આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા થરાદ તાલુકાના મહાજનપુરા ગામની મુલાકાત લીધી.ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકો તથા ગામલોકો સાથે સંવાદ કર્યો તથા ગામના વિકાસના સૂચિત કામોનુ સ્થળ નિરીક્ષણ કર્યું.
@DDOVAVTHARAD@CollectorVT@ChaudhryShankar@sdmtharad@CMOGuj
આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા થરાદ તાલુકાના મહાજનપુરા ગામની મુલાકાત લીધી.ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકો તથા ગામલોકો સાથે સંવાદ કર્યો તથા ગામના વિકાસના સૂચિત કામોનુ સ્થળ નિરીક્ષણ કર્યું.
@DDOVAVTHARAD@CollectorVT@ChaudhryShankar@sdmtharad@CMOGuj
વાવ-થરાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ અવસરે પરીક્ષાનું માળખું, પરીક્ષા પ્રક્રિયા તથા તૈયારીની પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો.
માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા ડેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ તથા વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શિક્ષણની ગુણવત્તા, લાઈબ્રેરી તથા ડિજિટલ શિક્ષણની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વાવ-થરાદ જિલ્લા ખાતે ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન.અધ્યક્ષશ્રી વિધાનસભા ગુજરાત રાજ્ય તથા જનજાતિના આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવેલ.💐
બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી.
આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence#ServeNation#DeshSeva
https://t.co/pBdULguQtq
@CMOGuj@sanghaviharsh
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.