સરકાર માં સારું કામ કરવા બદલ આ રીતે સન્માનિત કરવામાં આવે છે આ રીતે સારા અધિકારીઓ કર્મચારીઓ જ્યારે રાજકારણીઓનું સાંભળ્યા વગર નીતિમત્તા થી અને પ્રામાણિકતા થી કામ કરે છે ત્યારે તેઓને બદલી ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.અને આ નરીવાસ્તવિકતા છે.
ગુજરાત સરકારના દરેક ફિક્સ પે પીડિત કર્મચારી માટે આ મહા મુસીબત છે. એક યુવક ખંત પૂર્વક પોતાની નોકરી કરે કે ઘર પરિવારની નબળી આર્થિક સ્થિતિ ની ચિંતા કરે ? આર્થિક કંગાળતા કર્તવ્ય પ્રત્યે ઉદાસીનતા લાવે છે !
#Remove_Fixpay_in_gujarat
મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
👉ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
🔹 કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
🔹 મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
આજે ગુજરાત સ્થાપના ને 65 વર્ષ પૂર્ણ થયા. છેલ્લા એક દાયકા થી વિકાસનાં દરેક પાસાંઓમાં અગ્રેસર રહેતુ અને દેશનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાતમાં પોતાનાં જ કર્મચારીનું શોષણ કેમ??
#remove_fixpay_in_gujarat@CMOGuj@narendramodi@AmitShah
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત આવતા આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટરની સ્વ વિનંતીનાં બદલી કેમ્પ માટે છેલ્લા એક વર્ષમાં ૬-૬ વખત માહીતીઓ મંગાવી અને બદલી કેમ્પ કોઈને કોઈ કારણોસર અટકાવી કર્મચારીઓની લાગણી અને માગણી સાથે મજાક થઈ રહી છે.
22-09-2023, 26-10-2023, 12-01-2024, 16-02-2024, 21-02-2024, 02-07-2024
આમ આ ૬ વખત માહીતી મંગાવી પરંતુ બદલી કેમ્પ કરવામાં આવેલ નથી.
વર્ષોથી પોતાના વતનમાં જવા કે પતિ/પત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સ્થળે જવાં કે વૃઘ્ઘ માં-બાપની સેવાં કરવા વતનમાં જવા ઈચ્છતા હજારો કર્મચારીઓને આ રીતે ૬-૬ વખત બદલીની માહીતી મગાંવી કેમ્પ અટકાવી આશરે ૭૫૦૦ કર્મચારી અને તેના પરીવારને માનસીક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષો થી કર્મચારીઓની નીચે મુજબ ની મુખ્ય માંગણીઓને અવગણવામાં આવી રહે છે.
૧) કેન્દ્ર સરકારની સુચના મુજબ ૪૨૦૦ ગ્રેડ પે હોવો જોઈએ પરંતુ ગરવી ગુજરાતમાં આઈ.ટી.આઈ સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટરને માત્ર ૨૮૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે.
૨) રોજગાર અને તાલીમ નિયામક અંતર્ગત સરકારી આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટર પાસે ૧ કરતાં વધુ ચાર્જ હોવાં છતાં સામાન્ય વહિવટ વિભાગનાં નિયમ મુજબ ચાર્જ એલાઉન્સ આપવામાં આવતું નથી.
૩) રોજગાર અને તાલીમ નિયામક અંતર્ગત સરકારી આઈ.ટી.આઈમાં ફરજ બજાવતાં ફોરમેન ઈનસ્ટ્રક્ટરનાં ઉચ્ચતર માટે ખાતાકીય પરીક્ષાથી કર્મચારીઓમાં રોષ છે.
૪) રોજગાર અને તાલીમ નિયામક અંતર્ગત સરકારી આઈ.ટી.આઈમાં ૨૦૦૧માં નિમણુંક પામેલ સુપરવાઈઝર ઈનસ્ટ્રક્ટરનાં ૨ વર્ષ સળંગ ગણવાંનો પ્રશ્ન વર્ષોથી પડતર છે.
આખરે ક્યાં સુધી વર્ગ ૩ ના કર્મચારીઓને આ રીતે શોષણ કરી હેરાન કરવામાં આવશે.
@CMOGuj@DETGujarat@LabourMinistry@Balwantsinh99@kunvarjihalpati@mansukhmandviya@irushikeshpatel@ITIUNION@devanshijoshi71@hdraval93@jdgujarati@JournoJayesh@SidDholakia@DhwaniRohini@Vivekdoza@Jamawat3@YAJadeja@DhwaniRohini@nidhirpatel6@Janak_Sutariyaa@SamirParmar1947@DeepalTrevedie@deepakrajani123@PurohitShivaniS@chetan_pagi@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@gujratsamachar@Kaushikdd@Dinesha64192780@Ravalkalpesh_s
માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે સરકારી કર્મચારીઓની બદલી માટે યુનિફોર્મ નિયમો બનાવવામાં આવે અને તેની દરેક વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવે કારણકે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ઘણા અધિકારી અવગણના કરી પોતાની રીતે નિયમો બનાવી રહ્યા છે. @CMOGuj@Balwantsinh99
@Balwantsinh99 નારી તું નારાયણી.સ્ત્રી જ્યારે સરકારી નોકરી માં પોતાની ફરજ બજાવવા માટે પોતાનાં વતન થી200-300km દુર હોય ત્યારે તે પોતાનાં બાળકોની તેમજ પોતાનાં માતપિતા ની સારસંભાળ લઈ શકતી નથી. તેમજ પારકા પ્રદેશ માં તેને પોતાની સુરક્ષા નો પણ ભય રહે છે અને છેડછાડ તેમજ બળાત્કાર નો ભોગ બનવું પડે છે.
@Balwantsinh99 મહિલાઓને સશક્ત કરવા તેમની સાથે ભેદભાવ કરવામાં ન આવે., નિયમો દરેક માટે સરખા રાખવામાં આવે., ૪૦૦km દૂર રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતી સ્ત્રી કર્મચારીઓને સત્વરે બદલી કરી આપવામાં આવે ત્યારે ખરા અર્થમાં મહિલા દિવસ ઉજવાયો ગણાશે.
@Balwantsinh99 સાચો મહિલા દિવસ તો ત્યારે ઉજવાયો કહેવાય જ્યારે 1 વર્ષનો નિયમ હોવા છતાં વર્ષોથી રાહ જોઈ રહેલી ITI ના કર્મચારીઓની પારદર્શક બદલી કરી તમામને વતનની નજીક મોકલવામાં આવે.