ફિક્સ પે કર્મચારીની વેદના: સરકાર પણ જાણે છે કર્મચારી પણ જાણે છે 5 વર્ષ ની નીતિ શોષણકારી છે છતાં સરકારે કર્મચારીઓ ને અન્ય રાજ્યો ની જેમ 1-2 વર્ષ નીતિ રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આ કેશ ને 13 વર્ષ થઈ ગયા જે કોઈના હિત નથી. @Jamawat3@CMOGuj@YAJadeja
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને માનવ ગૌરવના તેમના મૂલ્યોને યાદ કરીએ છીએ.
આ પવિત્ર દિવસે આપણી સંવેદનશીલ ગુજરાત સરકાર સમક્ષ રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નના ન્યાયસંગત અને માનવીય ઉકેલ માટે ફિક્સ પગારના લાખો કર્મચારીઓની આ રજૂઆત છે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સરકારી સંલગ્ન સંસ્થાઓમાં ફિક્સ પગાર પદ્ધતિ હેઠળ સેવા આપતા કર્મચારીઓ વર્ષોથી પોતાની ફરજો બજાવી રહ્યા છે.
તેમની જવાબદારીઓ, કાર્યનો બોજ અને જાહેર સેવા પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને તેમની સેવા-શરતો અને વેતન વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા થવી ખૂબ જરૂરી છે.
આથી હવે રાજ્ય સરકારે ફિક્સ પગાર પદ્ધતિની સમગ્ર વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરી, લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓ માટે વધુ ન્યાયસંગત અને પારદર્શક વ્યવસ્થા અંગે આ શોષિત અને અન્યાયકારી નીતિ દૂર કરી લાખો કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.
કર્મચારીઓની રજૂઆતના મુખ્ય મુદ્દાઓ:
🔹 ફિક્સ પગારની પદ્ધતિનો અંત લાવવાની દિશામાં વિચારણા કરવામાં આવે.
🔹 સમાન પ્રકારનું કામ કરતા કર્મચારીઓ માટે વેતન અને સેવા-શરતોમાં સમાનતા અંગે વિચારણા થાય.
🔹 સેવા સુરક્ષા, પગારવધારો અને અન્ય સેવા લાભોની યોગ્ય સમીક્ષા કરવામાં આવે.
આ મુદ્દો માત્ર પગાર વધારાનો પ્રશ્ન નથી.
આ મુદ્દો એવા કર્મચારીઓની સેવા, પરિવારની આર્થિક સુરક્ષા, ભવિષ્યની સ્થિરતા અને મહેનતને મળતા યોગ્ય વળતર સાથે જોડાયેલો છે.
સરકાર અને કર્મચારીઓના મંડળ વચ્ચે સંવાદ દ્વારા વ્યવહારુ અને ન્યાયસંગત ઉકેલ લાવી શકાય છે.
ગાંધીજીના સત્ય, અહિંસા અને માનવ ગૌરવના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે સમાજના દરેક વર્ગના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે અને દરેકને બંધારણીય સમાન દરજ્જો અને સમાન મહેનતનું સમાન વેતન મળે.
આથી ગાંધી જયંતિના અવસરે રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય કમિટી બનાવી આ શોષિત નીતિને સંપૂર્ણ નાબૂદ કરવાની સમીક્ષા કરવામાં આવે તેવી વિનંતી છે.
આ વર્ષે દિવાળી નજીક આવી રહી છે.
રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ લાંબા સમયથી જે પ્રશ્નનો ઉકેલ ઈચ્છી રહ્યા છે, તેના અંગે સરકાર તરફથી નક્કર નીતિગત નિર્ણય, સ્પષ્ટ સમયબદ્ધ પ્રક્રિયા અને સત્તાવાર જાહેરાત થાય તો તે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મોટી ભેટ મળી રહેશે.
આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp
અને ગુજરાત સરકારને વિનંતી છે કે—
“ફિક્સ પગાર પદ્ધતિ અંગે રાજ્યવ્યાપી વ્યાપક સમીક્ષા કરી, કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત અને વ્યવહારુ સેવા-વેતન વ્યવસ્થા અંગે આ દિવાળી પહેલાં નક્કર નિર્ણય લેવા બાબતે વિચારણા કરવામાં આવે.”
સત્ય • ન્યાય • સમાનતા • માનવ ગૌરવ
#GandhiJayanti #FixedPay #GujaratEmployees #EmployeeRights #EqualPay #GujaratGovernment #DiwaliGift
@sanghaviharsh@iJagdishBJP@Vivekdoza@hdraval93@chetan_pagi@Janak_Sutariyaa
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj@ADevvrat
ફિક્સ પે ને લઈ કેટલાક સવાલ
1.શું 5 વર્ષ કર્મચારી નું જીવન સ્થગિત હોય ?
2.શું 5 વર્ષ સુધી મોંઘવારી એ જ રહેશે ?
3.શું તેના પરિવાર માં બાળકો મોટા નહીં થાય અને ખર્ચ નહીં વધે ?
4.શું આર્થિક તણાવ ના કારણે કર્મચારી આનંદ સાથે કાર્ય કરી શકશે ?
@Bhupendrapbjp@Janak_Sutariyaa
માનનીય મુખ્યમંત્રીશ્રી, @Bhupendrapbjp
ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલી ફિક્સ પગાર પદ્ધતિની નાબૂદી કરી લાખો કર્મચારીઓને કાયમી કર્મચારી સમાન સેવા-લાભ આપવા બાબત તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી.
ગુજરાતને દેશના વિકાસના ક્ષેત્રે અગ્રેસર અને કર્મચારી કલ્યાણની બાબતમાં સંવેદનશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના વિકાસમાં સરકારી કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
પરંતુ બીજી તરફ વર્ષોથી વિવિધ સરકારી વિભાગો તથા સંલગ્ન સંસ્થાઓમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ આજે પણ અનેક સેવા અને આર્થિક અસમાનતાઓનો સામનો કરી રહ્યા છે.
ફિક્સ પગારના કર્મચારીઓની મુખ્ય મુશ્કેલીઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
૧) સમાન જવાબદારી અને કામગીરી છતાં ૫ વર્ષો સુધી ફિક્સ પગાર.
૨) નિયમિત કર્મચારીઓની સરખામણીએ વિવિધ સેવા-લાભોમાં કોઈ જ લાભ નહીં.
૩) પ્રમોશન તથા ઉચ્ચતર પગારધોરણની તકોમાં વિલંબ.
૪) લાંબા ગાળાની આર્થિક તથા સામાજિક સુરક્ષા અંગે અનિશ્ચિતતા.
૫) પરિવારની જવાબદારીઓ, મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે આર્થિક મુશ્કેલીઓ.
૬) નિવૃત્તિ અને અન્ય ભવિષ્યલક્ષી લાભો અંગે અનિશ્ચિતતા.
આ કર્મચારીઓ પણ નિયમિત કર્મચારીઓની જેમ જ સરકારની વિવિધ કચેરીઓ, શાળાઓ, કોલેજો, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી તથા અન્ય સેવાઓમાં પોતાની ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેથી માત્ર તેમની ભરતીની પદ્ધતિ અલગ હોવાના કારણે લાંબા સમય સુધી સેવા-લાભમાં અસમાનતા રહેવી જોઈએ નહીં તેની સરકાર દ્વારા તાત્કાલિક સમીક્ષા થવી જરૂરી છે.
આથી ગુજરાતના માનનીય મૂર્દુ અને મક્કમ તથા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોના હિતમાં વિનમ્ર વિનંતી છે કે:
1. ગુજરાતમાં અમલમાં રહેલી ફિક્સ પગાર પદ્ધતિની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.
2. લાંબા સમયથી ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓને નિયમિત સેવામાં સમાવવાની નીતિ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
3. ફિક્સ પગારના કર્મચારીઓને મળતા પગાર તથા નિયમિત કર્મચારીઓને મળતા સેવા-લાભ વચ્ચેના તફાવતને તબક્કાવાર દૂર કરવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
4. કર્મચારીઓની સેવા, અનુભવ અને લાયકાતને ધ્યાનમાં રાખીને તેમની અગાઉની ફિક્સ પગારની સેવા પણ યોગ્ય હેતુઓ માટે ગણવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવે.
5. કર્મચારીઓના પ્રમોશન, ઉચ્ચતર પગારધોરણ, નિવૃત્તિ લાભ તથા અન્ય આનુષંગિક સેવા-લાભ અંગે રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવે.
6. સમગ્ર પ્રશ્નના કાયમી નિરાકરણ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી સમયબદ્ધ અહેવાલ મંગાવવામાં આવે.
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ફિક્સ પગારના કર્મચારીઓ સરકારથી કોઈ વિશેષ કૃપા નહીં પરંતુ તેમની વર્ષોની સેવા, મહેનત, અનુભવ અને જવાબદારીને અનુરૂપ ન્યાયસંગત સેવા-વ્યવસ્થા ઈચ્છે છે.
આથી રાજ્યના લાખો કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના હિતમાં, તેમની લાંબા સમયથી ચાલી આવતી વેદનાને સંવેદનશીલતાથી સમજીને ફિક્સ પગારની અન્યાયકારી લાગતી વ્યવસ્થાને દૂર કરવા અને કાયમી તથા ન્યાયસંગત ઉકેલ લાવવા માટે તાત્કાલિક નીતિગત નિર્ણય લેવામાં આવે તેવી હૃદયપૂર્વક વિનંતી છે.
“વર્ષોની સેવા બાદ પણ અનિશ્ચિતતા નહીં,
સેવા મુજબ સન્માન અને ન્યાય જોઈએ.”
માનનીય મુખ્યમંત્રીશ્રી, લાખો કર્મચારીઓની આશા આપના સંવેદનશીલ અને મક્કમ નિર્ણય પર ટકેલી છે અને અમને આશા છે આપ લાખો કર્મચારીઓની આ વેદનાને વાચા આપી આ બાબતે જરૂર યોગ્ય નિર્ણય કરશો.
#ફિક્સપગારનાબૂદકરો
#FixedPay
#GujaratEmployees
#EmployeeWelfare
#EqualPay
#GujaratGovernment
@sanghaviharsh@CMOGuj@dave_janak@devanshijoshi71@hdraval93@Janak_Sutariyaa@isudan_gadhvi@Gopal_Italia@YAJadeja