#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
‼️ગૌણ સેવા પસંદગી મંડળ ‼️ ૩૪૯/૨૦૨૫-૨૬ મ્યુનિસિપલ
📍 સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી📍
કુલ જગ્યા હાલની ૭૫ છે
જેમાં મંડળ દ્વારા નવી ૭૯ જગ્યાઓનો વધારો કરવામાં આવનાર છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થવા જઇ રહી છે.
ગાંધીનગર બન્યુ સુપર સ્વચ્છ શહેર- પ્રશસ્તિ માટેનુ હોર્ડિંગ્સ પણ સેક્ટર-૮ના એવા રાજમાર્ગ ઉપર મૂક્યુ છે કે સેફ્રોનપોશ & અફસરાન વચ્ચે ચાલતી #યારી_દારી_વારી આપોઆપ ઉઘાડી પડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#remove_fixpay_in_gujarat
"ફિક્સ પે: ગુજરાતના વિકાસનો ઢોલ અને શોષણની ચાબુક"
👆🏻પૂરા ભારતમાં આ મુદ્દો ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર જે ફિક્સ પે પ્રથાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે તથા ઘણા ફિક્સ પે ના પગારદારો જે ખોટા ખર્ચ ના વિતર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻
🛑📌#ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે ?❓❓
📌આ માંગણી અન્ય રાજ્યોની સામે ગુજરાતની ભેદભાવની નીતિ સામે છે. પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે ?
📌 "મોસાળ માં જમણવાર, અને પીરસનાર માં" છે તો આવું ઓરમાયું વર્તન વાઈબ્રન્ટ ગુજરાતના કર્મચારીઓ સાથે કેમ ?🤔
📌ભારતના બીજા રાજ્યોની #સાપેક્ષમાં ગુજરાતમાં #પગારધોરણ પણ ખૂબ ઓછું છે. બીજા રાજ્યોમાં શિક્ષક, કલાર્ક, પોલીસ કોન્સ્ટેબા, કે વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી તરીકે પણ નોકરી લાગો તો 40 હજાર કરતા વધારે પગાર મળતો હોય છે.
📌બીજા રાજ્યોની જેમ મોડલ સ્ટેટ ગુજરાતના કર્મચારી પણ સરકારના હાથ પગ જ છે માટે "ઘર ના છોકરા ઘંટી ચાટે....પાડોશી ને આંટો..." આવી નીતિ પણ ન હોવી જોઈએ.🤔
👆🏻એટલા માટે અન્ય રાજ્યોની સાપેક્ષ માં મોડલ સ્ટેટ ગુજરાતમાં ફિકસ પે નીતિનો વિરોધ છે.
🛑જે ઓછા પગાર સામે તોતિંગ ખર્ચનો ખોટો તર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻
📌ફિક્સ પે ના પગારદારો કે ભાજપ આઇટી સેલના અમુકુ ટ્વીટર આઇડી જે કહી રહ્યા છે કે અમારો પગાર 26000 છે અને મકાન ભાડું 25000 છે તો કેમ પૂરું કરવું ? બીજા ખર્ચા છે ને કેમ પોહચી વળવું ?
👆🏻તે મિત્રોને એટલું જ કહેવાનું આવા નવાબી શોખ રાખવાની કોઈ જરૂર નથી.
👆🏻અમે ગુજરાતના પાટનગર ગાંધીનગર માં રહીએ છીએ અહીંયા પણ 2 BHk સુધીની સારી સુવિધા વાળુ રહેવા લાયક મકાન કે ફ્લેટ વધુ માં વધુ 12000 સુધી મળી જાય છે.એટલે બીજા જિલ્લા માં પણ આના કરતાં ઓછા ભાડે મળી જતા હશે એવું માનું છું. બાકી બિઝનેસ ક્લાસની મુસાફરી કે સુવિધા જોઈતી હોય બિઝનેસ પણ કરી શકો છો.
👆🏻માટે આવા તર્ક વગરની વાતો રહેવા દો, અને મુખ્ય જે મુદ્દો છે એને વળગી સત્ય અને તથ્ય આધારે ન્યાયપૂર્ણ વાત કરો તો જીત મળશે.
📣 મોટી વાત એ છે કે – ફિક્સ પે એ માત્ર પગારની ચર્ચા નથી, એ છે માનવ અધિકાર, શ્રમનું માન અને #કર્મચારીનો_હક્કની વાત છે.
🔷 ભારતના બીજા તમામ રાજ્યોમાં ફરજ બજાવનાર કર્મચારીને નિયમિત પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઈટી, પેન્શન જેવી બધી સુવિધાઓ મળે છે.ત્યારે ગુજરાતના કર્મચારીઓને ફિક્સ પે પ્રથા જેવી શરમજનક શરતો શા માટે ? આ ફિક્સ પે નીતિ એ ગુજરાતની અસ્મિતા પર એક કલંક છે. એક એવું કલંક જે હજારો કર્મચારીઓના ચિત્કારને દબાવી દે છે.
📌ગુજરાત, એ રાજ્ય છે જેના નામે "#વિકાસ_મોડેલ"નો ઢોલ દેશભરમાં વગાડવામાં આવે છે. ચમકતા ફ્લાયઓવર, ભવ્ય ઔદ્યોગિક ઝોન, અને "વાયબ્રન્ટ ગુજરાત"ની ચળકતી બ્રાન્ડિંગ! પણ આ ચળકાટની પડછાયામાં એક એવું અંધારું સત્ય દબાઈ રહ્યું છે, જેનું નામ છે **ફિક્સ પે પ્રથા**—એક એવી નીતિ જે ગુજરાતના કર્મચારીઓની મહેનતને મજાક બનાવે છે, અને વિકાસના નામે શોષણની ચાબુક ચલાવે છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ભારતનું સંવિધાન "કલ્યાણકારી રાજ્ય"નું સ્વપ્ન દેખાડે છે. પરંતુ ગુજરાતમાં આ સ્વપ્ન ફક્ત કાગળ પર જ રહે છે. અહીં તો "શોષણકારી રાજ્ય"ના નિયમો ચાલે છે. એટલા માટે ફિક્સ પે પ્રથા દૂર થવી ખૂબ જરૂરી છે.
#Remove_Fix_Pay
#Remove_Fix_Pay_Gujarat
#FixPayIsExploitation
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Gujarat
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@mcjunagadh સાહેબ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના આ બે ત્રણ દિવસમા અમુકના સગપણ પણ રોકાયા છે અને અમુકના ફોક પણ થયા છે ઉમેદવાર પહેલા મહેનત કરે, સફળતા મેળવે એટલે ફાઈનલ ઓડૅરની રાહ પછી આશા રાખીએ કે સફળ થયેલા ઉમેદવારોની વેદના સાંભળી તાત્કાલિક ઓડૅર આપો તો આપનો ખૂબ ખૂબ આભાર
મુદ્દા નંબર 3 ...ખૂબ જ યોગ્ય નિર્ણય.
સાચા અને ઈમાનદાર ઉમેદવારોને મળશે તક,ગેરરીતિ થી મેળવેલ ડિગ્રી માન્ય ન ગણવાના નિર્ણયને આવકારીએ છે,ખૂબ ખૂબ આભાર.,સાથે જ વિનંતી કે જિલ્લા પસંદગી સમયે જ્ઞાન સહાયક નોકરી કરે છે કે કેમ તે ઓનલાઇન ખરાઇ કરવામાં આવે.
@EducationGujGov@CMOGuj@prafulpbjp
💥જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન💥
👉વિચાર તો કરો પહેલા પરીક્ષા પાસ કરવા માટેની મહેનત કરી, પછી પરિણામ જાહેર કરવા માટેની રજુઆત કરી અને હવે સફળ થયા હોવા છતાં ઓડૅર ઝડપથી મળી જાય તે માટેની મહેનત કરે છે.હે સરકાર! હવે તો સાંભળો અમારા ભાઈઓ બહેનોની વેદના કયા સુધી ઓડૅર માટે આમ ધક્કા ખાસે???
@YAJadeja ખૂબ ખૂબ આભાર બાપુ આપનો
આપનું હંમેશા અમને અને અમારી ટીમને માગૅદશૅન મળતું રહ્યું છે અને આપના યોગ્ય માગૅદશૅનના કારણે જ ગુજરાતના અસંખ્ય આરોગ્યના મિત્રો નોકરી કરી રહ્યા છીએ..
હ્ર્દય પૂવૅક આપનો ખૂબ ખૂબ આભાર
@smartcityrajkot
સાહેબ આપને વિનંતી છે કે આરોગ્ય વિભાગની MPHW-117પૈકી 100 ઉમેદવારો કાગડોળે ફાઈનલ ઓડૅર ની રાહ જોઈને બેઠા છીએ આપને રૂબરૂ મુલાકાત પણ કરી આપ દ્રારા 4 દિવસ કહેવામાં આવ્યું હતું છતાં આજદિન સુધી કોઈ ફાઈનલ ઓડૅરના સમાચાર નથી આશા રાખીએ છીએ કે અમારી દિવાળી સુધરી જાય.
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi