જમાવટ માત્ર એક ચેનલ નથી,
તે જીવતા પ્રશ્નોનો ધબકાર છે.
એક જીવંત ચેતના છે...
અને તમે એ ચેતનાનું ધબકતું હૃદય.
લોકોની આંખ, તેમના પ્રશ્નોનો પ્રતિભાવો,
અને અન્યાય સામેની તીવ્ર વાણી
આ બધું તમે તમારી વૃત્તિ તરીકે નહિ,
પણ તમારા અસ્તિત્વ તરીકે જીવ્યું છે.
અમને ટકોર કરવાની, ગુસ્સો વ્યક્ત કરવાની,
તમારી હાજરીની અપેક્ષા રાખવાની છૂટ છે,☺️
કારણ કે અમે તમને પોતીકા ગણીએ છીએ.
અને આજે એ અસ્તિત્વ એક નવા જીવનને નિર્માણ કરવા જઈ રહ્યું છે, એટલે આ વિરામ નબળાઈનું નહિ, સર્જનનું છે 🌱✨.
આ વિરામ તમારી કમજોરી નથી.
આ તમારી મહાન સર્જનયાત્રા છે.
જગતને જેવો સંતુલિત, વિચારસરણીય, નિર્લેપ માનવી જોઈએ તે મનુષ્યનું બ્લૂપ્રિન્ટ આ ક્ષણે તમારા હૃદયમાં રચાઈ રહ્યું છે 🕊️.
સામાજિક સત્ય બોલવાની તમારી તીવ્રતા જેટલી પવિત્ર છે,
એટલી જ પવિત્ર માતૃત્વની આ સફર પણ છે 🤍.
શરીર પોતાની ગતિ નક્કી કરે છે,
હૃદયે પોતાની પ્રાથમિકતાઓ.
અને આ ક્ષણે, તમારા હૃદયની પ્રથમ પ્રાથમિકતા -
તમારા ગર્ભમાં વિકસતું એ નવજાત જગત છે 👶✨.
માતૃત્વના સૌથી પવિત્ર,
સૌથી સાહસિક,
સૌથી સ્વપ્નીલ અવસરે -
અમારા હૃદયમાંથી આશીષ 🤲🌸
તમારા માતૃત્વને વંદન 🙏
તમારા સંઘર્ષને સલામ ✊
અને તમારા આવનારા નવજાતને
અમારી તરફથી અસીમ પ્રેમ અને પ્રકાશ ☀️💛
માતૃત્વના આ પવિત્ર અવસરે હૃદયપૂર્ણ અભિનંદન અને શુભેચ્છાઓ. 🌷
भवतु ते मातृत्वमंगलम्। 🌼
ॐ सर्वेषां स्वस्तिर्भवतु । 🕉️
સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે.
હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઈન્સ્ટાઈન તે નક્કી તમારે કરવાનું છે.
https://t.co/zCFm7MXu5l
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લાર્ક પોસ્ટની ખાલી જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માધ્યમથી એક ભરતી બહાર પાડવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી તા : ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં બિન શૈક્ષણિક સંવર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સિનિયર ક્લાર્ક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું.
જગ્યાનું નામ : સિનિયર ક્લાર્ક
પદની સંખ્યા : 1
ઉમેદવારી નોંધાવનાર : 63
પરીક્ષા માં હાજર રહેનાર : 32
જાહેરાત તારીખ :07/10/2023
પરીક્ષા તારીખ : 20/01/2025
પરીક્ષા કેન્દ્ર : BRS કોલેજ બિલપૂડી (ધરમપુર)
પરીક્ષા સમય : 2:30 થી 5:30
પરીક્ષા પદ્ધતિ અને પ્રકાર :
OMR 210 પ્રશ્ન અને 210 ગુણ, પ્રશ્ન ખોટો પડે તો નેગેટિવ માર્કસ 0.25
પરીક્ષાનું આયોજન બે તબક્કામાં
1 - પ્રિલિમ (OMR/CBRT) 210 ગુણ
2 - CPT (COMPUTER PROFICIENCY TEST) 100 ગુણ
પરીક્ષાની જવાબવહી(ANSWER KEY) અને OMR સીટ પ્રસિધ્ધ કર્યા તારીખ - 24/01/2025
અમે અને આમરી ટીમ દ્વારા વિષ્લેષણ કરતા જાણવા મળ્યું કે,
બેઠક ક્રમાંક S-0041 નાં ઉમેદવાર પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ નામના હોનહાર ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210 / 210 ગુણ પ્રાપ્ત થાય છે.
► અજીબ વાત તો એ છે કે “આન્સર કી પ્રમાણે” ઉમેદવારનાં બધાં જ 210 પ્રશ્નો સાચા પડે છે.
► ચોકવાનારું એ પણ છે કે આન્સર-કી માં અમુક પ્રશ્નોના જવાબ / વિકલ્પમાં ભુલ છે તો તે ઉમેદવારના જવાબ કે વિકલ્પ તેમાં પણ આન્સર કી પ્રમાણે જ જવાબ આપેલ છે.
► આ કોઈ સ્કૂલ કે કોલેજની પરીક્ષા નથી કે જેમાં એક જ પુસ્તક માથી બધા જ પ્રશ્નો પૂછાય, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે જેમાં વિશ્વના કોઈપણ ખૂણેથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પણ આ ભાઈને 210/210 ગુણ પ્રાપ્રત થાય છે. એટલે પૂરા ગુણ મેળવનાર ઉમેદવારને વર્તમાન આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેવામાં કંઈ જ ખોટું નથી.
► અમુક પ્રશ્નો તો એટલા સરળ કે ધોરણ 6 થી 8 નાં પાઠ્યપુસ્તક માંથી હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પેપર સેટર દ્વારા રજૂ કરેલ આન્સર કી માં પણ તેના જવાબ ખોટા આપવામાં આવેલ અને ઉમેદવારે પણ તે જ જવાબ ટિક કરેલ હતા ! આ કેવો સંયોગ ?
ઉદાહરણ તરીકે....
1. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું?
a) ભીમદેવ પહેલો
b) કુમારપાળ
c) સિદ્ધરાજ
d) મૂળરાજ
જવાબ - ભીમદેવ પહેલો આવે પરંતુ જયદીપસિંહ એ કુમારપાળ ટિક કરેલ છે તો આન્સર કી સેટરે પણ કુમારપાળ કરેલ છે.
2. ગુજરાતની પ્રખ્યાત મીઠાઈનું નામ ?
a) જલેબી
b) ખારી
c) શ્રીખંડ
d) બાસુંદી
જવાબ આવે જલેબી... પરંતુ જયદીપસિંહ એ શ્રીખંડ(શિખંડ) લખેલ...
3. પ્રેમ ની સંજ્ઞા પૂછવામાં આવેલ છે.
a) દ્રવ્યવાચક,
b) સમૂહવાચક,
c) ભાવવાચક,
d) ક્રિયાવાચક
જવાબ ભાવવાચક આવે છે પરંતુ અહીંયા દ્રવ્યવાચક જવાબ આપેલો છે. 4. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ?
a) ઉદય ઉમેશ લલિત
b) ધનંજય વાય. ચંદ્રમૂડ
c) સંજય કિશન કોલ
d) એસ. અબ્દુલ નઝીર
વર્તમાન CJI Justice Sanjiv Khanna
જે ઓપ્શન જ નથી
5. 👉🏼 400 નાં 25 % અને 300 નાં 30 % વચ્ચે શું તફાવત ?
a) 10
b) 20
c) 30
d) 40
સાચો જવાબ 10 આવે છે પરંતુ અહીંયા આન્સર કી અને જયદીપસિંહ બંનેએ 20 જવાબ ટિક કરેલ છે. 6👉🏼 12, 15, 18,20 ની સરેરાશ કેટલી ?
a) 15
b) 16
c) 17
d) 18
જવાબ આવે 16.25 જે ઓપ્શન જ નથી
► કોમ્પ્યુટરનાં પ્રશ્નોમાં પણ અઢળક ભૂલો જોવા મળી હતી પરંતુ જયદિપસિંહ દ્વારા જે પ્રશ્નોના જવાબ ટિક કરવામાં આવ્યા તે જ જવાબ આન્સર-કી માં આપેલ જોવા મળે છે.
► 210/210 ગુણ પ્રાપ્ત કરનારા વ્યક્તિ આવા સામાન્ય પ્રશ્નો નાં જવાબમાં પણ ભૂલ કઈ રીતે કરી શકે ?
► ચાલો ઉમેદવાર ભૂલ કરે માની લીધું.. પણ તજજ્ઞની આન્સર કી માં પણ ભૂલ થાય ? ઉમેદવાર પણ એ જ જવાબ ટિક કરે આવું કેવું ?
આવું એક માં નહિ 15 થી 16 પ્રશ્ન માં બન્યું છે.
► આ બધી વાત ઉપર થી એવું લાગે છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ખુદ પેપરસેટર છે અથવા આન્સર-કી સેટર છે...અથવા તો જયદિપસિંહ પરમારનો પેપરસેટર કે આન્સર-કી સેટરની માનસિકતા અને પરિવાર સાથે ખૂબ નજીકનો ઘરોબો છે.
📌હવે શું હોઈ તે તો રામ જાણે ?
► ચાલો માની લઇએ આ સંયોગ કે સંજોગ હસે !
પણ એવું કેમ બને કે આટલો ટેલેન્ટેડ વ્યક્તિ OMR નાં સીટ નંબર ભરવામાં ભૂલ કરે અને અને નિરિક્ષક દ્વારા બીજી OMR સીટ આપવામાં આવે..
સાલું ગજબ છે ને!?
► ચાલો આ પણ માની લઈએ કે ભૂલ થઈ હશે,માણસ માત્ર ભૂલને પાત્ર, OMR ને નિરીક્ષક દ્વારા બદલી આપવામાં આવી હસે.
જો કે માનવામાં તો નથી આવતું છતાંપણ ગમે એમ કરીને માની લઈએ.
https://t.co/zCFm7MXu5l
"પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો લોકડાયરા માંથી સન્યાસ"
"ડાયરાનાં એક યુગનો અંત" સાથે આ ઘટના ને મૂલવી રહ્યો છું.
ભીખુદાન ગઢવીનું ડાયરામાં ભજન, સંતવાણી, લોકવાર્તા જીવંત રાખવામાં અમૂલ્ય અને અતુલ્ય યોગદાન રહ્યું છે.🙏🏻
સાહિત્યની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ભીખુદાનભાઈ ગઢવી કે જેની વાતો માં અગાધ ઊંડાણ હોઈ છતાંપણ સીધા સરળ શબ્દો અને ગૂઢ રહસ્ય ધરાવતી બોધવાર્તા / શીખ શીરા ની જેમ પીરસતા, "લોક સાહિત્યના અજાતશત્રુ" ને નજર સમક્ષ સાંભળવો લાહવો રહ્યો છે. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર,દુલાભાયા કાગ ની કાગવાણી, કાનજી ભુટા બારોટ ની જીથરો ભાભો જેવી વાર્તા ભીખુદાનભાઈ ના મુખે રૂબરૂ સાંભળવાનો અદભુત અવસર મળ્યો છે. 😊
સૌરાષ્ટ્રની રઢિયાળી રાતમાં ભીખુદાન ગઢવીની લોક-સાહિત્ય રમઝટ સાંભળતા સાંભળતા અમે મોટા થયા છીએ🙏🏻 એમના મુખે સાંભળેલ લોકવાર્તા,લોકગીત,ભજન,સંતવાણી આજનાં દિવસે પણ જીવનના સુખ, દુઃખ, ભરતી, ઓટ ગમે તે પ્રસંગ હોઈ ખૂબ પ્રેરણા આપે છે.
એવા પ્રસંગ અમે નજર સમક્ષ જોયા છે જેમાં કરુણ પ્રસંગ આવે કે કાળજા કેરો કટકો ગીત ભીખુદાન ભાઈ ના મુખે આવે એટલે જેટલી પણ જન મેદની ડાયરામાં હાજર હોઈ તે બધાની આંખ ભીની કરી નાખે તે તાકાત રહી હતી.😊
હંમેશા સંયમ અને મર્યાદા સાથે ખુમારીની વાતો, જ્ઞાતિ - જાતિ - પક્ષ નાં વિવાદોથી હંમેશા પર રહી જીવન અને મૂલ્ય લક્ષી જ્ઞાન પીરસ્યુ.
ક્યારેય શબ્દોમાં છીછરા પણું કે હલકાય નહીં,વર્તમાન ડાયરામાં બાકાજીકી અને મોરેમોરો કરતા કથિત કલાકારો એ "શું બોલવું કરતા શું ન બોલવું" તેનો ખરેખર ભીખુદાનભાઈ પાસેથી બોધપાઠ લેવો જોઈએ.
એક શબ્દમાં કહેવું હોઈ તો "ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર" એટલે ભીખુદાન ગઢવી...
ઇતિ સિદ્ધમ: ટાઢિયો તાવ, ગુમડાની રૂઝ, ઉમળકો, પ્રેમ, લાગણી, મમત્વ અને દયા અંદરથી આવે. – ભીખુદાનભાઇ ગઢવી
✍🏼યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
આવું જો ગુજરાતમાં થાય તો બધા ભરતી બોર્ડ નું દેવાળું ફૂકાય જાય કે નઈ ?🤔
જે બદલાવ લાવવાની મોટી મોટી ડંફાસ મારે છે ને તે બહુ પાક્સાફ હોઈ તો આ બદલાવ લાવીને બતાવે.
ગુજરાતમાં મૂલ્યાંકન તો દૂરની વાત છે પરંતુ અહીંયા તો પ્રશ્ન પૂછ્યો હોઈ એનો સાચો જવાબ લખ્યો હોઈ એને માર્કસ ન મળે પણ ખોટા લખનાર ને માર્કસના ઢગલા કરી નાખ્યાં હોઈ એવા હજારો દાખલા છે.
હજારો અવાજ દરરોજ કચડાય ત્યારે એકસાથે એક અવાજે નીકળતો અવાજ #આંદોલન નો છે...
જો આંદોલન ના હોત તો કેટલાય ઉકેલ ના આવ્યા હોત...
કોઈ પણ સરકાર સૌથી પહેલા ઉકેલ માટે પ્રયત્ન કરવાની જગ્યાએ આંદોલનને જ કચડવાનો પ્રયત્ન કરે છે, સૌથી સરળ હથિયાર હોય છે કેસ કરીને અવાજ બંધ કરી દેવો... ઇતિહાસ કહે છે આનાથી કોઈ દિવસ આંદોલનો બંધ નથી થયા... માણસો મરે, હિંસા થાય, મુદ્દો માથે આવે એટલે સરકાર સમાધાન તરફ વળે પણ કેસનું શું ??
નેતાઓ સત્તાનો ખેસ પહેરે તો માફી
અને
વિપક્ષનો રસ્તો પસંદ કરે તો હેરાનગતિ
જેમના કેસ માફ થયા એમને અભિનંદન, હવે આશા રાખીએ કે અધિકાર માટે લડતા અને લોકતંત્રમાં આશા સમાન યુવાનો પર કેસ કરતા પહેલા, એમને કચડવાનો પ્રયત્ન કરતા પહેલા એકવાર વિચાર કરજો...
@Bhupendrapbjp@narendramodi@AmitShah@BJP4Gujarat@irushikeshpatel
"🕳️🕳️મોતની ગટર🕳️🕳️"
ફરી એકવાર નઘરોળ તંત્રની ઘોર બેદરકારી / લાપરવાહી એ એક માસૂમ અને નિર્દોષ #કેદાર નો ભોગ લીધો...
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાનો માનવસર્જિત અકસ્માત વિચલિત કરી નાખે એમ છે.
ખુલ્લી ગટરે કોઈ એક પરિવારને આજીવન આક્રંદના અંધકારમાં ધકેલી દીધો છે અને પાલિકાને પોતાની ભૂલનું કોઈ ભાન નથી. ફરી ખુલ્લી ગટર મોતનો દ્વાર બની છે. કોર્પોરેશનના સત્તાધિશોના પાપે નિર્દોષ પરિવારના વ્હાલસોયો આ દુનિયામાં હયાત ન રહ્યા, કલ્પના પણ ન કરી શકાય એવી યાતના અને પીડા પરિવાર પર આવી છે. પરિવારની આ પીડા માટે જો કોઈ જવાબદાર હોય તો તે #SMC ના ખાઈબદેલા સત્તાધિશો છે. જેમને લોકો પીડાની કંઈ પડી નથી. SMCની બેદરકારીના પારે ખુલ્લી ગટરમાં ગરક થયેલુ એ 2 વર્ષનું માસૂમ બાળક જિંદગીનો જંગ હારી ગયો. મહાનગરપાલિકાની ખુલ્લી ગટર તેના માટે મોતની ગટર સાબિત થઈ અને એક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો...
આજથી થોડા સમય પહેલા 4 વર્ષની ભાગ્યશ્રી નો તંત્રની લાપરવાહીને કારણે ભોગ લેવાયો હતો, જો ત્યારે બોધપાઠ લઈને કડક કાર્યવાહી કરી હોત તો આજે આ દિવસ નાં જોવા પડ્યા હોત.
🙏🏻પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે અને પ્રભુ પરિવાર ને દુઃખ અને આઘાત સહન કરવાની શક્તિ આપે.🙏🏻
💐ૐ શાંતિ💐
📌📌📌"પરીક્ષા રદ"📌📌📌
*ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી "#સિનિયર_ક્લાર્ક" ની એક જગ્યા માટે ભરતીનું આયોજન થયું હતું, જેમાં #ગેરરીતિ અને #કૌભાંડના આરોપ લાગતા "શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ની તમામ #પરીક્ષાઓ_રદ કરવામાં આવી છે."
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા #ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી.
. "પરીક્ષા રદ"
👉🏼"પરીક્ષા રદ" આ તો અધૂરો ન્યાય છે,
📌"પરીક્ષા રદ"આ કોઈ વિકલ્પ કે સમાધાન નથી,
📌"પરીક્ષા રદ" ની આડમાં તમે તમારા લાગવક્યા કૌભાંડીઓ ને છાવરી રહ્યા છો.
📌બહુ ઈમાનદાર અને પાક સાફ હોવ તો આની ઉપર ફરિયાદી બની #FIR કરો ને... જે પણ દોષિત હોઈ એને જેલ ભેગા કરો..
: યુવરાજસિંહ જાડેજા
📌પરીક્ષા રદ કરીને તમે તે સ્વીકારો પણ છો કે ગેરરીતિ થઈ છે અને બીજી તરફ તમે આરોપીઓને છાવરો પણ છો. શા માટે ઢાંક પીછોડો કરો છો ?
📌આ રીતે પરીક્ષા રદ કરી ગેરરીતિને છુપાવી તમે બીજા ઉમેદવારો સાથે પણ છેતરપીંડી કરી રહ્યા છો.
📌વિદ્યાર્થીઓએ પરીક્ષા પાછળ આપેલ સમય અને પૈસાનો જે વ્યય કર્યો "પરીક્ષા રદ"થી શું રિફંડ થઈ જશે ?
: યુવરાજસિંહ જાડેજા
📌આ ષડ્યંત્ર પાછળ છુપાયેલા આરોપીઓનું શું ?
📌જેને મહેનત કરીને પરીક્ષા આપી એનો શું વાંક ?
📌જેને અત્યારે ગોબાચારી કરી કે ગેરરીતિ કરી તે ભવિષ્યમાં નહિ કરે એની શું ખાતરી ?
📌એવા કેવા મોટા માથા છે 🤔 જેને બચાવવા આવા નાટક અને તિકડમ કરી રહ્યા છો ?
: યુવરાજસિંહ જાડેજા
📌ગેરરીતિ સામે લાવીને સત્તાધીશો અને કૌભાંડીઓ પર એક્શન લો અને દાખલો બેસાડો ને.
📌તમારે જે લાગવકીયા છોકરાઓને લેવા હતા એનો ભાંડો ફૂટી ગયો તો જે લાયક હતા એને તમે નોકરી આપવા નથી માંગતા આતો એના જેવું થયું.
👉🏼ખોટું કરનાર ઉપર શું એક્શન લીધા ?
👉🏼જે કૌભાંડીઓ છે એને તમે કેમ છોડી દીધા ?
✍🏼 યુવરાજસિંહ જાડેજા
https://t.co/OwfeLNVH5A
સંઘર્ષ નાં એક અધ્યાય ને વિરામ આપી બીજા અધ્યાય તરફ આગળ વધવાનો આ જન્મદિવસે દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ કર્યો છે.
🚩રણમેદાન જરૂર બદલાય છે, અત્યારસુધી ફક્ત #શિક્ષણ અને #રોજગાર ક્ષેત્ર ની ઘણી બદીઓ, ત્રુટીઓ સામે લડ્યો છું. હવે જ્યાં જ્યાં એનું મૂળ છે તેને જડમુળ માંથી ઉખાડવા માટે લડાઈ લડવી છે. હવે અંદાજ અલગ હસે, લડાઈ નો પ્રકાર અલગ હસે, મગરમચ્છો સામે બાથ ભીડવી છે.
🚩#વ્યવસ્થા_પરિવર્તન અને સિસ્ટમ નાં #શુદ્ધિકરણ ની લડાઈ માટે સતત સંઘર્ષ શરૂ રહશે. વિદ્યાર્થી આગેવાન તરીકે ની લડાઈ ને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા,પહેલી લડાઇ 12બેક બિન સચિવાલય(12 /10/ 2019) થી શરૂઆત કરી યુવાનોનાં રોજગારીના પ્રાણ પ્રશ્નોને અત્યારસુધી સતત ઉઠાવતો રહ્યો છું.
🎯આ પાંચ વર્ષમાં અસંખ્ય ચડાવ ઉતાર આવ્યા, અગણીત આંદોલન, પોલીસ સાથે ઘર્ષણ, સરકાર સાથે તૂ તૂ મે મે, અધિકારીઓ સાથે જીભાજોડી, નેતાઓ સાથે મતભેદ..... યુવાનો નાં હિત માં સહન કરી અન્યાય સામે અડગ રહી લડાઈ લડ્યા છીએ.
🙏🏻મને આજે એ પણ યાદ છે કે જે વર્તમાન માં બધું નકલી ની ભરમાર ચાલે છે એની શરૂઆત #નકલી_PSI (કરાઈ ટ્રેનીંગ સેન્ટર) નાં ઉજાગર થવાથી થયેલ..એક વ્યક્તિ પૂરી સિસ્ટમ નાં લીરેલીરા ઉડાડી વગર પરીક્ષા પાસ કરે તાલીમ કેન્દ્ર માં પોહચી ગયો એમાં સૌથી મોટી ચૂક ઉજાગર કરી હતી અને પછી ત્યારબાદ નકલી ની લાઈન લાગી...
📌સૌથી મોટી લડાઈ #બિન_સચિવાલય રહી, CM થી લઈને HM અને તમામ ઊંચ અધિકારી ના પાડી ચૂક્યા હતા કે કોઈ ગેરરીતિ નથી થઈ અને સામે પ્રવાહ લડી ને આધાર પુરાવા સાથે ગેરરીતિ ઉજાગર પણ કરી અને સાબિત કરીને પણ બતાવી..
2019 થી સતત વિદ્યાર્થી નાં હક અધિકાર અને ન્યાય માટે લડત લડી
🛑 #12બેક_બિન_સચિવાલય આંદોલન.
(કોલેજ ઉપર પરીક્ષા લેવાનો નિર્ણય રદ થયો)
🛑 #બિન_સચિવાલય પરીક્ષા પેપરલીક બાદ આંદોલન.
(સાબિત થતાં અનેક લોકો જેલ ભેગા)
🛑 #ITI_સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર આંદોલન.
(ત્રણ મહિનામાં નોકરી અપાવી)
🛑 01/08/2018 નાં વિવાદિત GR સામે લડાઇ
(૭૨ દિવસ સતત આંદોલન ચાલ્યું)
🛑 #ઊર્જા_ભરતી કૌભાંડ, ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ્ ઉજાગર કર્યો
(કૌભાંડ થતાં અટકાવ્યું અને દોષિત ને સજા માટે હજીપણ સંઘર્ષ શરૂ)
🛑 #હેડ_કલાર્ક પેપરલીક ઊંચ્છા ફાર્મ હાઉસ થી લીક થયું તેની તમામ ઝીણટ પૂર્વક ની માહિતી આપી.
(તપાસ કરી તો તમામ માહિતી સાચી પડી અને FIR)
🛑 #જુનિયર_કલાર્ક પરીક્ષા બરોડા થી લીક
(માહિતી પરીક્ષા હતી એના એક અઠવાડિયા પહેલાં આપેલ,અને પેપરલિક થતાં ગેરરીતિ કરનાર મોટા કૌભાંડીઓ જેલ ભેગા થયા ને પૂરી ટોળકી પકડાય)
⛔ #કાયમી_શિક્ષક ની ભરતી માટે પૂરા ગુજરાત ભ્રમણ કરી ઠેર ઠેર જાગૃતતા લાવી, શિક્ષણ નું મહત્વ સમજાવ્યું, ને સરકાર નાં નાકમાં દમ લાવી દિધો ને 24700 કાયમી શિક્ષક ની જગ્યા પણ જાહેર થઈ.
⛔આદિવાસી સમાજના બાળકોની #શિષ્યવૃત્તિ એક વર્ષથી અટકાવી રાખી હતી ત્યારે હજારો આદિવાસી સમાજ ના બાળકોને સાથે રાખી આંદોલન કર્યું, કચેરીનો ઘેરાવ કરી બેસી રહ્યા ને બે જ દિવસમાં 150 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી.
🛑અગણિત #પેપરલીક, ઊર્જા વિભાગની અંદર ચાલતા #ઓનલાઇન_સિસ્ટમેટિક_સ્કેમ હોઈ,ગુજરાતમાં ચાલતા #ડમીકાંડ હોઈ, #બોગસ_ડીગ્રી નાં વેપલા હોઈ, શાળા અને #યુનિવર્સિટી (સૌરાષ્ટ્ર, MKBU, HNGU, GTU, નર્મદ યુનિ....)નાં પેપરલીકેજ, કૌભાંડ તથા સડા ને સામાં પાણીએ લડી ઉજાગર કર્યા.
🛑એવું નહીં ફક્ત વિદ્યાર્થી નાં હક અધિકાર અને રોજગારી માટે જ લડ્યા પરંતુ #કર્મચારીઓ માટે પણ લડ્યા
#પોલીસ_ગ્રેડ_પે, GISF, માજી સૈનિક ની પડતર માંગણી, #જેલ_સિપાહી ને પ્રોત્સાહન ભથ્થુ.
🛑 #GSRTC નાં કર્મચારીઓ ને 30% પગાર વધારો માટે લડ્યા...
(દરેક ફિકસ પે ના કમૅચારીઓ ને પગાર વધારો થયો)
🛑 #TRB જવાનો ને નોકરી ઉપર થી દુર કરી દીધા હતા તો તેના માટે લડીને એને નોકરી પાછી અપાવી.(7000 કરતા વધારે કર્મચારી)
⛔ #GETCO નાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે લડાઈ લડી અને ન્યાય અપાવ્યો.
(બરોડા GUVNL કચેરી ઘેરી બેસી રહ્યા અને તમામ માંગણી સ્વીકારી)
👉એક ભરતી બોર્ડ અધ્યક્ષ પદ ઉપરથી દૂર થાય,એક મંત્રીને પણ ઘરે બેસવનો વારો આવ્યો
👉ભરતી કૌભાંડ ઉજાગર કરતા અગણીત કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારી ને જેલ નાં સળિયા પાછળ ધકેલ્યા.
👉પેપરલિકેજ નો કાયદો લાવવામાં યથાશક્તિ બેકડોર તમામ મદદ કરી, કોઈ છીંડા ન રહી જાય તે માટે પૂરતા અનુભવના આધારે મદદ કરી સિંહ ફાળો આપ્યો.
ગેરરીતિ, ભ્રષ્ટાચાર વિરોધ ની લડાઈઓ લડી.
"સાચો રહી ન જાય ને ખોટી લઈ ન જાય" સૂત્ર સાથે
પ્રમાણિક,હકદાર, ઈમાનદાર લોકોની વારે આવ્યા.
હવે આ લડતના અધ્યાય ને અહીંયા જ વિરામ આપી,
બીજા અધ્યાયની શરૂવાત કરવી છે.
જાણતાં અજાણતા કોઈ ભૂલચૂક થઈ ગઈ હોઈ, મારા થી કોઈની લાગણી ને ઠેસ પણ પોહચી હોઈ તો માફ કરી દેજો.ઈરાદો કે ઈચ્છા ક્યારેય કોઈનું અહિત કરવાની રહી જ નથી ને રહશે પણ નહીં.સંઘર્ષના સાથીઓ નો નતમસ્તક આભાર🙏🏻
✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
ધન, દોલત તો કશું નથી કમાયા, એનો અફસોસ પણ નથી પરંતુ આ અપાર પ્રેમ ચોક્કસ કમાયો છું જેનો સંતોષ ચોક્કસ છે.😘
આનાથી વિશેષ #જન્મદિવસની ભેટ શું હોઈ શકે ? 🥳
મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા આદિવાસી વિસ્તારનાં દૂરના અંતરિયાળ ગામમાં રહેતા એક શુભચિંતક જે સ્વભાવે ખૂબ શરમાળ, કર્મ થી શિક્ષક પરંતુ આજે પણ પ્રકૃતિ સાથે સીધા સંકળાયેલ કે જેને હું ક્યારેય "પ્રત્યક્ષ કે પરોક્ષ મળ્યો નથી, અત્યારસુધી નામ સુધા પણ સાંભળ્યું ન હતું."
જે પ્રકૃતિનાં ખોળે મોટા થયા અને જાણે કુદરત અને પ્રાકૃતિક રંગોની કળા વારસા માં મળી હોઈ તેમ આજે #પ્રાકૃતિક_રંગો થી ખાસ પ્રકારના કેનવાસ ઉપર #પોટ્રેટ ચિત્ર (તૈલી ચિત્ર) તૈયાર કરી ભેટ સ્વરૂપે આપ્યું... વાસ્તવિક ચિત્ર નો ઉઠાવ #કલ્પનાની કલાકૃતિ કરતા પણ અદભુત છે. કળાસ્વરૂપ ધરાવતી હવામાં હિલોળા લેતી રોગાન કળા કુદરતી તત્વોમાંથી રંગો બનાવી ચિત્રકામ કરવાનો હુન્નર અકલ્પનીય છે.🥰
😘આ ચિત્ર માં ક્યાંય પણ કેમિકલયુક્ત કલરનો ઉપયોગ નથી, વનસ્પતિજન્ય, ખનિજ તેમજ પથ્થરના રંગ, કુદરતી કલર નો ઉપયોગ કરી 6 થી 7 મહિના ખૂબ જ બારીકી, ખૂબ ધીરજથી કંડારી ચિત્ર કંડારવામાં આવ્યું છે..
દિલથી મહેનત કરી આ કાપડ પર "#ચિત્રકથી" તૈયાર કરી અને મોકલનાર
#ગામીત_નિલેશકુમાર_ધીરુભાઈ
મૂળ ગામ #ખપાટિયા તા - #સોનગઢ જી. તાપી.
ઊંચ સંસ્કૃતિ ગ્રામ્ય સૌંદર્યની સમજ ! કળા જગત માટે બહુ અનુપમ કહી શકાય તેવી સોગાત. ભગવાને કળા રૂપી આશીર્વાદ આપ્યા છે જેનાથી સર્વેને પોતાની કલા થી મંત્રમુગ્ધ કરી દીધા છે.
જન્મદિવસ ઉપર આ અમૂલ્ય ભેટ આપી આપે જન્મદિવસને યાદગાર બનાવી દિધો છે તે બદલ આપનો #ખૂબ_ખૂબ_આભાર
#જળરંગોના_જાદુગર
ધન, દોલત તો કશું નથી કમાયા, એનો અફસોસ પણ નથી પરંતુ આ અપાર પ્રેમ ચોક્કસ કમાયો છું જેનો સંતોષ ચોક્કસ છે.😘
આનાથી વિશેષ #જન્મદિવસની ભેટ શું હોઈ શકે ? 🥳
મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા આદિવાસી વિસ્તારનાં દૂરના અંતરિયાળ ગામમાં રહેતા એક શુભચિંતક જે સ્વભાવે ખૂબ શરમાળ, કર્મ થી શિક્ષક પરંતુ આજે પણ પ્રકૃતિ સાથે સીધા સંકળાયેલ કે જેને હું ક્યારેય "પ્રત્યક્ષ કે પરોક્ષ મળ્યો નથી, અત્યારસુધી નામ સુધા પણ સાંભળ્યું ન હતું."
જે પ્રકૃતિનાં ખોળે મોટા થયા અને જાણે કુદરત અને પ્રાકૃતિક રંગોની કળા વારસા માં મળી હોઈ તેમ આજે #પ્રાકૃતિક_રંગો થી ખાસ પ્રકારના કેનવાસ ઉપર #પોટ્રેટ ચિત્ર (તૈલી ચિત્ર) તૈયાર કરી ભેટ સ્વરૂપે આપ્યું... વાસ્તવિક ચિત્ર નો ઉઠાવ #કલ્પનાની કલાકૃતિ કરતા પણ અદભુત છે. કળાસ્વરૂપ ધરાવતી હવામાં હિલોળા લેતી રોગાન કળા કુદરતી તત્વોમાંથી રંગો બનાવી ચિત્રકામ કરવાનો હુન્નર અકલ્પનીય છે.🥰
😘આ ચિત્ર માં ક્યાંય પણ કેમિકલયુક્ત કલરનો ઉપયોગ નથી, વનસ્પતિજન્ય, ખનિજ તેમજ પથ્થરના રંગ, કુદરતી કલર નો ઉપયોગ કરી 6 થી 7 મહિના ખૂબ જ બારીકી, ખૂબ ધીરજથી કંડારી ચિત્ર કંડારવામાં આવ્યું છે..
દિલથી મહેનત કરી આ કાપડ પર "#ચિત્રકથી" તૈયાર કરી અને મોકલનાર
#ગામીત_નિલેશકુમાર_ધીરુભાઈ
મૂળ ગામ #ખપાટિયા તા - #સોનગઢ જી. તાપી.
ઊંચ સંસ્કૃતિ ગ્રામ્ય સૌંદર્યની સમજ ! કળા જગત માટે બહુ અનુપમ કહી શકાય તેવી સોગાત. ભગવાને કળા રૂપી આશીર્વાદ આપ્યા છે જેનાથી સર્વેને પોતાની કલા થી મંત્રમુગ્ધ કરી દીધા છે.
જન્મદિવસ ઉપર આ અમૂલ્ય ભેટ આપી આપે જન્મદિવસને યાદગાર બનાવી દિધો છે તે બદલ આપનો #ખૂબ_ખૂબ_આભાર
#જળરંગોના_જાદુગર
🎥પ્રેસ કોન્ફરન્સ #LIVE
https://t.co/cquW8L35cj
⛔"શિક્ષક ભરતીમાં" ચાલતા ભ્રષ્ટાચાર અને કૌભાંડ ને ઉજાગર કરવા માટે પુરાવા સાથે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન.
https://t.co/cquW8L35cj
🛑છીંડે ચડ્યો તે ચોર એવું બિલકુલ નથી,
👉આ એક ઉદાહરણરૂપ ઘટના છે.
👉આવી તો અસંખ્ય ગેરરીતિ થતી હોય છે પણ સામે નથી આવતી.
👉આ #દાહોદ જિલ્લા નાં #સંજેલી ખાતેની એક બાબત સામે આવી છે.વર્તમાન માં તો 100 જેવી વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક ની ભરતી અહીંયા દાહોદ આશ્રમ શાળા માં કરવામાં આવી છે.
👉અમે તો એકની માહિતી સામે લાવી શક્યા, બાકી સાચી #નિષ્પક્ષ_તપાસ કરવામાં આવે તો સેંકડો આવા બોગસ લોકો મળી શકશે.
📢👇આ તમામ ગેરરીતિ માટે જવાબદાર જે તે સ્કૂલ નું સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, શિક્ષણ અધિકારીઓ.....છે.
જો નિષ્પક્ષતા થી આની તપાસ અને એક્શન લેવામાં નહીં આવે તો આ દુષણ વધારે ને વધારે વધતું જશે.
📢📢📢📢📢📢📢📢📢
🛑આદિવાસી સમાજના અને વિસ્તારના બાળકો ને આગળ લાવવા માટે અને શિક્ષણ આપવા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં "#આશ્રમ_શાળા" સ્થાપવા માં આવે છે.
🛑છેલ્લા ઘણા સમયથી અમારી આ તમામ શાળાઓ થતી -વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક- "ભરતી પ્રક્રિયા " ઉપર ચાંપતી નજર છે, કેમ કે પ્રમાણિક, લાયક અને હકદાર ઉમેદવારો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ભરતીઓ માં મોટા પ્રમાણ માં ગોબાચારી,ધાંધલી,ભ્રષ્ટાચાર,ગેરરીતિ ની વાતો અમારે સામે આવી હતી.
🛑આજે અમે તમામ આધાર પુરાવા સાથે આ ભરતી માં થયેલ #ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ઉજાગર કરીએ છીએ.
☝️ ઉપર દર્શાવેલ ભરતી પ્રક્રિયા #સંજેલી ખાતે કરવામાં આવેલ, જેમાં આ સ્કૂલના સ્ટાફ દ્વારા નોકરી માં લગાડવા માટે 📢25 લાખ📢 જેટલા રૂપિયા ની માંગણી કરવામાં આવેલ અને ડરાવવા માં આવેલ કે તમારી આગળ બીજા ચાર લોકો છે જો તમે પૈસા નહિ આપો તો અમે તેમને લઈ લઈશું આ નોકરી માટે.(ઓડિયો -૧)
👉 છેલ્લે ઉમેદવાર દ્વારા 22 - 23 લાખ રૂપિયા આપી નોકરી મેળવવાની તૈયારી બતાવી. સંચાલક સ્ટાફ દ્વારા તે ડીલ ફાઈનલ કરવામાં આવી.(ઓડિયો -૨)
👉 ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોઈ તે પહેલાં મંડળ નાં માણસ દ્વારા રૂબરૂ મળવા માટે અને પૈસા ની ડીલ કઈ રીતે કરવી તેના માટે બોલાવવા માટે કોલ કરેલ(ઓડિયો -૩)
👉 તે શાળામાં જ હંગામી નોકરી કરતા યુવાન નાં પિતાશ્રી દ્વારા ઉમેદવારોનાં પતિ ને કોલ કરી #ધમકાવવા માં આવેલ અમે કહેવામાં આવેલ કે #ડોક્યુમેન્ટ_વેરિફિકેશન માં ન આવશો, અમારે 35 લાખ માં નક્કી થઈ ગયું છે અને 📌23 લાખ તો અગાઉ થી આપી દીધા છે.📌(ઓડિયો - ૪)
(એમનું મેરીટ નીચું હતું,એટલે તે સિલેક્ટ થાય એમ નાં હતા,એનાથી જે વધારે મેરીટ વાળા ઉમેદવાર ગેર હાજર રહે તો જ આનો મેળ પડે.)
🏮👉 સંચાલક મંડળ દ્વારા કે એમના મળતિયા દ્વારા જે ઉમેદવારો મેરીટ સારા હોઈ તેમને ઘરે જઈ જઈને ધમકાવતા હતા અને કહેતા હતા મે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં હાજર ન રહે.💥
⏳નવસારી નાં પીડિત ઉમેદવાર બહેન સાથે થયેલ વાતચિત(ઓડિયો 5)
☎️(આવા તો "ઊંચ મેરીટ" ધરાવનાર બીજા અન્ય લોકો સાથે પણ કરેલ છે.અમે બીજા 3 થી 4 લોકોનો પણ સંપર્ક કરીને જાણ્યું છે.)
👉 આ પ્રકારની જાણ શિક્ષણ અધિકારી ને પણ અગાઉ થી થઈ હતી,તો તેના દ્વારા શું એક્શન લેવામાં આવ્યા ??
☝️ આ તમામ ગેરરીતિ માટે જવાબદાર જે તે સ્કૂલ નું સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, શિક્ષણ અધિકારીઓ.....છે.
જો નિષ્પક્ષતા થી આની તપાસ અને એક્શન લેવામાં નહીં આવે તો આ દુષણ વધારે ને વધારે વધતું જશે.
🛑📢🛑અમારી માંગણી 👇
📢અમે સ્પષ્ટ કહીએ છીએ "આ એક #દાખલા_સ્વરૂપ" અમે આ ઘટના સામે લાવીએ છીએ, બાકી ભૂતકાળ માં સેંકડો ભરતી આ રીતે થઈ છે. આ પ્રકારની તમામ ભરતીઓ ની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
📢આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લે. સંચાલક ને કાયમી માટે બરતરફ કરી એની ઉપર ભ્રષ્ટાચાર નો ગુનો દાખલ કરી #કાયદેસર ની #કાર્યવાહી કરે.
📢બીજી અન્ય શાળાઓ માં પણ તપાસ કરવામાં આવે અને આવા કૌભાંડી,ભ્રષ્ટાચારીઓ ને દૂર કરવામાં આવે.જ્યા પણ ક્ષતિઓ કે ત્રુટીઓ છે તેને દૂર કરે.
@Bhupendrapbjp@CMOGuj@Chaitar_Vasava@narendramodi@PMOIndia@kuberdindor@KuberDindorOffc@devanshijoshi71@DhwaniRohini@DevendraBhatn10@GujaratFirst@isudan_gadhvi@Janak_Sutariyaa@jdgujarati@irushikeshpatel@hdraval93@EduMinOfIndia@dpradhanbjp
#ઓમ_શાંતિ
🔴 આજ રોજ તા 11.12.2023 સોમવાર ના રોજ વહેલી સવારે દાહોદ તાલુકા ના ઉકરડી ગામે રહેતા #TRB ના સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્મા કે જે દરરોજ ની જેમ આજે પણ દાહોદ ના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં વહેલી સવારે #પોલીસ_પ્રેક્ટિસ માટે રનિંગ કરતા હતા.
☝️🔴તે દરમિયાન અશ્વિન ભાઈ શર્મા ને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ સ્થળ પર જ બેભાન થયા હતા , અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસ ના લોકો એમની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરી બેભાન અવસ્થામાં TRB ના સભ્ય અસ્વિન ભાઈ ને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા , જ્યાં ઝાયડસં હાજર હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું.
🔴 અશ્વિન ભાઈ છેલ્લા ઘણા સમય થી દાહોદ શહેર માં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યા અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટે ની તૈયારી કરી રહ્યા હતા , હાલ અશ્વિન ભાઈ નું હાર્ટ અટેક થી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યો માં દુઃખની લાગણી જોવા મળી 🙏