Strong enforcement by the RTO Surat team to keep roads safer
57 illegal LED cases in just one hour.
Blinding headlights don’t just break rules—they put lives at risk. Excessive LED lights can distract oncoming drivers and lead to serious accidents.
#RoadSafety#NoIllegalLED
માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડીને જો કોઈ તેનો જીવ બચાવે, તો સરકાર તેને ‘રાહવીર’ ગણી ₹25,000નું ઇનામ આપી સન્માનિત કરે છે, સાથે જ ખોટી પોલીસ પૂછપરછમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે.
માનવતા, સંવેદના અને જવાબદારીને પ્રોત્સાહન આપતી આ ‘રાહવીર યોજના’ કિંમતી જિંદગીઓને બચાવવાની સરકારની એક અત્યંત સંવેદનશીલ અને માનવીય પહેલ છે.
આ યોજનાની વ્યાપક જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી ગુજરાત માર્ગ સલામતી પ્રાધિકરણ (GRSA) દ્વારા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આયોજિત 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે એક માહિતીપ્રદ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ સુંદર અને જનજાગૃતિને ફેલાવતી પહેલ માટે હું વાહન વ્યવહાર વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના પ્રયાસને બિરદાવું છું
#RepublicDay
રસ્તા પર ચાલનાર દરેક રાહદારી કે વાહનચાલક પોતાના ઘરે સુરક્ષિત પહોંચે એ જરૂરી છે.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય, કોઈનો જીવ ન જોખમાય, એ માટે સુરત RTO ટીમે રાહદારી વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ બાંધીને સુરક્ષા અને જાગૃતિનો સંદેશ આપ્યો.
આ સુંદર પહેલ માટે ટીમના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન. આ એક નાની પહેલ અનેક જિંદગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.
આરટીઓ ઓફિસ, પાટણ ઘ્વારા આજ રોજ પાટણ જિલ્લાના રૂરલ એરિયામાં ‘માર્ગ સલામતી’ સુનિશ્ચિત કરવા કોઈટા ગામ ખાતે માધ્યમિક શાળામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
#માર્ગ_સલામતી_માસ_૨૦૨૬