બરવાળા તાલુકાના ખાંભડા ગામના “પ્રથમ સ્વ સહાય જૂથ” દ્વારા માટીના વાસણો અને વિવિધ હસ્તકલા વસ્તુઓનું સુંદર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. 🏺✨
@NRLM_Botad@BotadDrda@GlpcLivelihood@DDOBOTAD
*આજ તારીખ : 29/10/2025 રોજ બરવાળા તાલુકા ના ભીમનાથ ગામ ખાતે એડીસી બેન્ક મા કેસ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 04 સ્વ સહાય જૂથના પ્રમુખ મંત્રી અને સભ્યો હાજર રહેલા હતા . આ કેમ્પમાં કુલ 4 સ્વ સહાય જુથોની લોન મંજૂર કરી સેશનલેટર આપવામાં આવેલ છે.
આજ રોજ બરવાળા તાલુકાના પોલારપુર,ભીમનાથ,ચોકડી અંકેવાળિયા ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ મા એનઆરએલએમ યોજનાના બહેનો હાજર રહ્યા હતા અને સાફલ્ય ગાથા બહેન દ્વારા રજૂ કરવામાં આવેલ
બરવાળા તાલુકાના ચાચરિયા ગામના તમન્ના સ્વસહાય જૂથ દ્વારા સિલાઈ કામગિરી એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે.
એનઆરએલએમ યોજનામા જોડાઈને મહિલાઓએ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને
આવક, આત્મવિશ્વાસ અને સમાજમાં પ્રતિષ્ઠા ત્રણેયમાં વૃદ્ધિ મેળવી છે.
ખમીદાણા સખી સંઘ 2 ની મીટિંગ કરવામા આવી પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા દરેક જૂથને ફાળવામાં આવેલા cif ની વસૂલાત કરવામાં આવી અને સરકારની વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા
આજ રોજ ભીમનાથ ગામે ભીમનાથ સખી સંઘ 2 ની મિટિંગ રાખવામાં આવી જેમાં બહેનોને બૅન્ક લોન, વ્યાજ સહાય, પંચ સૂત્ર, કેટલા હપ્તા માં cif ના પૈસા પાછા ભરવાના તથા સ્ટાર્ટ અપ ફંડ વિશે સમજાવવામાં આવ્યું
બરવાળા તાલુકાના રોજીદ ગામમા BOB બેંક ખાતે કેસ ક્રેડીટ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ જેમા 3 સ્વ સહાય જૂથોને 4,50,000 ની રકમના સેક્શન લેટર આપવામા આવ્યા અને 2 સ્વ સહાય જૂથ ને 6,00,000 ની રકમ લોન ડિસબસ કરવામા આવી @BotadDrda@DDOBOTAD@GlpcLivelihood@NRLM_Botad@TDOBARVALA