🪳 Cockroach Janta Party of Gujarat
“5 વર્ષ કામ કરો… પછી વિચારશું!” — આ Fix Pay નીતિ હવે નહિ ચાલે!
અમારી સરકાર આવશે તો:
❌ Fix Pay OUT
✅ Full Pay IN
✅ કર્મચારી ખુશ
✅ ખિસ્સો મજબૂત
“કામ Permanent, તો પગાર Temporary કેમ?
“અમે દીવાલ પાછળ નહિ, હવે સિસ્ટમમાં પણ દેખાશું!” 🪳🔥
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
📢 વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થઈ ગયો... માનનીય મુખ્યમંત્રી સાહેબને કોઈ પૂછો કે ફિક્સ પગારમાં વધારો ક્યારે થશે ? ૨૫ હજાર રૂપિયા પગારમાં સાલું અઘરું પડે છે 😥
#INFLATION#petrol
‼️FIX PAY‼️
આશરે 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ
આશરે 7 કરોડની વસ્તીવાળા ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડ
બિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ...
(GST collection March'26)
બીજું કંઈ નહિ પણ આજના લોકો ગુલામ બની ગયા છે એટલે વધારે ગુલામીની જગ્યા એ ઓછી ગુલામી કરી લઈશું પણ ગુલામી તો કરીશું જ...
આ બધા કર્મચારીઓનું એવું માનવું છે બોલો....આમાં કંઈ રીતે ફિક્સ પે નીકળે??
ફિક્સ પે જડમૂળ થી નીકળવું જોઈએ....એના માટે લડો
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???