લાખણી તાલુકાના મડાલ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત કરી શાળામાં ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી બાળકો સાથે સંવાદ કર્યો અને બાળકોની લેખન અને વાંચન ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું તથા સબંધિત શિક્ષણ સ્ટાફને જરૂરી સૂચનો કર્યા. @CMOGuj@InfoGujarat@GujDCoffice@GujPRHDept
લાખણી તાલુકાના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી તથા આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરી સબંધિત આરોગ્ય અધિકારીઓને સૂચનો કર્યા. @CMOGuj@InfoGujarat@GujDCoffice@GujPRHDept
આજરોજ જિલ્લા પંચાયત સીટ મુ. મીઠા તા.ભાભર મુકામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જે જન કલ્યાણ શિબિરની મુલાકાત લઈ ગામના વિકાસ કામોનું નિરીક્ષણ કરેલ તેમજ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ હાજર રહેલ ગ્રામજનો સાથે સંવાદ કરી બાળકોના અભ્યાસ માટે સમજણ આપી, વૃક્ષારોપણમાં ભાગ લીધો.
આજરોજ મહાદેવપુરા ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવેલ જેમાં શાળામાં શૈક્ષણિક પ્રવૃતિ, સ્વચ્છતા, વિદ્યાર્થીઓની હાજરી તેમજ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તદઉપરાંત CHC સેન્ટરમાં સ્વચ્છતા જાળવણી, દવાઓનો પૂરતો જથ્થો, સ્ટાફની નિયમિત હાજરી તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વાવ-થરાદ દ્વારા વાવ તાલુકા પંચાયત કચેરી તથા CHC સેન્ટરની સત્તાવાર મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગ, પાણીની સુવિધા, જરૂરી સાધન-સામગ્રી સહિતની મૂળભૂત સુવિધાઓની સમીક્ષા તથા ચકાસણી કરવામાં આવી હતી.
The concerns were taken seriously and appropriate instructions were given to concerned officials for early resolution of the issues. The District Administration, Vav Tharad remains continuously committed towards strengthening rural development and public amenities.
During the visit of the Resp. District Development Officer, Vav-Tharad to Asaragam, Asaravas and Chatarpura villages of Vav Taluka, local residents presented various issues related to education, drinking water, healthcare, Anganwadi buildings, and housing facilities…..
વાવ-થરાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ અવસરે પરીક્ષાનું માળખું, પરીક્ષા પ્રક્રિયા તથા તૈયારીની પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો.
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત 'એટ હોમ' કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
#RepublicDay
વાવ-થરાદ જિલ્લાના તેજસ્વી વિધાર્થીઓ UPSC પરીક્ષામાં સફળતા મેળવી સનદી સેવામાં જોડાય તે હેતુથી UPSC લક્ષ્યવેધ અને વાવ - થરાદ માર્ગદર્શન યોજના હેઠળ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વાવ-થરાદ જિલ્લાના વતની હોય તેવા વિધાર્થીઓને અરજી કરવાની છેલ્લી તા.૧૩/૦૧/૨૦૨૬ છે. તો આજે જ અરજી કરો.