અવિશ્વાસભર્યું સાહેબ!
પહેલા તો આ અખબારી જાહેરાત જોઈ આનંદ થયો!
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી (HNGU) સંલગ્ન કોલેજોમા અધધ 5000+ જગ્યાઓની ભરતી ! !
#Principal / Director327+30 = 357
#Assistant_Professor2739+332+72 = 3143
#Associate_Professor / Prof206
#Librarian / PTI / Tutor198+31+25+25+84 = 363
Drill Master / Training Officer55
🛑કુલ મળીને: અંદાજિત 5800+ જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે છે, જેમાં સૌથી વધુ Assistant Professor ની છે.👆🏻
🤔માણસ વિચાર કરે કે હવે તો રોજગારીની વરસાદ આવશે... યુવાનો માટે રોજગારીના દરવાજા ખુલી ગયા.
📢 "વિજ્ઞાપન પ્રકાશિત થયું છે... પણ શું શિક્ષણની શેરીમાં અજવાળું આવશે ?"🤔
🤔થોડા ક્ષણમાં જ અનેક સવાલો ઘેરાઈ ગયા:👇🏻
👉 આટલી જગ્યાઓ અત્યાર સુધી ખાલી કેમ હતી ? અને ખાલી જ હતી તો વિદ્યાર્થીઓ ભણતા શાના આધારે હતા?🤔
👉 આટલી કોલેજો ચાલતી કેવી રીતે હતી જ્યારે અધ્યાપકો કે અન્ય સ્ટાફ ખાલી પડેલો હતો ?🤔
👉🏻આ તો ફક્ત એક યુનિવર્સિટીની સ્થિતિ છે, ગુજરાતની અન્ય સરકારી કે ખાનગી યુનિવર્સિટીની પરિસ્થિતિ શું હશે ?
👆🏻શંકા વધી ગઈ, કારણ કે આ તકો કરતા પ્રશ્નો વધુ ઊભા થાય છે...👇🏻
📌 સર્વવિદિત છે કે#HNGU અંતર્ગત અગણિત એવી સંસ્થાઓ છે જે ફક્ત કાગળ ઉપર છે.
📌 ઘણી કોલેજો તો એવી છે જ્યાં:
▪️ વિદ્યાર્થી માત્ર ફોટોશોપમાં હોય
▪️ લેબ માત્ર નામે હોય
▪️ લાઇબ્રેરીમાં ધૂળ વધુ હોય અને પુસ્તકો ઓછા
▪️ અને સ્ટાફ હોઈ જ નહીં તો ભૂલથી પણ ક્યાંથી દેખાવાના !
⛩️ગુજરાત ની કોઈપણ યુનિવર્સિટી માં આવી ભરતી ક્યારેય નહીં આવી હોય એટલે દાળ માં કઈ કાળું હોય એવું લાગે છે.
🛑સરકાર દ્વારા “#સૈદ્ધાંતિક_મંજૂરી” ફરજિયાત મેળવી લેવી એવી જાહેરાતથી સંસ્થાઓ દ્વારા “સૈદ્ધાંતિક મંજૂરી” માટે આ #નાટક નું તરકટ કરવામાં આવી રહ્યું હોઈ તેવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
😃ભરતીનું આ નાટક જોવા હું તો જવાનો જ છું તમને પણ આમત્રણ આપું છું આ “ભરતી મેળા “ ના નાટક માં આપ પણ પધારો.
📌 અને હા, હવે જાહેરાત આપી દીધા બાદ વળી **"સૈદ્ધાંતિક મંજૂરી"**નું રટણ શરૂ થશે: "સરકાર તરફથી અનુમતિ મળશે તો અમે ભરતી પ્રક્રિયા ચાલુ કરીશું..."
અરે પહેલા પૂછવું પડે:
– શુ આ રજુઆત છે કે રજુઆતના નામે ડ્રામા છે?
– શુ રોજગારી માટેનું લાલચ આપી યુવાનોને ફરીથી હથેળી મા ચાંદ બતાવવામાં આવી રહ્યો છે?
📌 આવી ખાલી જગ્યાઓ માટે
કેવી રીતે વર્ષો સુધી પરિણામ છાપ્યા વગર કોલેજો ચાલુ રહી હશે ?
કેવી રીતે વિદ્યાર્થીઓ પાસ થયા હશે જ્યારે અધ્યાપક અને પ્રોફેસર હાજર જ નહોતા ?
કેવી રીતે યુનિવર્સિટીની NAAC/NIRF જેવી રેન્કિંગમાં આ બધું છુપાયું હશે?
👉🏼 શા માટે અત્યાર સુધી કોઈ ચેકિંગ ન થયું?
👉🏼 શું આ બધા ખાલી પદો માટે ફક્ત રોજગાર વાંચ્છુક ને ગાજર દેખાડવા અને સરકાર પર પ્રેશર કરવા માટેની જાહેરાત છે કે પછી ફક્ત તરકટ ?
👉🏼 કે પછી આ શૈક્ષણિક જગ્યા ખાલી છે પણ વ્યવસાયિક વ્યવસ્થાઓ ભરી દેવામાં આવી છે?
📢 શિક્ષણ જોતાં જોતાં વેપાર બની ગયો છે!
યુનિવર્સિટી શું ખરેખર શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે, કે પછી નિયુક્તિ અને મંજૂરીના નાટકોના નિર્માતા બની ગઈ છે?
🛑 3305 જગ્યાઓ ખાલી હોય એ દુઃખદ છે,
🛑 પણ એ જગ્યાઓ વર્ષો સુધી ખાલી રહી અને કોલેજો પછી પણ ચલાવાય – એ તો નિષ્ઠા પર તિરસ્કાર છે.
🧑🏻🏫અંતે એક વાત - માની લો આ જાહેરાત મુજબ ઉમેદવારો ની પસંદગી થશે તો શુ ઉમેદવારોને નોકરી મળશે કે નહીં એ જ સૌથી મોટો સળગતો પ્રશ્ન છે ???????
🧑🏻🏫અને જો આટલા બધા ઉમેદવારોને નોકરી મળવાની જ નથી તો તો Modern Fake Advertisement Scam જ કહેવાય ને......?!!!!
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#FakeEducationModel
#રોજગારનું_ગાજર
#શિક્ષણ_કે_શણગાર
#અંધકાર_ની_યુનિવર્સિટી
#HNGU_Bharti_Natak
#BhartiNiSatyaKatha
#RojgarNiRamat
#DegreeFactoryModel
#Gujarat
@CMOGuj@EduMinOfIndia@ugc_india@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dhruv_rathee
શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 90 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે.
આ નિર્ણયથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે.
મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓ વચ્ચે કેમ આટલો ભેદભાવ?
-નાના કર્મચારીઓની આર્થિક અને પારિવારીક સમસ્યાઓને સરકારે ધ્યાને લેવી જોઈએ
-મોંઘવારીના સમયમા તેઓ માનસિક રીતે ચિંતાથી પીડાય છે.
#Remove_Fixpay_in_gujarat
મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
5 વર્ષ શાસન કરવાના ધારાસભ્યને 1 લાખથી પણ વધુ પગાર અને આજીવન પેન્શન,..
જ્યારે સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર.
સંવેદનશીલ સરકાર આને કહેવાય?
આ તે કેવું ગુજરાત મોડેલ ?
#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat