20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે.
જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે
સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે.
2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને
પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ?
જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ�� કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે.
ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે:
સમાન કામ, સમાન વેતન.
ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો.
કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે.
#ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી
#GenZ_Against_Fixpay_Gujarat
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार!
#GenZ_Against_Fixpay_Gujarat#કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્��વસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે.
📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻
સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે.
💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે.
💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં ��િયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય.
#Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં.
કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે.
जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદશ છે.
કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે.
પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIXPAY.
સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું.
પણ Fix-Pay કર્મચારી?
આ અંધકારનો અંત ક્યારે?
#GenZ_Against_Fixpay_Gujarat@CMOGuj@GenZonFixPay
સરકાર કહે છે — “કર્મચારી રાજ્યની શક્તિ છે.”
તો પછી પ્રશ્ન એટલો જ છે:
રાજ્યની શક્તિ ગણાતા કર્મચારીને વર્ષો સુધી Fix Pay પર રાખવું કેટલું યો���્ય છે? સમાન કામ માટે યોગ્ય વેતન અને સમાન ન્યાયની અપેક્ષા રાખવી ખોટી નથી.@CMOGuj @Bhupendrapbjp
#FixPay
#Remove_Fixpay_in_gujarat
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : https://t.co/VyOUkMj4zE
Follow to get latest news updates: https://t.co/DPIKjd5xUf
#FixedPay#Protest#Gujarat#SandeshNews
📢 આવો, X (Twitter) પર આપણો અવાજ ઉઠાવીએ!
સંવેદનશીલ સરકારની ૨૫ વર્ષથી ચાલતી અસંવેદનશીલ પ્રથા એટલે ફિક્સ પે નીતિ!
આપણા યુવાનોના હિતમાં આ પ્રથા હવે નાબૂદ થવી જ જોઈએ.
જે મિત્રોને X (Twitter) પર પોસ્ટ કરતા નથી ફાવતું, તેઓ આ સ્ટેપ્સ અનુસરીને સરળતા���ી પોસ્ટ કરી શકે છે: @hardev_vala