જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
TET TAT પાસ ભાવિ ગુરુજનોને સમર્પિત આટલો સહકાર આપજો સરકાર પણ જેમને ઉચ્ચતર માધ્યમિક સરકારી મળી છે તેમને ગ્રાન્ટેડમાં ઉમેદવારી પાછી ખેંચવા તક આપે ઓનલાઇન એક દિવસ તો પાછળથી WAITING ખોલવાના રાઉન્ડ ઓછા થાય અને ક્રમિક ભરતીનો સાચો લાભ મળે બાકી નામની ક્રમિક ભરતી થશે...કામમાં નહીં આવે
#Revised_Revenue_Talati_Syllabus
ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC https://t.co/6uThfCKDjR. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ રોજગાર મેળામાં જે સુફિયાણી વાત કરી રહ્યા હતા તેનો 🪞અરીસો બતાવતી પ્રતિક્રિયા 🗣️
🤔સાહેબ ! ક્યાં #CM નાં દીકરા કે દીકરી નોકરી માટે આવી પરીક્ષાઓ માં ઉમેદવારી કરે છે તે તો જણાવો ?
🙇🏼CM તો દૂરની વાત છે, તમારી પાર્ટી નાં પેજ પ્રમુખ કે વોર્ડ પ્રમુખ સુધા આવી કોઈ ભરતી માં ફોર્મ નથી ભરતા.
🙇🏼તમારા પાર્ટીનું સાચું અને સનાતન વાક્ય એ છે કે
"#ભલામણ/લાગવગ વગર ક્યાંય નોકરી મળતી નથી નથી ને નથી..."
💁🏼એવી એકપણ ભરતી નથી રહી, સરકારી, બિન સરકારી, અર્ધ સરકારી કે પછી સહકારી જેમાં લાગવગ કે ભલામણ ન ચાલતી હોઈ... તમામ જગ્યાએ #ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણવાદ, પરીવારવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વધ્યો છે.
💁🏼પારદર્શીતા અને વિશ્વાસ વધ્યો છે એવું "#ગપ્પુ" તો આપ મારી રહ્યા હતા, સાહેબ જરા ધરાતલ ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે વિશ્વાસ વધ્યો નથી #વિશ્વાસ_ઘટયો છે. નવી લોટરી પ્રક્રિયાઓ લાવીને પારદર્શીતા હતી તે પણ ગાયબ કરી નાખી છે.
💁🏼જ્યાં પણ પેપર ફૂટવાની, ગેરરીતિ, ગોબાચારી, ભ્રષ્ટાચાર, #કૌભાંડ, કાંડ નાં સમચાર આવે ત્યાં જોઈ લેવાની છૂટ અંતે તો તાર તમારી પાર્ટી સાથે જ સંકળાયેલા હસે👇
📌આજથી 15 દિવસ પહેલા નો કિસ્સો જોઈ લો,
👉🏼દાહોદ નાં ચોસાલા ખાતેની કેદારનાથ #આશ્રમશાળા માં શિક્ષક તરીકે નોકરી રાખવા માટે 17 - 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.
જોવો તો માંગી કોણ રહ્યું છે ? તો કે તમારી જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરો નાં પૂજ્ય પિતાશ્રી અને 4 ટર્મ રહેલા પૂર્વ ધારાસભ્ય બચુભાઈ એન. કિશોરી.
તમે શું એક્શન લીધા કહેશો ?
શું નીકળ્યો કોઇનો #વરઘોડો ?🤔
📌તમારી જ પાર્ટીમાં રહેલા 'જશુભાઈ ભીલ' #GSRTC માં નોકરી અપાવવા માટે પૈસા લીધા હતા, જેનો વિડિયો પણ ફરતો થયો તો તમે શું કર્યું ?
ફક્ત 6 મહિના પાર્ટી માર્થી સસ્પેન્ડ કર્યા, કોઈ કાયદાકીય પગલાં કેમ નાં લીધા ?
અને લોકસભા ની ચૂંટણી સમયે તો પાર્ટી માં પાછા પણ લઈ લીધા.
શું આ જ છે તમારી #પારદર્શીતા ? 🤔
📌અત્યારસુધી માં જેટલા પણ પેપરલીકેજ થયા તેમાં સૌથી મોખરે નામ #ગૌણસેવા નું છે.
બિન સચિવાલય, જુનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક................
આના કૌભાંડ સમયે અધ્યક્ષ કોણ હતું ? તો કે તમારી જ પાર્ટી નાં "અસિત વોરા"
તમે એને આશ્રિત બનાવી કોઈપણ જગ્યાએ કાયદાકીય પગલાં લીધા જ નહિ.
પેપર છપાવવા ની એજન્સી, કે OMR સ્કેનિંગ એજન્સી...
કોનાં કહેવાથી ઓર્ડર મળ્યા ?
જવાબદારી બધી ફિકસ થતી હતી ને ?
તો ત્યારે તમે શું કર્યું ? કેમ કોઈ ત્યાં પગલાં નાં લીધા ? 🤔
📌👉🏼#તલાટી_કૌભાંડ તમારા જ માનીતા લોકો દ્વારા થયું હતું ને તો તમારી પાર્ટી એ એને છાવરી ને શું વિશ્વાસ બેસાડ્યો એવું માનો છો?
📌👉🏼#ઊર્જા_કાંડ માં તમારા જ પાર્ટી નાં અરવલ્લી યુવા મોરચાના કાર્યકર હતા ને ? જો યોગ્ય તપાસ થઈ હોત ને તો 70 નહીં લાગવગ થી લાગેલ 700 કરતા પણ વધારે જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ ઘરે બેસી જાત અને એમાં લોકોનો વિશ્વાસ તો વધત.
☝️તમારી પાર્ટી જ કહે છે ને "ગમે તે હોઈ #વરઘોડો કાઢીશું, કોઈ #ચમરબંધી ને નહીં છોડીએ.." તો સાહેબ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નો કાઢીને બતાવો વરઘોડો ! તો પારદર્શીતા આવી કહેવાશે વિશ્વાસ વધશે, અમે પણ આપના ગુણગાન ગાઈશું.
(આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોનો હિસાબ આપ્યો છે.બાકી સચોટ તપાસ કરશો તો બહુ બધું મળશે)
💁🏼અમુક તમારા નજીકના જ વગદાર લોકો #BCCI કે ICC કે ફૂટબોલ ફેડરેશન માં કઈ પારદર્શીતા વાડી નોકરી પાસ કરીને લાગ્યા ? જરા એ પણ કહેજો.
💁🏼સાહેબ તમારા જ સમયકાળ માં નોકરી ની હરાજી થઈ છે.એકવાર એની પણ તપાસ કરાવજો.
🙏મહેરબાની કરીને સંવિધાનિક પદ ઉપર બેસીને જૂઠ તો નાં બોલો🙏 @Bhupendrapbjp@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@vijaysinh_907
@songara_p
@kirpalsinh_G
@C_M_Ram_
@dilipsinhrajput@GovernorofGuj@Bhupendrapbjp@kuberdindor@Chaitar_Vasava@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia
કહેવાતી #વૈકલ્પીક_વ્યવસ્થા આજે ઘર કરી ગઈ છે.
વૈકલ્પીક વ્યવસ્થા ને કાયમી કરી નાખવામાં આવી છે.
ઉમેદવારો ને ઉલ્લુ બનાવીને આ યોજના લાવવામાં આવી હતી કે અમે કાયમી ભરતી નહિ કરીએ ત્યાં સુધી જ્ઞાન સહાયક થી શિક્ષક વ્યવસ્થા વૈકલ્પીક રીતે શરૂ રાખીશું...
દર વર્ષના મે ને જૂન મહિનામાં તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે છે આવું ખુદ #શિક્ષણમંત્રી કહેતા હતા...
તો જવાબ આપો ને છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા શિક્ષકોની #કાયમી_ભરતી કરી ??
#ડબલ_ઢોલકી
#ડબલ_સ્ટાન્ડર્ડ
#દોગ્લીનીતિ
#કથની_કરની માં જેનાં જમીન આસમાન નો ફર્ક...
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#કાયમી_શિક્ષકોની_ભરતી_કરો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
@kuberdindor@EduMinOfIndia@narendramodi@Bhupendrapbjp
#ઉલટી_ગંગા
📌 સામાન્ય પરિસ્થિતિ માં એવું હોઈ જેમ જેમ "#વસતી_વધે" તેમ તેમ "#સરકારી_મહેકમ" માં #વધારો થવો જોઈએ. સરકારી સંસ્થાઓ વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા મહેકમ વધવું જોઈએ અહીંયા ગુજરાતમાં તો સાવ ઉલટું જ ચાલી રહિયું છે.
👉 "છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર મહેકમ ઉપર મોટો કાપ મૂકાયો છે."
👉 વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટયા 😴
🛑આ તો એના જેવું "ના રહેંગે બાસ નાં બજેંગી બાંસુરી"
📌 ગરીબ મધ્યમવર્ગના #બાળકનો યોગ્ય #શિક્ષણ મળે ભણી ગણી આગળ વધે તે માટે #સરકારી_શાળાઓ #શિક્ષકો વધવા જોઇએ અહીંયા તો #ઉલટી_ગંગા ચાલી રહી છે,
📌 ખાલી જગ્યાઓ ઉપર ભરતી જ કરવામાં નથી આવતી.😲 અમુક જે ભરતી છે તેમાં શોષણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવાવમાં આવે છે.
📌 સ્કૂલ ઓફ એકસલન્સ, 📌જ્ઞાન સાધના, 📌સ્કૂલ મર્જ...... જેવા ગતકડાં લાવી સરકારી સંસ્થાઓ નું ખાનગીકરણ કરી થઈ રહિથું છે. સરકારી સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે.
📌 #બાળકો ને #ખાનગીકરણ તરફ લાવવા માટે તેમને મોંઘીદાટ ફી ભરવા માં #સરકાર દ્વારા સહાય અપાય છે.
📌જેથી વખત જતા સરકારી શાળા માં વિધાર્થી ઘટે અને તે #બહાનું આગળ ધરી #શિક્ષકો ની સંખ્યા પણ ઘટાડી શકાય...
📌 મજબૂરી માં બાળકો ખાનગી શાળા માં જતાં સરકારી શાળા ધીમે ધીમે બંધ થતી જશે, અને આગળ જતા માત્ર ખાનગી શાળા માં ભણવા સિવાય કોઈ માર્ગ નહીં વધે.
📌 આજ સમયે સહાય પણ બંધ કરી દેવામાં આવશે તો બે જ વિકલ્પ રહેશે, મોંઘી ફી ભરો અથવા અભણ રહો...
📌 ગુજરાતમાં તો "#ઉલટો_વિકાસ" થઈ રહીયો છે બાળકોની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ સરકારી શાળા અને શિક્ષકોની સંખ્યા ઘટે ! છે ને અદભુત વિકાસ ? 🤔
🔴 જો આ વાત માં તથ્ય ન હોઈ તો બતાવો તમારા વિસ્તારમાં કોઈ #નવી_સરકારી_શાળા બની હોય તો ?? નવી સરકારી સંસ્થાનો ઊભા થયા ??
#ઉલટો_વિકાસ
#અધોગતિ
#Realty_Of_Gujarat_Model
#વિશ્વગુરુ
@kuberdindor