#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
એક કર્મચારીના દિલની વાત 💔
શું અમને મોંઘવારી નથી નડતી?
સરકારના મંત્રીઓને મોંઘવારીનો ભાર ન લાગ્યો હોય,
પણ અમે તો દરરોજ એની ચપેટમાં જીવીએ છીએ.
બજારમાં દૂધ, શાક, પેટ્રોલ કે ભાડું –
બધું વધી ગયું, પણ અમારો ફિક્સ પગાર વર્ષોથી એ જ છે..!
શું અમારો પરિવાર ક્યાં સુધી ગરીબી હેઠળ જીવશે?
શું અમને હક નથી કે અમારો પગાર વધે?
શું અમને આ વર્ષોમાં કોઈ વળતર મળ્યું છે?
અમે ન્યાય માંગીએ છીએ, ભિક્ષા નહીં!
અમારું પરિશ્રમ અમારો અધિકાર છે –
તેને યોગ્ય માન આપો,
નહીંતર જનઆક્રોશ માટે તૈયાર રહો..!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_Gujarat
📌ખરેખર fix pay નાબૂદ કરવુ જોઈએ સરકાર ને
કોઈ રાજ્ય મો 5 વર્ષ નથી ગુજરાત મો કેમ?
📌બીજા રાજયો આપણા રાજ્ય કરતા પછાત છે છતાં ત્યાં આવું નથી ગુજરાત મો જ કેમ?
આ fix pay નાબૂદ કરવુ જરૂરી છે મોંઘવારી ના સમય મો
બધી વસ્તુ મો ભાવ વધી ગયા છે તો પગાર પણ વધવો જોઈએ @hardev_vala@sanghaviharsh
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે.
યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat