આજે પિતાજીને ગુમાવ્યાને એક વર્ષ થયું.
૩/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી થયેલી દુર્ઘટનામાં તેમને ગંભીર ઈજા પહોંચી અને ૧૨/૯/૨૦૨૪ ના રોજ તેઓ અમને છોડીને ચાલ્યા ગયા.
ગુજરાત માનવ અધિકાર આયોગે સુઓમોટો લઈને કાર્યવાહી શરૂ કરી છે,રાજકોટમાં અનેક જગ્યાએ ગટરનાં તૂટેલા ઢાંકણાંની મરામત પણ થઈ છે – આ પિતાજીના બલિદાનનું પરિણામ છે.પણ હજી અમોને ન્યાય મળ્યો નથી. મારી લડત ચાલુ રહેશે, જેથી આવી બેદરકારી ફરી કોઈના પિતાને ન છીનવી લે.
👉🏻 મારા પિતાજીની દુઃખદ ઘટના – મુદ્દાવાર 👇🏻
પિતાજીનો ફરજપ્રેમી સ્વભાવ :-
- પત્રકાર તરીકે ન્યૂઝ પેપર એજન્સીમાં ફરજ બજાવતા હતા.
- દરરોજ વહેલી સવારે ૩ વાગ્યે ફરજ પર જતા.
- શિયાળો, ઉનાળો, ચોમાસું કે પિતાજી બીમાર હોવા છતાં – ક્યારેય રજા નથી રાખી.
- પિતાજી હંમેશા કહેતા – "બેટા સ્મશાનમાં રજા હોય તો મારે રજા હોય" 😔🥹
દુર્ઘટનાની ઘટના (૦૩/૦૯/૨૦૨૪):-
- રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી.
- ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાંની કોઈ મરામત નહોતી.
- ચેતવણી બોર્ડ કે સાઇન બોર્ડ લગાવેલ ન્હોતા
- પિતાજી તે ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાં પરથી પસાર થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.
ઈજાની ગંભીરતા અને અંતિમ વિદાય (૧૨/૦૯/૨૦૨૪):-
- જમણી બાજુના ફેફસાની તમામ પાંસળીઓ ભાંગી ગઈ.
- પાંસળીઓ ફેફસાની અંદર વળી જતાં એક ફેફસું સંપૂર્ણ રીતે ડેમેજ થયું અને માત્ર એક જ ફેફસું કાર્યરત રહ્યું.
- જન્મજાત શ્વાસની તકલીફને કારણે વધુ ગંભીર અસર.
- ૯ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ પિતાજીનું અવસાન.
જવાબદારોની બેદરકારી:-
- અકસ્માત અંગે સ્પષ્ટ CCTV ફૂટેજ ઉપલબ્ધ છતાં મહાનગરપાલિકા કમિશ્નર અને સિટી ઈજનેર જવાબદારી સ્વીકારતા નથી અને જણાવે છે – “આ તો માત્ર અકસ્માત છે, અમારી જવાબદારી નથી.”
માનવ અધિકાર આયોગની કાર્યવાહી:-
- ૦૩/૧૦/૨૦૨૪ એ સુઓમોટો કાર્યવાહી શરૂ થઈ.
- ૧૩/૧૧/૨૦૨૪ એ અમે પક્ષકાર તરીકે જોડાયા.
- કેસ આજદિન સુધી ચાલુ છે અને અમારા પરિવારને ન્યાય તંત્ર પર દૃઢ વિશ્વાસ છે.
ઘટના નું સકારાત્મક પરિણામ:-
- ગુજરાત માનવ અધિકાર આયોગના આદેશથી કમિટી રચાઈ.
- સમગ્ર રાજકોટમાં તૂટેલા ગટરનાં ઢાંકણાંની મરામત થઈ.
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને તૂટેલા ઢાંકણાં અંગે હેલ્પલાઈન પર ફરિયાદ કરવા માટે જાહેરખબર અને અખબારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી.
- પિતાજી જતા જતા પણ તંત્રને આંખ ખોલાવી ગયા.
મારી લડત:-
- માત્ર અમારા પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર રાજકોટ માટે આવી કોઈ દુર્ઘટનાનો ભોગ કોઈ ન બને તેના માટે છે.
- ભવિષ્યમાં આવી બેદરકારી ન બને તે માટે બેજવાબદાર તંત્રને જવાબદાર બનાવવાની.
આપ હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો પાપા. 🥹🙏🏻
ઈશ્વર આપના આત્માને શાંતિ અને મોક્ષ અર્પે.🙏 @smartcityrajkot@TusharSumeraIAS
#JusticeForMyFather
#RajkotMunicipalityNegligence
#HumanRights
#AccountabilityMatters
#NeverForget
#PublicSafetyFirst
#FightForJustice
#TruthAndJustice
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@devanshijoshi71@Vivekdoza@hdraval93@JournoJayesh@AcharyaJay22_17@YAJadeja@NiravJoshi0@Ranaji121@nidhirpatel6@Janak_Sutariyaa@dave_janak@toralkavi@DeepalTrevedie@isudan_gadhvi@Gopal_Italia@jigneshmevani80@AmitChavdaINC@shaktisinhgohil@ShankersinhBapu@PravinRam_@our_rajkot@Divuahirr@Mayur_0603@chetan_pagi@chintanbhogayta
એક સુંદર પહેલ તરફ વિચાર:-
"ચાલો village થી city સુધી – સ્વચ્છતાને બનાવીએ આપણી પદ્ધતિ.
આજે વિચાર આવ્યો કે આપણે આપણી આજુ બાજુના વિસ્તાર, ગામ, તાલુકા અને જીલ્લા લેવલ પર સ્વયં સ્વછતા રાખીને સુંદર અને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે ઊભું કરી શકીએ.
હું એક સરકારી કર્મચારી છું એટલે દરેક કાર્યમાં કમિટી બનાવીને કાર્યની ફાળવણી કરવાથી કોઈ એક વ્યકિત ઉપર કામનું ભારણ ન આવે અને તે કાર્ય ખૂબ સારી રીતે નિર્ધારિત સમય પર થાય તે વાત જાણું છું માટે આપની સમક્ષ એક વિચાર મૂકું છું.
દરેક તાલુકા કક્ષાએ નીચે મુજબની કચેરીઓ હોય છે
૧) મામલતદાર કચેરી
૨) તાલુકા પંચાયત કચેરી/નગરપાલિકા કચેરી
૩) તાલુકા પોલીસ સ્ટેશન
૪) કૃષિ કચેરી
૫) તાલુકા ન્યાયાલય
૬) અન્ન અને નાગરિક પુરવઠા કચેરી
૭) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
૮) શિક્ષણ વિભાગ કચેરી
૯) સહકારી મંડળી/સહકારી સોસાયટી
૧૦) મહિલા અને બાળ કલ્યાણ કચેરી
૧૧) PGVCl કચેરી
૧૨) ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)
ઉપરોક્ત કચેરીમાંથી એક એક કર્મચારી સ્વેચ્છાએ સામે આવીને એક સ્વછતા અભિયાન માટે કમિટી બનાવે તેના અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારી અને સભ્ય તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા ચીફ ઓફિસરને નિયુક્ત કરવામાં આવે અને પોતાના તાલુકાને સ્વચ્છ રાખવાનું કામ તે કમિટી દ્વારા કરવામાં આવે તો સુચારુ રૂપે તે કાર્ય ૧૦૦% થઈ શકે. સાથે સાથે કોઈ સામાજિક સંસ્થા કે NGO પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ શકે છે.
જાહેર રસ્તાઓ પર, સરકારી કચેરીઓ પર અને દરેક એવી જગ્યાએ કે જ્યાં લોકોની અવર જવર હોય ત્યાં કચરો અને અન્ય બિનઉપયોગી ચીજ વસ્તુઓનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય અને તેનું પાલન દરેક નાગરિક ૧૦૦% કરે
અન્યથા સામાન્ય દંડની જોગવાઈ પણ રાખવામાં આવે સાથે સાથે તમામ જાહેર જગ્યાઓ પર CCTV Camera રાખવામાં આવે જેથી તમામ જગ્યાનું મોનીટરીંગ થઈ શકે. ઉપરોક્ત તમામ કાર્ય કમિટીએ જોવાનું રહે અને તમામ લોકો સુધી આ વાતની જાગૃતતા ફેલાઈ તે અંગેના કાર્ય પણ કરવામાં આવે.
ગુજરાતભરમાં જો દરેક તાલુકા અને જીલ્લા કક્ષાએ આ રીતે કમિટી બનાવીને કાર્ય કરવામાં આવશે અને દરેક તાલુકા અને જીલ્લા લેવલ પર ક્યા તાલુકા અને કયા જિલ્લાનું સ્વચ્છતાનું પ્રમાણ વધ્યું છે તે અંગે ફોટો માંગીને સ્વચ્છતામા અગ્રેસર રહેતા તાલુકા અને શહેરને પ્રોત્સાહન આપવા યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે તો દરેક જગ્યાએ પ્રદૂષણ પણ દૂર થશે અને સ્વચ્છતાનું પ્રમાણ સારું હોવાથી રોગો સામે પણ રક્ષણ મેળવી શકાશે.
ઉપરોક્ત વિચાર યોગ્ય લાગે તો માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરશો.
(નોંધ:- કોઈ પણ કચેરી દ્વારા આ વાતનો વિરોધ કરવો નહીં આ ફક્ત એક વિચાર છે અમલમાં મૂકવો ન મૂકવો આપનો અંગત નિર્ણય હોય શકે છે)
@hdraval93@devanshijoshi71@JournoJayesh@Janak_Sutariyaa@dave_janak@chetan_pagi@chintanbhogayta@DevendraBhatn10@deepakrajani123@DeepalTrevedie@SidDholakia@DhwaniRohini@MittalKhania@Mittal4Nomads@nidhirpatel6@nikunjjani9@NiravJoshi0@AcharyaJay22_17@Anchor_Pankaj@DixitGujarat@iDixitThakrar
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay#Remove_Fix_Pay_Gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
આદરણીય @CMOGuj સાહેબ શ્રી, આપના વ્હાલા ગુજરાત રાજ્યના લાખો મહેનતુ અને કર્મયોગી વર્ગ 3/4 નાં કર્મચારીઓના જીવનને સ્પર્શતા આ
અત્યંત જરૂરી મુદ્દા પર વિચાર- વિમર્શ કરી હકારાત્મક નિર્ણય લેવા હૃદયપૂર્વક વિનંતી !
#Remove_Fix_Pay_In_Gujarat or Reduce It to Minimum Probation period. આભાર
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi