@pravinmalibjp સાહેબ, AIMV નું પરિણામ ૨૩ જૂન ૨૦૨૬ ના રોજ આવી ગયું છે, હવે માત્ર કમિશનર ઓફિસ ની વહીવટી કાર્યવાહી જ બાકી છે. કમિશનર ઓફિસ દ્વારા વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાય તેવી નમ્ર વિનંતી, જેથી અમે પણ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જોડાઈને લોકસેવા કરી શકીએ.@sanghaviharsh@CMOGuj
@Mehul90711 @pravinmalibjp@narendramodi માનનીય સાહેબશ્રી, GPSC AIMV ભરતી Advt. 52/2024-25માં 153 ઉમેદવારો પસંદ થયા છે. પરિણામને લગભગ 3 મહિના પૂર્ણ થવા છતાં Joining અંગે હજુ રાહ જોવી પડી રહી છે. કૃપા કરીને સંબંધિત વિભાગનું ધ્યાન દોરી ઝડપી કાર્યવાહી કરાવશો. 🙏
માનનીય સાહેબશ્રી,
GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMV), Advt. No. 52/2024-25ની ભરતી પ્રક્રિયા અંતર્ગત તા. 04/05/2025 ના રોજ પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી તથા મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને તા. 23/06/2026ના રોજ અંતિમ પરિણામ જાહેર થયું.
અંતિમ પરિણામ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ પસંદ થયેલા 153 ઉમેદવારો ખૂબ જ આતુરતાથી Joining process શરુ થવાની રાહ જોઈ રહ્યા છે.
આપશ્રીને ખૂબ જ આદરપૂર્વક નમ્ર વિનંતી છે કે આપશ્રી આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી ટ્રાન્સપોર્ટ વિભાગને જરૂરી માર્ગદર્શન/સૂચના આપી AIMVની Joining Process વહેલી તકે શરૂ કરાવવા કૃપા કરશો.
આપશ્રીના સકારાત્મક હસ્તક્ષેપથી 153 પસંદ થયેલા ઉમેદવારોને ખૂબ મોટી રાહત અને આશા મળશે.
આભાર સાહેબ. 🙏
@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja@nidhirpatel6@BeingJigu@Sparsh_Soni11