આજે ભારતીય પોલીસ સેવાને અલવિદા. આ સેવામાં કામ કરવાનો અવસર મળ્યો તે માટે કુદરતનો ખુબ ખુબ આભાર. ગુજરાતના લોકોએ મારા 31 વર્ષના કાર્યકાળમાં સતત સહકાર કર્યો તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલથી હું જીપીએસસી માં જોડાઈશ. સરકારમાં હોઉ કે ન હોઉ લોકો સાથેનો નાતો કાયમ રહેશે.
આજ રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. માન. ધારાસભ્યશ્રી ફતેપુરા તથા સંકલનના તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ સંબંધિત વિભાગની સેવા પૂરી પાડી હતી. સુખસર સર્કલના 30 ગામના લોકોએ વિવિધ સેવાનો લાભ મેળવ્યો. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજરોજ 10માં તબક્કાનો પ્રથમ સેવા-સેતુ આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા જિ.દાહોદ ખાતે માન.ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા સાહેબ ના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવ્યો. @revenuegujarat@CMOGuj
ગ્રામ પંચાયત ઝેર તા.ફતેપુરા મુલાકાત લેવામા આવી સાથે દફતર તપાસણી કરી. ગ્રામજનો સાથે લોક સંવાદ કરી પ્રશ્નો ત્વરિત નિકાલ થાય તે મુજબની સૂચનાઓ આપવામા આવી. @CMOGuj@revenuegujarat
પેટા આરોગ્ય કેન્દ્ર ઝેરણા તા.ફતેપુરા મુલાકાત લેવામા આવી સાથે ઉપલબ્ધ દવાઓ જથ્થો અને મળતી સેવાઓ વિશે માહિતી મેળવી. ચાંદીપુરા વાયરસના લક્ષણો તથા ફેલાવવાની સામે તકેદારી રાખવા સુચના આપવામા આવી. @CMOGuj@revenuegujarat
મામલતદારશ્રી દેવગઢબારિયા દ્વારા રૂવાબરી ગામની મુલાકાત લીધી જેમાં ગામના ગ્રામજનોને વિવિધ યોજનાથી માહિતગાર કર્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. @CMOGuj@revenuegujarat
પ્રાંત અધિકારીશ્રી ઝાલોદના અધ્યક્ષ સ્થાને ગામ : મોટી નાંદુકણ તાલુકો : ફતેપુરા ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ હતું. સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ગ્રામજનોના પ્રશ્નોની ચર્ચા કરી અને ઉપસ્થિત પ્રશ્નોનો સ્થળે જ નિરાકરણ થાય તે માટેની કાર્યવાહી કરી. @CMOGuj
આજ રોજ મામલતદારશ્રી ફતેપુરાના અધ્યક્ષ સ્થાને ગામ જગોલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જગોલા ગામના અંદાજે 200 જેટલા ગ્રામજનો હાજર હતા. @CMOGuj@revenuegujarat