🔔આ દલીલ દરેક નાગરિકે અને પરીક્ષાર્થીઓ ખાસ સાંભળવી જોઈએ,
🔔ગુજરાતની સ્પર્ધામત્ક પરીક્ષાઓની વાસ્તવિકતા શું છે સમજાય જશે.
#GPSC: 'સ્વયંભૂ' સત્તા કે લોકશાહીનું મશ્કરાપણું ? 🤔😥
જ્યારે ન્યાયતંત્રના સર્વોચ્ચ આસનેથી “#Autocracy” (એકહથ્થુ શાસન) અને “#Dictatorship” (સરમુખત્યારશાહી) જેવા શબ્દો સંભળાય, ત્યારે સમજવું કે પાણી માથા પરથી વહી ગયું છે. પણ સવાલ એ છે કે, શું 'ગાંધીનગરના આ આધુનિક કિલ્લા' માં બેઠેલા સાહેબોના કાન સુધી આ પડઘો પહોંચતો હશે? કે પછી ત્યાં 'શરમ' નામની ફાઇલ વર્ષોથી પેન્ડિંગ પડી છે?
#GPSC ને વિનંતી છે કે સાહેબ, કોર્ટની ટિપ્પણીઓને માત્ર '#ઓર્ડરની_નકલ' ન ગણતા. આ લાખો બેરોજગાર યુવાનોના આક્રોશનો અવાજ છે. જો બંધારણીય સંસ્થાઓ જ 'ડિક્ટેટર' બની જશે, તો લોકશાહીના સ્તંભો પરથી ભરોસો ઉઠી જશે.
અમુક તથ્યો જે સમજાવ જેવા છે 👇🏻
🛑બ્લેકલિસ્ટનો ડર કોને ?🤔
#CCE_2024 વખતે જ્યારે માનનીય ન્યાયાધીશ સાહેબે ચોક્કસ એજન્સીઓને #Blacklist કરવાની ટકોર કરી હતી, ત્યારે આશા હતી કે હવે શુદ્ધિકરણ થશે. પણ અહીં તો '#જૈસે_થે' ની સ્થિતિ લાગે છે. #CCE_2026 ના આંગણે ઉભેલા ઉમેદવારો આજે પણ એ જ ફફડાટમાં છે: "શું ફરી એ જ જૂની ભૂલોનું નવું પેકેટ પીરસવામાં આવશે?😥🤔"
📌વિચારવા જેવી વાત: જો કોઈ ખાનગી કંપની આવું કરે તો તેના પર લાખોનો દંડ લાગે, પણ અહીં તો '#સરકારી_છત્રછાયા' છે. વિદ્યાર્થીઓના કરિયર સાથે રમવું એ અહીં 'પ્રોસેસ' નો ભાગ બની ગયો હોય તેવું લાગે છે.
💢હવે જોવાનું એ રહે છે કે CCE 2.0 માં સરકાર પોતાની છબી સુધારે છે કે પછી જેસે થે ની જેમ વર્તે છે.🤔
😥આ કેવું ? ભૂલ તમારી, દંડ અમારો ! 👇🏻
GPSC ની અનોખી વેપારી નીતિ પણ જોવા જેવી છે. દુનિયામાં કદાચ આ પહેલી એવી સંસ્થા હશે જે પોતાની ભૂલ સુધારવા માટે સામેવાળા (વિદ્યાર્થી) પાસેથી ₹100 વસૂલે છે!
📌GPSC પ્રશ્નો સુધારવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ₹100 ઉઘરાવે છે. ભૂલ સાબિત થાય તો પણ પૈસા તો ગયા જ હો! અત્યાર સુધીમાં '#ભૂલોનો_વેપાર' માંથી કેટલા કરોડ ભેગા કર્યા એનો હિસાબ કોણ આપશે? 💸🤔
📌ગણિત સાવ સાદું છે: પ્રશ્ન ખોટો કાઢો, વિદ્યાર્થી વાંધો ઉઠાવે એટલે સો-સો રૂપિયા ભેગા કરો.
📌જો ભૂલ સાબિત થાય, તો પણ પૈસા તો 'ગંગાજી' માં પધાર્યા, પાછા મળવાની કોઈ આશા નહીં.
📌વિચાર કરો કે અત્યાર સુધીમાં આ 'ભૂલોના વેપાર' માંથી કેટલું ભંડોળ ભેગું થયું હશે? જો આંકડો બહાર આવે, તો ખબર પડે કે GPSC એ પરીક્ષા લેવાની સંસ્થા છે કે '#ભૂલોનું_પ્રીમિયમ' ઉઘરાવતી કોર્પોરેટ ઓફિસ!
🤕કહેવાય છે કે 'પાડાને વાંકે પખાલીને ડામ', પણ ગુજરાતની ભરતી પ્રક્રિયામાં તો પાડો જ પખાલીને ડામ આપે છે! રાજ્યની સર્વોચ્ચ ગણાતી ભરતી સંસ્થાઓ જે રીતે 'તજજ્ઞો'ના નામે જે ખેલ પાડી રહી છે, તે જોતા લાગે છે કે હવે પરીક્ષા પાસ કરવા કરતાં 'ભૂલ શોધવામાં' પીએચડી (#PhD) કરવી પડશે.
👇🏻દુકાનદાર કે લૂંટારૂ?🤔
વિચારો કે તમે કોઈ મોલમાં જાવ અને ત્યાંથી ખામીવાળી (Defective) વસ્તુ નીકળે, તો શું તમારે એ ખામી બતાવવા માટે દુકાનદારને સામેથી ₹100 આપવા પડે ? દુનિયામાં ક્યાંય આવો "વેપાર" જોયો છે ? પણ સાહેબ, આ તો 'સરકારી મોલ' છે. અહીં પેપર કાઢનાર તજજ્ઞો ભૂલ કરે અને એ ભૂલ સુધારવા માટે ગરીબ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સા ખંખેરવા પડે. આને 'પારદર્શિતા' કહેવાય કે 'ઉઘાડી લૂંટ' ?
📌આ કેવા 'તજજ્ઞો'?🤔
ભરતી બોર્ડ ગાઈ-વગાડીને કહે છે કે અમારા પેપર 'Experts' કાઢે છે. તો સવાલ એ છે કે:
👉🏻જો એ એક્સપર્ટ છે, તો ફોરેસ્ટમાં ૧૫૦ પ્રશ્નોની ભૂલ કેમ?🤔
👉🏻CCE માં ૧૦૦ થી વધુ ભૂલોના 'ભડાકા' કેમ?🤔
📌જેમને 'અનુસૂચિ ૮' અને 'અનુસૂચિ ૯' વચ્ચેનો તફાવત ખબર નથી, એ તજજ્ઞ છે કે પછી પિતરાઈ ભાઈ-ભત્રીજાઓ ?🤔
😡સાહેબ, જો ૨૦૦ પ્રશ્નો ભૂલ વગરના કાઢવાની તમારા તજજ્ઞોમાં તાકાત ન હોય, તો ૩૦-૩૦ કરોડના #કોન્ટ્રાક્ટ કઈ ખુશીમાં આપો છો? આ જનતાના ટેક્સના પૈસા છે, કોઈના પપ્પાની જાગીર નથી!
😡ખરેખર તો નિયમ એવો હોવો જોઈએ કે જો ઉમેદવાર પ્રશ્ન ચેલેન્જ કરે, તો એ ખોટો છે એ સાબિત કરવાની જવાબદારી ભરતી બોર્ડની હોવી જોઈએ. જો બોર્ડ સાચું સાબિત ન કરી શકે, તો ઉમેદવારને માનસિક ત્રાસનું '#વળતર' મળવું જોઈએ.
🛑હવે તો હાઈકોર્ટે પણ કહી દીધું કે આ "Autocracy" છે. જ્યારે તલવારની ધાર જેવી પરીક્ષામાં પ્રશ્નોના પાયા જ કાચા હોય, ત્યારે ન્યાય માટે કોર્ટના પગથિયાં ઘસવા સિવાય વિદ્યાર્થી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.
🙏🏻ભરતી બોર્ડને નમ્ર વિનંતી🙏🏻
તમારા તજજ્ઞોને દંડ કરો, એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવાનું બંધ કરો. યાદ રાખજો, જે વ્યવસ્થામાં 'સત્ય' માટે કિંમત ચૂકવવી પડતી હોય, ત્યાં 'ન્યાય' માત્ર દેખાડો બનીને રહી જાય છે.
#ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #GPSC_Dictatorship #તજજ્ઞો_કે_તકવાદીઓ ?
#GPSC #JusticeForStudents #CCE
@GPSCOfficial
@CMOGuj@Bhupendrapbjp
ગેસ સિલિન્ડર ના અભાવે હોટેલ -રેસ્ટોરન્ટ ધડાધડ બંધ થવા લાગ્યા...વિચારો ખાલી એક વરસ “ખેડુત” નો પાક /શાકભાજી/દૂધ ના આવે તો શું હાલત થાય..?
એટલે “ખેડૂત” ની કદર કરજો..🫂🙏
🇮🇳જય જવાન...જય કિસાન...🇮🇳
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
છેલ્લી રેવન્યુ તલાટી ની પરીક્ષા એ. ઉત્તમ ઉદાહરણ છે. જે. ઑફલાઈન લેવાઇ હતી અને. સમય બચત ની. સાથે સાથે વિધાર્થીઓ માં બોર્ડ પ્રત્યે વિશ્વાસ અને ભરતી પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવે છે. @CMOGuj@GsssbOfficial@Jamawat3@YAJadeja
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB