તા.૧૭/૦૬/૨૦૨૨નાં રોજ ભાણવડ તાલુકામાં પકડાયેલ અનઅધિકૃત રેશનીંગનાં જથ્થાનાં પ્રકરણ અન્વયે ભાણવડ તાલુકાની ૪ વાજબી ભાવની દુકાનોનો પરવાનો ૯૦ દિવસ રદ કરી, આ પ્રશ્નવાળી દુકાનોમાં તાત્કાલીક ક્રો-વેરીફીકેશન કરવા માટે આદેશ કરવામાં આવેલ છે.@COLLECTORDWK @info_dbd @sdmkhambhalia@mambhanvad
કેન્દ્ર તથા રાજ્યની ટીમ દ્વારા“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩”ના સુચારૂ અમલીકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સહવર્તી મુલ્યાંકનની કામગીરી માટે તા.૧૬/૦૬/૨૦૨૨ થી તા.૧૭/૦૬/૨૦૨૨ દરમ્યાન જિલ્લાની ૫ વાજબી ભાવની દુકાનો તથા ૨ તાલુકા ગોડાઉનની તપાસ કરવામાં આવેલ. @COLLECTORDWK
તંદુલભોગ રેસ્ટોરન્ટ, દ્વારકા દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
@Tolmaap_Guj
આજરોજ, APMC, ખંભાળીયાની મુલાકાત લઇ કર્મચારી તથા ગ્રેડરને ગ્રેડીંંગ કરવા, માર્ગદર્શિકા અનુસાર જ કામગીરી કરવા, બાકી રહેલ ખેડૂતોને SMS કરવા તથા ખરીદેલ ચણાને વેરહાઉસમાં ઝડપથી શિફ્ટ કરી, ચૂકવણું ઝડપથી કરવા ખાસ સુચના આપવામાં આવી. @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @tmdholakia
આજ રોજ MDM નો જથ્થો પુરવઠા નિગમના ખંભાળિયા ગોડાઉન ખાતે આવતા, માન. કમિશ્નરશ્રી, MDM, ગાંધીનગરની સૂચના અનુસાર જથ્થાની ગુણવત્તાની પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરી. @COLLECTORDWK @info_dbd @InfoGujarat@CMOGuj
ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા ખેડૂતોની ઓનલાઇન નોંધણી હાલ કાર્યરત છે, મજકુર અખબાર-યાદી મુજબ જરૂરી દસ્તાવેજો સાથે રાખી, આપનાં ગામનાંં વી.સી.ઇ. પાસે ઓનલાઇન નોંધણી કરવા સર્વે ખેડૂત મિત્રો નોંધ લેશો.
ગતરોજ પેટ્રો-ડીઝલનો નિયંત્રિત જથ્થો સુનિશ્ચિત કરવા જિલ્લાનાં ૪ તાલુકાઓમાં મામલતદારશ્રીઓ સાથે તમામ ઓ.એમ.સી.નાં ૫૯ની તપાસણી કરી, ગ્રાહકોને નિયત માત્રામાં અને નિયમીત પુરવઠો પ્રાપ્ય થાય તે સબબ સંબંધિતોને સુચિત કર્યા. @CMOGuj@pkumarias@CMOGuj@InfoGujarat @info_dbd
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતેના સભાખંડમાં સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૩૧/૦૧/૨૦૨૨નાં રોજ પુરવઠા તંત્રનાં કામગીરીની સમિક્ષા સબબ માન. કલેકટર સાહેબશ્રીનાં સહ-અધ્યક્ષ સ્થાને જિલ્લા પુરવઠા તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવેલ અને જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુગમ અને સુદ્રઢ કરવા જરુરી સુચના આપવામાં આવી.
માહે" ડિસેમ્બર-૨૦૨૧ની માન. કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લાનાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુગમ તથા સુદ્રઢ કરવા "જિલ્લા તકેદારી સમિતિ"ની બેઠક તા.૨૪/૧૨/૨૦૨૧નાં રોજ યોજવામાં આવેલ.