ષા 29/09/2024 એ આપી. 03/10/2024 ના રોજ CPT લેવામાં આવી.
📌એસ.એમ.પટેલ કોલેજ મારફતે એક દિવસ બાદ ફાઈનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.
📌મેરીટમાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રો ની ચકાસણી (DV) કરવામાં આવ્યું.
🙂↕️નિમણુંકપત્ર આપવાની વાતને સાત સાત મહિના વીતી ગયા પણ નિમણુંકપત્રની જગ્યાએ હંમેશા બસ હૈયા ધારણા અને વાયદા જ મળ્યા.
🤯 સાત મહિના બાદ અને આજથી બે દિવસ પહેલા કહેવામાં આવ્યું કે ભરતી કરવા માટે પૂર્વ મંજૂરી મળેલ નથી એટલે પરીક્ષા રદ કરવામાં આવે છે. બોલો બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હવે કહે છે પૂર્વ મંજૂરી નથી મળી.
👆આ ઘટના છે ચારૂતર વિદ્યામંડળ અંતર્ગત આવતી S.M. પટેલ કોલેજ અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના ટ્રાન્સપરન્ટ મોડેલની–પહેલા બધી પ્રોસેસ પૂર્ણ કરાવી લ્યો અને પછી કહો કે નિમણૂંક રદ !
📌 ઉમેદવાર ભાઈઓને મીઠો લાડીલો વાયદો આપી દેવાનો:“અઠવાડિયામાં પત્ર મળશે…” અને એ અઠવાડિયું હવે માધવપુરના મેળાથી લઈ વડનગરના બોર્ડ મીટિંગ સુધી વિસ્તર્યું છે !
🛑આ ઘટના માત્ર S.M. Patel કોલેજ અથવા ચારૂતર વિદ્યામંડળ સુધી મર્યાદિત નથી –આ છે આખી #વ્યવસ્થાનો_વાસ્તવિક ચહેરો જ્યાં કોઈ #જવાબદાર નથી અને કોઈ જવાબદારી લેવા માંગતું જ નથી.
🛑મિત્રો હવે મૌન તોડવાનો સમય છે.🤬😖
હવે જવાબ માંગવાનો સમય છે.
હવે પ્રશ્ન ઊઠાવવાનો સમય છે.
– અવાજ ઉઠાવવો પડશે.
– જવાબદારી નક્કી કરવી પડશે.
– બાકી સિસ્ટમ બદલે નહીં ત્યાં સુધી આવા કિસ્સા પુનરાવર્તીત થતા રહેશે.
📌આ #ન્યૂ_ગુજરાત_મોડલ છે જ્યાં #નિમણૂંક_રહિત_વિકાસ છે અને આવા #વિદ્યામંડળ #વિનોદમંડળ કે વ્યાજમંડળ બની ગયા છે.
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia