. "#સરકારી_શિક્ષક"
🚨 નવરંગી સપનાઓથી નહીં, હકીકતના પાયા ઉપર બનો ! 🚨
ખોટા પાયા પર ઊભેલી નોકરી કાગળના મકાન જેવી છે – એક તપાસ... અને બધું બરબાદ!
જે પણ ઉમેદવાર #રેગ્યુલર કોઈપણ "#માસ્ટર_ડિગ્રી" સાથે "જ્ઞાન સહાયક કે અન્ય કોઈપણ રેગ્યુલર નોકરી(સરકારી કે પ્રાઇવેટ)" કરેલ હશે તેને પોતાની ખોટી ડિગ્રી પાછી ખેંચવાની હજી એક તક અપાય છે.
📌પાછી ખેંચવી, ન ખેંચવી તે તમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય જરૂર હોઈ શકે છે,પણ યાદ રાખજો આ ફક્ત ગેરકાયદેસર છે એટલું જ નહીં અનૈતિક પણ છે, અને પછી તમે શું ક્લાસરૂમ માં જઈને નૈતિકતા અને પ્રમાણિકતા ના પાઠ ભણાવી શકશો ?
👆🏻જો જવાબ "હા" હોઈ તો તમારા દંભી સ્વભાવ અને ભ્રમ તમને મુબારક !
🛑વિભાગ ધારે તો પણ બોગસ ડિગ્રી ધારક ને શોધી અને દૂર કરી શકે છે.
↪️ટેટ માર્કશીટ નંબર થી તમારી સપૂર્ણ વિગત અને તેના પરથી હાજરી...
↪️તમે ભરેલા ફોર્મ માં નાખેલ વિગત પરથી ૨૦૨૪ માં ઉમેરેલ માસ્ટરની યાદી અને આ યાદી પરથી તમારી હાજરી જ્ઞાન સહાયક માં...
એટલે વિભાગ પાસે દરેક માહિતી છે તમારા હાજર થી લઈને એક એક દિવસની હાજરી અને રજા સુધીની....ધારે તો એક્શન લઈ જ શકે છે.
એક સમય એવું બની શકે વિભાગ છોડી પણ દે એ આંખ આડા કાન પણ કરી દે,કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરી દબાવવાનો પ્રયત્ન પણ કરે.
"પરંતુ"
🕵🏻હું નહીં છોડુ તે નક્કી છે, વિભાગ પાસે કદાચ ડેટા નહીં હોય પણ મારા જોડે 2022/23 2023/24 2024/25.....માં કોણે કઈ કઈ યુનિ. માંથી કઈ કઈ માસ્ટર ડિગ્રી મેળવવી છે તેના બધા ડેટા છે. જ્ઞાન સહાયકની ફાઇલ છે, જે પણ ભવિષ્ય માં શિક્ષક બનશે તેની સંપૂર્ણ વિગત મળતા વાર નહીં લાગે.
🌧️ GS with Master(MA/MCOM/MSC) થી લાગેલી નોકરી - વરસાદમાં મકોડાની પાંખ જેવી છે –
⏳ ટૂંકા સમયની ચમક અને અસ્તિત્વ વિહોણી ઉડાન.
⚪સત્યના માર્ગે ચાલો, તો નોકરી ટકશે..
(બાકી મળે તો ઘણા ને છે ટકે છે કે નહિ તે મહત્વનું છે,
અસત્યના રસ્તે આવેલ કોઈપણ વસ્તુ(નોકરી) જાજી ટકતી નથી, જ્યારે જાય છે ત્યારે ફક્ત નોકરી નહીં આબરૂ પણ લેતી જાય છે.)
👤અમૂક લોકો નું એવું કહેવું છે કે અમે ક્યાં જ્ઞાનસહાયક સાથે ડિગ્રી મેળવી છે.......અમે તો પ્રાઇવેટ સ્કૂલ માં નોકરી કરતાં .....એટલે અમને પ્રોબ્લેમ ના આવે........તો એમના માટે એટલું જ કે પ્રાઇવેટ સ્કૂલ કે અન્ય સંસ્થા માં નોકરી કરતા કરતા ડિગ્રી મેળવી છે, ત્યાં પણ શિક્ષક હાજરી પત્રક માં તમારી હાજરી બોલે છે,પગાર લીધો છે, તમારો ટીચર કોડ ત્યાં જનરેટ થયેલ છે, કોઈક તો એવું તમારી આજુબાજુનું હશે જ જે તમારી ઉપર નજર રાખીને જ બેઠું હશે.
એવા વહેમ કે ભ્રમમાં ના રહેવું કે અમારું કશું પણ ના થાય.....
થોડી વાર લાગશે પણ વારો તો બધાનો આવશે.......
🛑5 જૂન સુધી પોતાની ચાલુ નોકરી સાથે મેળવેલ ડિગ્રી સ્વેચ્છાએ દૂર કરવી હોય તો એક તક વિભાગે આપી છે,કોઈને ભ્રાંતિમાં રહીને દૂર ન કરવી હોઈ તો ભોગવવા પણ તૈયાર રહેવું. શિક્ષણ વિભાગ સ્વતઃ સંગ્યાન લઈને જિલ્લા પસંદગી સમિતિ SSA પાસેથી ચાલુ જ્ઞાન સહાયક ના તમામ ડેટા વિભાગે મંગાવી ક્રોસ ચેક પણ કરી શકે અને જો કોઈ ઉમેદવાર પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરી, એની ઉમેદવારી રદ કરી દોષિત પણ ઠેરવવામા આવી શકે.
🛑મારી આ લાઈને યાદ રાખજો..👇🏻
ખોટી લાયકાતના ખચ્ચર ઉપર બેસી અશ્વમેઘ નહીં નચાવી શકો ! 🐎❌
🛑 જ્યારે સત્ય છાપરે ચડી ને પોકારશે ત્યારે નોકરી તો દૂર રહી, સ્વમાન પણ નહીં બચાવી શકો💔
ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #FakeDegree #EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
આજે વિધાનસભા ગૃહમાં TET(s)અને TAT(hs) દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ હતો કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ? મંત્રીશ્રી એ જવાબ આપ્યો કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, 1657 શાળાઓ માત્ર એક જ શિક્ષક થી ચાલે છે, જેમાં 1363 આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની છે તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ સુધી ભરતી નથી થઈ અને પ્રક્રિયા આટલી ધીમી ગતિ એ કેમ?
જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારા ધોરણ પ્રમાણે ટેટ-ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે, તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હજુ કામગીરી ચાલુ છે તેમ બતાવી રહી છે. જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગ છે.
@kuberdindor@Bhupendrapbjp
📌1) ૯થી૧૨નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@tejasmajithiya5@hdraval93
ચૂંટણી આવી...
ચૂંટણી આવી...
શિક્ષણ વિભાગ ને આચારસંહિતા લાગી
ભરતી પર બ્રેક લાગી..
Pml, gml..બ્રેક લાગી..
ગૌણ સેવા મંડળ,st નિગમ અને GPSC
આ બધા ગુજરાત બહાર ના નિગમ છે?
શરમ કરો @kuberdindor
તમને શિક્ષણમંત્રી કેહતા અચરજ થાય છે
@Bhupendrapbjp શિક્ષણ વિભાગ થી શુ નડતર છે?
ગુજરાત મોડેલ!