20 વર્ષથી Fix-Pay!!
🪔 ધનતેરસે ધનની પૂજા થાય છે…
પણ Fix-Pay કર્મચારીના જીવનમાં ધન ક્યારે આવશે???
કામ કાયમી…
જવાબદારી કાયમી…
પણ પગારની વ્યવસ્થા હજુ પણ Fix-Pay!
૨૦ વર્ષ પૂરાં થયા. હવે Fix-Pay નહીં, ન્યાય જોઈએ…
સરકાર કહે છે "તમે જોડાતી વખતે શરત સ્વીકારી હતી." બેરોજગારીના ખૂણામાં ઊભેલા યુવાન પાસે બીજો વિકલ્પ હતો જ ક્યાં? એને "સંમતિ" નહીં, "મજબૂરી" કહેવાય. 😡 #GenZ_Against_Fix_Pay_Gujarat
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : https://t.co/VyOUkMj4zE
Follow to get latest news updates: https://t.co/DPIKjd5xUf
#FixedPay#Protest#Gujarat#SandeshNews
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે.
@CMOGuj@jitu_vaghani#GenZ_Against_Fixpay_Gujarat
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
એક જ માંગ: FIX PAY REMOVE! 💯✊
કોઈ વાટાઘાટો નહીં,કોઈ આશ્વાસન નહીં.
આજના મોંઘવારીના આસમાને પહોંચેલા દોરમાં ફિક્સ પે એ યુવાનોનું સૌથી મોટું શોષણ છે.
કાંતો તમે પણ આટલાં માં જ ઘર ચલાવી ને દેખો, છે મંજૂર? @CMOGuj@Bhupendrapbjp#FixPayબંધકરો#removefixpay#fixpay
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષમાં નિયમિત પગાર અને ગુજરાતમાં ફિક્સ પગાર માટે 5 વર્ષ કેમ? 🤔
સમાન લાયકાત, સમાન જવાબદારી તો પછી પગારમાં આટલો મોટો તફાવત શા માટે?
ગુજરાતના યુવાનોની એક જ માંગ છે:
📢 ફિક્સ પગાર નીતિ બંધ કરો!
📢 સમાન કામ માટે સમાન વેતન આપો!
#remove_fix_pay_in_gujrat
આવતીકાલે ૨ નવેમ્બરે ગાંધીનગરમાં થનાર એકત્રીકરણ એ કોઈ વિરોધ માત્ર નથી,પણ એક ન્યાયિક અને બંધારણીય સુધારાની માંગ છે.
આ નીતિગત અન્યાયનો અંત લાવવા માટે દરેક જાગૃત નાગરિક અને કર્મચારીનો સાથ અનિવાર્ય છે.
આવો,એક સક્ષમ અને શોષણમુક્ત વહીવટી તંત્રના નિર્માણમાં સહભાગી બનીએ.
#FixPayબંધકરો