સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું આજે અભણ હોત, તૂટેલી છત વાળા ૭ વર્ગખંડમાં સાત શિક્ષકથી ચાલતી સાત ધોરણની ગામડાની સરકારી શાળામાં હુ ભણ્યો અને આજે આ મુકામે પહોંચ્યો. હજુ પણ આ યાત્રા નિરંતર સફળતા તરફ આગળ વધી રહી છે.🖊📚
પશ્ચિમ કાંઠે શિવજી બેઠાં, દ્વારિકામાં કાન,
ગિરનારમાં સંતો બેઠાં, ધરવા રૂડું ધ્યાન;
પૂરવ કાલી રક્ષા કરતાં, ઉત્તર અંબા માત,
વ્હાલું છે આ ગુજરાત મને વ્હાલું છે ગુજરાત.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ... ત્યાં ત્યાં સદા વસે ગુજરાત
#ગુજરાતસ્થાપનાદિવસ
ઇજાગ્રસ્ત પક્ષીની જાતે સારવાર કરવાનો પ્રયત્ન કરવાને બદલે 1926 નો સંપર્ક કરવો.
તેના પર પાણીનો છંટકાવ કરવો નહીં. તેને જાતે સારવાર કરવાથી વધુ નુકસાન થવાની શક્યતા રહે છે.
હેલ્પલાઇનના લોકો સારવાર માટે પક્ષીને લઈ જાય ત્યાં સુધી તેને ઘોંઘાટથી દૂર કાણાવાળા ખોખામાં રાખવું હિતાવહ છે.
મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું
અધિકાર હોવા છતાં નમ્ર રહેવું
સંપત્તિ હોવા છતાં સાદું રહેવું
ક્રોધ હોવા છતાં શાંત રહેવું,
આ જ જીવનનું સર્વોત્તમ મેનેજમેન્ટ છે.