સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi
#PSI#PI ની બદલીના નવા નિયમો થી પોલીસ બેડામાં ખૂબ #નારાજગી છવાયેલ છે : સળંગ પાંચ વર્ષ નોકરી કરનાર PI કે PSI રેંજને સ્પર્સ્તા જિલ્લામાં બદલી નહીં કરાવી શકે.
#પારદર્શીતા નાં નામે મનઘડત નિયમ થોપી બેસાડવા માં તો નથી આવતા ને ? કે પછી કોઈ #પૂર્વાગ્રહ કે દ્વેષ નો ભોગ તો નિર્દોષ નથી બનતું ને ?
શું પારદર્શીતા ની જરૂર ફકત #PSI અને #PI માં જ હોઈ છે ?
જો નિયમ એટલો જ સારો હોઈ તો IAS/IPS કે અન્ય ઊંચ અધિકારીઓ માં પણ લાગુ ન કરવો જોઈએ ?🤔
શું આનાથી ગુનાઓ માં નિયંત્રણ આવી જશે ?
📌#બદલી થી કોઈને વાંધો પણ ન હોઈ, બદલી નોકરીનો એક ભાગ છે.પરંતુ વર્તમાન નિર્ણય લાંબી તર્કબુદ્ધિ સંગત નથી, #અવાસ્તવિક પણ લાગી રહ્યો છે., થોડા વિચાર મંથન ની ખાસ જરૂર હોઈ તેવું દરેકનું માનવું છે.
#ડિસિપ્લીન ફોર્સ હોવાને કારણે એક પોલીસ અધિકારી 30 થી 35 વર્ષના નોકરીના સમયગાળા માં અસંખ્ય પરિસ્થિતિ નો સામનો કરતા જ હોઈ છે. રખડતાં ટાઢ તડકો વરસાદ કોઈપણ પરિસ્થિતિ હોઈ હંમેશા ખડેપગે #સેવા માટે ઊભા રહે છે, પરિવાર કરતા ફરજ પહેલા હોઈ છે.અગણિત #પ્રમાણિક_અધિકારીઓ એવા હોઈ છે જેના સેવા,સુરક્ષા,શાંતિ માં પોતાના બાળકોના ચહેરા જોવા માં ચાર પાંચ દિવસો ફરજ બજાવાવમાં જતા રહેતા હોઈ છે.
📌બની શકે એક ને એક ક્ષેત્રને કારણે નેક્સસ, સિન્ડીકેટ, જેવા ભય સ્થાનો રહેલા હોઈ શકે છે એને પણ બિલકુલ નકારી ન શકાય, પરંતુ એનો ઉકેલ અન્ય #વિકલ્પો થી શક્ય છે. #ક્રાઇમ ડિટેક્ટશન કે ઇન્વેસ્ટીગેશન તો #અનુભવી વધારે સારી રીતે કરી શકે તે જમા પાસુ પણ હોઈ છે,ઘણી એવી ટાસ્ક ફોર્સ છે જેના ભૂતકાળ નાં સારા ટ્રેક રેકોર્ડ પણ છે.
📌બધા #પોલીસ_અધિકારી બેઈમાન કે ભ્રષ્ટાચારી છે એવું માની સમાન #ત્રાજવે તોલવા પણ કેટલું યોગ્ય ?🤔
📌ચોક્કસ જે ખોટું કરે તેને કાયદાની રૃહે સજા આપો એમાં કોઈને વાંધો પણ ન હોઈ શકે..પરંતુ ઘણીવાર #સૂકા_ભેગુ_લીલું_બળી જતું હોય છે, કોઈના #હઠાગ્રહ સ્વભાવનો ભોગ નિર્દોષ બનતો હોય છે તે પણ વિચારવા યોગ્ય છે.
📌દરેક સામાન્ય નાગરિક પણ એવું માને છે કે ખરેખર નીયમો ની #ફેર_વિચારણા થવી જ જોઈએ.
#Gujarat_Police