1.જો ફિટનેસ સર્ટિ. વિના ખાનગી ધોરણે ચાલુ કરેલો તો જાહેર ઉદઘાટન પછી તરત બંધ કેમ ના કરાવ્યો? 2.ઝૂલતા પુલને લોકો તો ઝુલાવવાના જ હોય. સીસીટીવી પરથી તો મજબૂતી જ કાચી લાગે છે. પણ ત્યાં સિક્યોરિટી કેમ નહોતી? 3.ટિકિટોની સંખ્યા પર નિયંત્રણ કેમ નહોતું? 4.ઇમરજન્સી માટે વ્યવસ્થા કેમ નહોતી?🤔
મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો 🙏🏼
એક બાજુ કેટલાય પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા કેટલાય પરિવારના માળા વિખાઈ ગયા ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોરબી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા આવવાના છે તો રાતો રાત કલરકામ અને રીનોવેશન ચાલુ કરવામાં આવ્યું.