ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘનો હૃદયપૂર્વક આભાર! 🙏✨
ગ્રામસેવક સંવર્ગના પડતર પ્રશ્નોના ન્યાયિક અને વાજબી નિરાકરણ માટે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ સમક્ષ સત્તાવાર બેઠક ફાળવવા અંગેની લેખિત રજૂઆત કરવા બદલ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના હોદ્દેદારોનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
સંગઠનની આ પહેલથી ગ્રામસેવક કેડરના પ્રશ્નોને યોગ્ય વાચા મળશે એવી પૂરી આશા અને વિશ્વાસ છે.
#GramsevakNyayLadat
ગામડાના વિકાસ માટે સતત કાર્યરત ગ્રામસેવકો આજે પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે
અમારી માંગણીઓ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી,પરંતુ ન્યાયસંગત હક અને યોગ્ય કાર્યવ્યવસ્થા માટે છે.
વિરોધ વચ્ચે પણ ખેડૂતોના હિતનું કામ અમારી ફરજ સમજીને ચાલુ રાખીશું.🌾🙏
#GramsevakNyayLadat@CMOGuj@Jamawat3
“હક માટે લડત, ખેડૂતો માટે સેવા” 🌾
અમારા હક અને ન્યાય માટે આજે વિરોધ છે,
પરંતુ ખેડૂત ભાઈ-બહેનો પ્રત્યેની અમારી જવાબદારી યથાવત્ છે.
ગ્રામસેવકનો અવાજ હક માટે,
ગ્રામસેવકના હાથ ખેડૂતોની સેવા માટે.
વિરોધ વચ્ચે પણ ખેડૂતનું કામ ચાલુ છે. 🌾💚
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani