"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે
પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર!
જાહેરાત માટે કરોડો છે
પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?
આ કેવી પ્રાથમિકતા?
@Bhupendrapbjp@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
૨૦૦૬થી Fix-Payના નામે શરૂ થયેલી વ્યવસ્થા માટે
વર્ષો વીતી ગયા…
આ માત્ર પગારનો પ્રશ્ન નથી.
આ સમાનતા, સન્માન અને ન્યાયનો પ્રશ્ન છે…
Fix-Payનો અંત ક્યારે??
રામનો ન્યાય ક્યારે???
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના હજારો યુવાનો વર્ષોથી ફિક્સ પગાર પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. એક જ કામ, એક જ જવાબદારી અને એકસરખી મહેનત હોવા છતાં પગારમાં આટલો મોટો ભેદભાવ શા માટે?
મોંઘવારીના આ સમયમાં ફિક્સ પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
હવે માત્ર આશ્વાસન નહીં, ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો
#fixpay #Deepavali2026
@PMOIndia@CMOGuj@sanghaviharsh@ChaudhryShankar@pravinmalibjp@arjunmodhwadia