જાહેર જનતા જોગ સંદેશ
વિધવા તેમેજ વૃદ્ધ સહાય મેળવતા તમામ લાભાર્થીઓ કે જેઓનું e-KYC બાકી છે તેઓએ આગામી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં પોતાનું e-KYC મામલતદાર કચેરી, દ્વારકા (સમાજ–સુરક્ષા શાખા) ખાતે તેમજ ઓનલાઈન કરી લેવા અપીલ કરવામાં આવે છે...
સ્વ-ગણતરીના સરળ પગલાં,
ડિજિટલ ભારત તરફ નવા પગલાં 🇮🇳
📱લોગિનથી લઈને SEID સુધીની પ્રક્રિયા હવે સરળ અને સુરક્ષિત.
જન ગણના 2027 માં આજે જ જોડાઓ.
સરકારની આ ડિજિટલ પહેલ ખૂબ જ સરળ અને સમય બચાવનારી છે.
#census2027#selfenumeration#seid#digitalindia#censusgujarat
આજ રોજ તા.14/05/2026 ના રોજ એન ડી એચ હાઈસ્કૂલ, દ્વારકા ખાતે વસ્તી ગણતરી 2027 અંતર્ગત તાલીમના ભાગરૂપે પ્રથમ દિવસની તાલીમનું આયોજન કરેલ જે અન્વયે ગણતરીદારશ્રી તથા સુપરવાઈઝરશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ...
ડિજિટલ ગુજરાતનું 'ડિજિટલ એગ્રીકલ્ચર' તરફ પ્રયાણ....
સરકાર દ્વારા 'એગ્રી-સ્ટેક'ના માધ્યમથી ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડીને ખેતીને વધુ સ્માર્ટ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દરેક ખેડૂત માટે એક વિશિષ્ટ ફાર્મર ID બનાવવામાં આવે છે, જે જમીનના રેકોર્ડ, પાક ડેટા અને સરકારી યોજનાઓને ડિજિટલ રીતે જોડે છે...
જો તમે ખેડૂત છો અને ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો આજે જ કરાવી લો; વધુ વિગતો માટે આજે જ નજીકના ગ્રામ પંચાયત અથવા ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લો...
#DigitalGujarat #DigitalAgriculture #GujaratGovernment
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિક સેવાઓ હવે બની ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ.
રાજ્ય સરકારના સુશાસન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય એટલે 'સુગમ ડિજિટલ ગુજરાત'. આવક કે જ્ઞાતિના દાખલાથી લઈને રાશનકાર્ડ કઢાવવા સુધીની મુખ્ય 20 સેવાઓ નાગરિકો સરકારી કચેરીઓમાં લાઈન લગાવીને નહીં, પરંતુ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે.
#EaseOfLiving
પોશીત્રા ગામે સરકારી સર્વે નંબર ૫૬૭ માં આવેલ ધાર્મિક દબાણો અંદાજિત ૬૫૦ ચોરસ મીટર જેની કિંમત અંદાજે રૂપિયા ૧૬,૨૫,૦૦૦ જેટલી થાય છે જે દબાણ દ્વારકા વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે...
આજરોજ વરવાળા ગામે સરકારી સર્વે નંબર 51 માં આવેલ ધાર્મિક દબાણો અંદાજિત ચો.મી. 15000 જેની કિંમત અંદાજે રૂપિયા એક 1,06,50,000 જેટલી થાય છે જે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે...
આજ તા.૩૦/૦૪/૨૦૨૬ના રોજ આરંભડા ગામના સર્વે નંબર ૫૮માં આવેલ અંદાજિત કુલ ૨૧૪૦ ચો.મી.જેટલું ધાર્મિક તથા અન્ય વાણિજ્ય દબાણ કે જેની અંદાજિત કિંમત ૧,૩૪,૭૭,૦૦૦ જેટલી થાય છે તે પોલીસ બંદોબસ્ત સાથે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે...
આજ તા.30/04/2026ના રોજ દ્વારકા ગામના સર્વે નંબર 32 તથા 34માં આવેલ અંદાજિત કુલ 532 ચો.મી.જેટલું ધાર્મિક દબાણ કે જેની અંદાજિત કિંમત 93,10,000 જેટલી થાય છે તે પોલીસ બંદોબસ્ત સાથે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર યોગ્ય પોલીસ બંદોબસ્ત અને જરૂરી સુવિધાઓ સાથે મતદાનનો પ્રારંભ.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ અંતર્ગત લોકશાહીનો પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે.ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગ મતદારો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેથી તેઓ યોગ્ય રીતે મતદાન કરી શકે. @SECGujarat
સ્થાનિક સ્વરાજય ૨૦૨૬ ચૂંટણીઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.યુવાઓ, મહિલાઓ તેમજ વરિષ્ઠો સહિતના લોકોએ મતદાન કેન્દ્ર ખાતે પહોંચીને ઉત્સાહપૂર્વક મતદાન લોકશાહીના મહાપર્વમાં પોતાની સહભાગીતા નોંધાવી રહ્યા છે.@SECGujarat
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા યુવા મતદાર.
લોકશાહીના મહાપર્વમાં નાગરિકો મતદાનને પોતાની નૈતિક ફરજ સમજી ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે ત્યારે લોકશાહીના પર્વમાં મતદાન કરી પૂર્વશીબેન ભટ્ટ માટે ગૌરવની ક્ષણ બની હતી. @SECGujarat