Between the Lines = એ જ છે કે ખૂણે રહેલાને ખૂણે રાખવાની રમત બધે ચાલે છે ⬇️
જે 'ક્લાસ' હુકમરાન છે, તે પોલિસી મેકર્સ છે અને "કંટ્રોલિગ ઓથોરિટી" પણ છે. તેમણે સૌથી પહેલા વર્ગ-૪ને ખતમ કર્યો અને હવે નીચેથી ઉપર- અમારી સમકક્ષ આવો જ કેમ ? આ માનસિકતા માત્ર બધે છે @RemoveFixPay
હું ૧૯૯૩માં MBBS માં પણ જોડાયો. પછી બાળકોનો સ્પેશિયલિસ્ટ MD(Ped), પછી નવજાત શિશુ વિશે(Neonatology) વિશેષ ભણ્યો ! ૨૦૦૩માં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (મેડિકલ ટીચર) તરીકે જોડાયો, ત્યારથી કોલેજ સાથે જોડાયેલ સરકારી હોસ્પિટલમાં પૂર્ણ-સમય શિક્ષક અને બાળકો અને ��વજાત શિશુ નિષ્ણાત તરીકે સેવા બજાવું છું! ગરીબ દર્દીઓને મદદ કરવા અને સેવાનું સ્તર સુધારવા સતત કાર્યરત રહું છું. ભણતો અને ભણાવતો રહું છું અને સમાજ માટે MBBS અને MD(બાળરોગ) ડોકટરોની પેઢીઓને ઉછેરવામાં શિક્ષક તરીકે આનંદ અનુભવું છું!
ચિંતન અને અનુભવે સમજાયું કે જ્યાં સુધી આપણું તબીબી જ્ઞાન સામાન્ય માણસની સમજમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી આપણે ભારતના લોકોના આરોગ્ય માં પરિવર્તન લાવી શકવાના નથી! તેથી હું સોશિયલ મીડિયાનો ઉપયોગ દરેક જનસામાન્ય સુધી પહોંચવા માટે અસરકારક સાધન તરીકે કરું છું! આપ સૌના આશીર્વાદ અને સ્નેહ મળતો રહે છે જય હિન્દ - જય ભારત! 🙏🏼
#HappyDoctorsDay
ખેતર માં ભાગિયા તરીખે કામ કરતા લોકો કે મજૂરવર્ગ સુઘી પોલિયોની રસી પોહચે એના માટે હાઉસ ટુ હાઉસ ફરીને પોલિયોના બે ટીપાં પીવડાવી સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી પીવડાવવામાં આવી. @ABDMGujarat@WHO @GujHFWDept @Bhupendrapbjp@narendramodi@NagarJitendra
જુના બેક્ટેરિયાઓ કે નવા બેક્ટેરિયાઓ ઉપર પણ નવી દવાઓ કામ નથી કરતી અને એન્ટિબાયોટિક ના-કામ થઈ રહી છે. આ વિશે જો એનાલિસિસ કરીએ તો બે દુઃખદ બાબતો સામે આવે છે
1️⃣ નવી એન્ટિબાયોટિક્સ ના નામે માત્ર જૂની દવાના અણુ માં મા���્ર જરીક અમથો ફેરફાર થાય છે જેથી બેક્ટેરીયા થી સ્માર્ટ કહેવાઈએ. જેવી રીતે જુના સોફ્ટવેરને બગ આવે ત્યારે થોડીક અપડેટ થી ફિક્સ કરવામાં આવે! પણ નવો સોફ્ટવેર નથી બનાવવામાં આવતો. ઘણા વર્ષોથી કોઈ નવીન રીતે કામ કરતી નવા કલાસની દવા નથી શોધાઈ.
2️⃣ કંપનીઓને આમાં રસ નથી! કારણકે એન્ટિબાયોટિક્સ બહુ તો સાતથી દસ દિવસ લેવાશે જ્યારે બીપી, ડાયાબિટીસ જેવા રોગોની દવાઓ જીવનભર લેવાશે એટલે એ દિશામાં શોધ કરીને વધુ નફો વધુ પૈસા મળી શકે છે!
પરિણામ: દવા કંપનીઓને એન્ટિબાયોટિક્સ શોધવામાં કોઈ જ રસ નથી.
#AMR #AntiMicrobialResistance
@Janak_Sutariyaa કથાકાર કેવા હોય એ સાંભળવું હોય તો પૂ. ડોંગરેજી મહારાજ ની કથા ની વિડિયો કેસેટ જોઈ લેવી. બાકી આજકાલ મોટા ભાગ ની કથા નહિ પર રાજકીય પ્લેટફોર્મ માટે ની હોય છે
નવજાત શિશુને માતાનું નામ આપીને માતૃત્વનું સન્માન કરવું એ નવજાત શિશુ વિભાગની પરંપરા છે. જેમકે બેબી ઓફ XYZ બેન! માતા અને બાળક વચ્ચેના ઊંડા જોડાણનું પ્રતીક છે, જે માતાઓના અનન્ય અને શક્તિશાળી પ્રભાવની ઉજવણી કરે છે. ઘણીવાર બાળક આજ નામ અપનાવી લે છે.. દા.ત.સંજય લીલા ભણશાલી! #mothers