किसानों के सम्पूर्ण कर्ज़ माफी, युवाओं को स्थायी रोजगार, कॉन्ट्रैक्ट और फिक्स-पे प्रथा समाप्त करने, 500 रुपये में गैस सिलेंडर, OPS लागू करने के साथ SC/ST, OBC को जनसंख्या के अनुसार बजट, विधवा तथा लाड़ली बहन योजना के अंतर्गत अन्य राज्यों की तरह गुजरात की जनता को इस बजट में लाभ देने की मांग के साथ गुजरात विधानसभा में साथी विधायकों के साथ विधानसभा परिसर में विरोध प्रदर्शन।
@TusharAmarsinh1@Vimalchuda1002@jigneshmevani80@AnantPatel1Mla@drkiritcpatel@_shaileshparmar
ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati
વાડ થઈ ને ચીભડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે !
સરકાર થઈ ને જો અન્યાયના રસ્તે પોતાના જ કર્મચારીઓનું શોષણ કરે તો સામાન્ય નાગરિકો એ શું આશા રાખવી ?
આ અન્યાયી ફિક્સ વેતન પ્રથા નાબૂદ થવી અત્યંત જરૂરી.
#Remove_Fixpay_in_gujarat#Remove5YearFixpay
આજે ગુજરાત સરકારના બધા #કર્મચારીઓ સુપ્રીમકોર્ટના ચુકાદાની નજર રાખીને બેઠા છે.ઘણા વર્ષો પછી આશા જીવંત થઈ છે.ઐતિહાસીક ચુકાદો આવે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીયે અને લાખો કર્મચારીઓની આશા પૂરી થાય અને સન્માન પૂર્વક જીવન જીવી શકે 👍સત્યની જીત થસે. #મહાદેવ#RemoveFixpayGujarat
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
🎓 “શિક્ષણના મંદિરમાં માફિયાઓનો રાજ”
“ગરીબના સંતાનને શિક્ષક બનાવવાનું સ્વપ્ન... અને શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓના મિલીભગત થી ચાલતો ધંધો!”
ગુજરાતનું શિક્ષણ તંત્ર આજે સૌથી મોટો વ્યવસાયિક બજાર બની ગયું છે. “PTC” એટલે શિક્ષણનો પ્રથમ પગથિયો કહેવાતું — આજે એ ભ્રષ્ટાચારના વેપારનું કેન્દ્ર બની ગયું છે.
તાજેતરમાં બહાર આવેલા PTC (D.El.Ed) એડમિશન કૌભાંડના પુરાવાઓ ચોંકાવનારા છે.
વિદ્યાર્થીઓ પાસેથી ₹2 લાખ સુધીના ડોનેશનની માંગણી કરવામાં આવે છે,
“માન્યતા રદ થયેલી” કોલેજોને રાજકીય આશીર્વાદથી રાતોરાત માન્ય મેળવી આપવી, અને યોગ્ય ઉમેદવારોને નિયમના નામે બહાર રાખવા — આ બધું મળીને રાજ્યના શિક્ષણ વિભાગની નૈતિકતા પર પ્રશ્નો ઉભા કરે છે.
🔴 મુદ્દો ૧ :
2 લાખ રૂપિયામાં PTC સીટોનો વેપલો
PTC કોલેજોના ટ્રસ્ટીઓ ખુદ વિદ્યાર્થીઓ પાસે એડમિશન માટે રૂપિયા માગતા પુરાવા (વિડિયો) સામે આવ્યા છે.
એક ટ્રસ્ટી તો ખુલીને કહે છે —
> “એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે!”
લોકમાન્ય B.Ed. કોલેજના ગૌરાંગ પરમારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે — જે માન્યતા રદ થયેલી કોલેજોમાં 50% ભાગીદારીના MOU કરીને તેમને “ચમત્કારિક રીતે” માન્ય બનાવે છે!
❓પ્રશ્ન છે — શું એ શિક્ષણ વિભાગના અધિકારીઓના આશીર્વાદ વગર શક્ય છે?
જો નહીં, તો શિક્ષણ મંત્રાલય પોતે આ ગુનામાં સહભાગી નથી ?
🛑પહેલા તો ઉત્તર બુનિયાદી માં ભણ્યા છો એમ કહીને એડમિશન આપ્યું હતું તે કેન્સલ કર્યું,
ટ્રસ્ટી એ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપીએ છીએ એટલે #2_લાખ લાંચની માંગણી કરી હતી.
શું આ રાજ્યમાં ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ પણ કદાચ શિક્ષણ વિભાગ જ છે ?
“લોકમાન્ય B.Ed. કોલેજ”ના ગૌરાંગ પરમાર હસ્તક ભ્રષ્ટાચાર નો રૂપિયો પહોંચે છે એવો આ ટ્રસ્ટી વર્મા સાહેબનો દાવો છે.
- આ તો ખુલ્લેઆમ “#માફિયા_મોડેલ” કહેવાય.
લોકમાન્ય B.Ed. કોલેજના આ ધુરંધર જે માન્યતા રદ થયેલી કોલેજમાં 50% ભાગીદારીના MOU કરાવે અને પછી એ કોલેજ ચમત્કારિક રીતે “માન્ય” બની જાય!
આ શું છે ? “#એજ્યુકેશન કે #એક્સ્ટોર્શન?”
❓પ્રશ્ન એ છે — આ ગૌરાંગ પરમાર કોણ છે ?
કઈ સત્તાથી તે દરેક માન્યતા રદ થયેલી કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કરાવે છે અને એક રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવે છે?
📢 પ્રશ્ન એ પણ છે — આ #ગૌરાંગ_પરમારના હાથમાં શું કોઈ એવી ચાવી છે જે આખા શિક્ષણ વિભાગના દરવાજા ખોલી દે છે ?
કયા આશીર્વાદથી એ એક ફાઈલના ટેપાથી સંસ્થાનો ભાગીદાર બની જાય છે ?
જો શિક્ષણ વિભાગના વડા (શિક્ષણ સચિવ)ના આશીર્વાદ વગર આ શક્ય હોય તો પછી કદાચ “ગૌરાંગ પરમાર”ના હાથમાં જ આખું વિભાગ હશે!
કારણ કે જો શિક્ષણનો ધંધો ચાલે છે તો ગુનાહિત સહભાગી શિક્ષણ વિભાગ છે જ !
⚫ મુદ્દો ૨ : #ઉત્તર_બુનિયાદી વિદ્યાર્થીઓને એડમિશન રદ — નિયમ કે નિર્મમતા?
વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાતોરાત નિયમ બદલી દેવાયા.
ફી લઈ લીધા પછી એડમિશન રદ કરવાનું — એ તો સીધી ઠગાઈ છે!
શું હવે નિયમોનો ઉપયોગ “સાચા”ને દબાવવા અને “ગોઠવાયેલા”ને બચાવવા માટે થાય છે?
⚫ મુદ્દો ૩ : પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં એડમિશન નહીં!
D.El.Ed 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા પૂરક પરીક્ષાઓ બાદ શરૂ થઈ હતી, છતાં વિદ્યાર્થીઓને “જૂના નિયમ”ના નામે નકારી કાઢવામાં આવ્યા.
આ નિયમો હવે શિક્ષણ માટે નહીં, પરંતુ સેટિંગ માટેના હથિયાર બની ગયા છે.
⚫ મુદ્દો ૪ : ઓફલાઇન એડમિશન – ગરીબ વાલીઓની લૂંટ
જ્યારે આખું રાજ્ય “ડિજિટલ ગુજરાત” બોલે છે, ત્યારે શિક્ષક બનવા માટે એડમિશન પ્રક્રિયા હજુ “ઓફલાઇન” રાખવી એ શંકાસ્પદ છે ! અને સુનિયોજિત કાવતરું CHE
આ “ડિજિટલ યુગમાં #મેન્યુઅલ_લૂંટ” છે.
આજે શિક્ષણ વિભાગ એક તંત્ર નથી, એ તો એક સુનિયોજિત માર્કેટ સિસ્ટમ બની ગયું છે —
> જ્યાં દરેક નિર્ણયનો ભાવ છે,
દરેક ઉમેદવાર એક ટાર્ગેટ છે,
અને દરેક સીટ એક ડીલ છે.
જો આ તંત્રને રોકવામાં આવશે નહીં, તો આવતી પેઢી પાસે #શિક્ષક નહીં, #દલાલો હશે. કક્ષામાં પાઠ નહીં, “રેટ લિસ્ટ” હશે.
અને શિક્ષણનું મંદિર નહીં, “એજ્યુકેશન મોલ” ઉભો થશે.
---
⚠️ ખુલ્લી ચેલેન્જ શિક્ષણ મંત્રીને:
જો આ દાવાઓ ખોટા છે —
તો નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડો.
જો દાવાઓ સાચા છે —
તો આ આખું તંત્ર તોડી નાખો.
કારણ કે જ્યારે શિક્ષણનું દેવાલય ભ્રષ્ટાચારથી ભરાઈ જાય,
ત્યારે ભગવાન પણ પૂજા સ્વીકારતા નથી.
📢 માંગણી:
તમામ PTC કોલેજોના એડમિશન પ્રક્રિયાની તટસ્થ તપાસ
ટ્રસ્ટી, મધ્યસ્થો અને વિભાગીય અધિકારીઓ પર ગુનાહિત કાર્યવાહી
📍આ લડત ફક્ત કૌભાંડ વિરુદ્ધ નથી — એ રાષ્ટ્રની આત્માને બચાવવાનો સંઘર્ષ છે.
📍શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર હવે ફક્ત “ન્યૂઝ” નથી, એ એક “નેશનલ શેમ” છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#PTCScam #EducationMafia #FixEducation #StopCorruptionInEducation #GujaratEducationScam