11000 ટેટ 1 વિદ્યાસહાયક ભરતી માટે તાત્કાલિક pml જાહેર કરવામાં આવે અને ઝડપી માં ઝડપી ભરતી કરવામાં આવે તો જ હાલ માં વર્ગખંડ માં બાળકો ને શિક્ષકો મળી રહે અને શિક્ષણ બગડે નહિ તો જ સ્કૂલો માં ડ્રોપ આઉટ રેટ માં ગટાડો થઈ શકે તો તાત્કાલિક ભરતી કરો
માન @Rivaba4BJP જી ટેટ ૧ શિક્ષકોની ભરતી જાહેર કરતા પહેલા વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે યોગ્ય નિર્ણય લઈ વય મર્યાદા વધારીને ભરતી જાહેર કરો એવી @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષા છે. આજથી ૨ દિવસ શિક્ષક બનવા લાયક છે અને મેરિટ ૭૧ છે.
😔
પ્રાથમિક #શિક્ષક ભરતીમાં વિલંબને કારણે #TET-1 હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય
પ્રાથમિક શાળા ધો.1થી5માં #RTI માહિતી મુજબ 17383 જગ્યાઓ ખાલી છે.
TET-1 પાસ કર્યા પછી પણ ભરતી નથી યુવાનોની મહેનત અને ભવિષ્ય બંને જોખમમાં છે
લાયકાત હોવા છતાં ભરતી ના કોઈ એંધાણ નથી.
આખરેTET-1 ભરતી ની રાહ જોતા ઉમેદવારો નો બેકારી નો બોજ ક્યારે દૂર થશે.અમારી વિનંતી છે કે ટેટ-1 ભરતી જલ્દી જાહેર કરો
#SaveEducationSaveGujarat #PrimaryEducation #RightToEducation #TeachersRecruitment
@CMOGuj@drpradyumanvaja@Rivaba4BJP@shaktisinhgohil
રાજ્યમાં 13,154 શિક્ષકોની જગ્યા ખાલી, પણ ભરતીમાં વિલંબથી 10 હજાર ટેટ ઉમેદવાર 38 વર્ષની વય મર્યાદા વટાવી ગયા હવે કોઈ હેલ્પર તો કોઈ એસિડ વેચવા મજબૂર🥹
31 માર્ચ સુધીમાં ભરતી નહીં થાય તો વધુ 3500 વય મર્યાદા પાર કરશે.😳🤔
🛑સોર્સ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ
આજ રોજ વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 #વિદ્યાસહાયક_ભરતી ઝડપથી જાહેર કરવામાં આવે અને વયમર્યાદા ટેટ 2 સમકક્ષ કરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.@drpradyumanvaja જી તેમજ @Rivaba4BJP જી વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારોની લાગણી સમજી ઝડપથી ભરતી કરવામાં આવે.
માનનીય સાહેબશ્રી
વિષય: ટેટ 1 વિધ્યાસહાયક ભરતીની જાહેરાત વર્તમાનપત્રમાં ઝડપથી પ્રસિદ્ધ કરવા બાબત તેમજ મહત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા બાબત.
જય ભારત સહ જણાવવાનું કે શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા ટેટ 1 પરીક્ષાનું પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 10825 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે અને કુલ પરિણામ ટકાવારી 12.21 છે. હાલમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ટેટ 1 માં પુષ્કળ પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોવાથી ઝડપથી વિધ્યાસહાયક ભરતીની જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે એવી સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી અને માંગણી છે.
રાજય સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જે ગતિએ ટેટ 1 પરીક્ષાનું આયોજન કર્યું અને પરિણામ પણ જાહેર કર્યું એ ગતિએ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો હજારો વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય એમ છે. નીચે કેટલાક મહત્વના મુદ્દાઓ અને નીતિ વિષયક બાબતો અમે ધ્યાનમાં લેવા માંગીએ છીએ એના ઉપર ઘટતી કાર્યવાહી કરવામાં આવે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઝડપથી ઉકેલ આવી શકે એમ છે.
મુખ્ય માંગણીઓ અને લાગણીઓ:
1. ટેટ 1 પાસ ઉમેદવારોની ઝડપથી અને તાત્કાલિક અસરથી વિધ્યાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવે.
2. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ ભરતી કેલેન્ડર પ્રમાણે વિધ્યાસહાયક ભરતી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે.
3. વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારોને ભરતીમાં થઈ રહેલા રહેલા વિલંબને કારણે હજારો ઉમેદવારો પોતાની મહત્તમ વય મર્યાદા (Age Limit) વટાવી રહ્યા છે.જો જાહેરનામું બહાર પાડવામાં હજુ વિલંબ થશે તો લાયકાત ધરાવતા હોવા છતાં ઘણા ઉમેદવારો સરકારી નોકરીની તક કાયમ માટે ગુમાવી દેશે.
4. વય મર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે જેથી કરીને ભરતી અને પરીક્ષાઓના વિલંબને કારણે વય મર્યાદા વટાવી ચૂકેલા હજારો ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર પ્રદાન થાય.
5. હાલમાં પૂર્ણ શિક્ષકોની ભરતીમાં મોટાભાગની કચ્છ સ્પેશિયલ તેમજ સામાન્ય વિધ્યાસહાયક ભરતીમાં જગ્યાઓ ખાલી રહી હોવાથી શિક્ષકોની ભરતીમાં વય મર્યાદા બાબત ઉદાર વલણ દાખવવામાં આવે એવી અપેક્ષા છે.
6. સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે જેથી કરીને ખૂલતાં વેકેશનમાં પ્રાથમિક શાળામાં શિક્ષકો પહોંચી શકે.
ઉપરોક્ત તમામ મુદ્દાઓ સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારો તેમજ બહોળા સમુદાયને અસર કરતા હોય ઝડપથી વિધ્યાસહાયક ભરતીની જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને ઉપરોક્ત તમામ લાગણીઓ અને માંગણીઓ ઉપર ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી રાજય સરકાર તેમજ શિક્ષણ વિભાગ પાસે સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારો આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે.
આપના વિશ્વાસુ
સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારો.
@drpradyumanvaja@Rivaba4BJP@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj@devanshijoshi71@sandeshnews@VtvGujarati@tv9gujarati@Divya_Bhaskar@deepakrajani123@abpasmitatv