હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને સાવચેત રેહવા અને સરકારી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
@PMOIndia@CMOGuj@revenuegujarat
પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે.
અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
भक्तों को प्रत्येक मास की शुक्ल पक्ष की नवमी तिथि को “श्री राम” की प्रसन्नता के लिए अन्नरहित व्रत अर्थात या तो निर्जल नहीं तो फल आदि खाकर व्रत करना चाहिए। ऐसा करने वाले व्यक्ति पर प्रभु श्रीराम जी अतिशय प्रसन्न होते हैं।
जय रघुनंदन “जय श्री राम” ❣️
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ એથ્લેટિક ઇવેન્ટ્સમાં ભાગ લઈને કૌવત દર્શાવનાર ગુજરાતની દીકરીઓ શ્રદ્ધા કથિરીયા અને શિલ્પા દિહોરાએ રાખડી બાંધીને શુભેચ્છા વ્યક્ત કરી. બંને દીકરીઓને સફળ અને ઉજ્જવળ જીવનની અનેક શુભકામના.
ગોળા ફેંક, ચક્ર ફેંક અને ભાલા ફેંક જેવી રમતોમાં નેશનલ લેવલ સુધી રમનાર અને "બેટી બચાવો, બેટી પઢાઓ" અભિયાન હેઠળ સક્રિય કામગીરી કરનાર આણંદ જિલ્લાની દિવ્યાંગ દીકરી વેદાંશી પટેલે રક્ષાકવચ બાંધ્યું.
વેદાંશી નારીશક્તિનો પર્યાય છે અને સમાજ માટે પ્રેરણાદાયી છે. તેને સુખમય અને મંગલમય જીવનની શુભકામના.
ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi નું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.
સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
@Smritivan@PrixVersailles