આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગના પ્રભારી સચિવશ્રી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ VCમાં જોડાઈને વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થતિમાં આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP) અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP)માં સમાવિષ્ટ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ટીમને વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ મેડલ્સ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને તેવા વિઝન સાથે વર્ષ 2018માં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ તથા વર્ષ 2023માં ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ દેશના પછાત જિલ્લાઓ અને તાલુકાઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ, જે પૈકી ADPમાં ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાઓનો તથા ABPમાં તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકા, કચ્છના લખપત અને રાપર, છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી, બનાસકાંઠાના થરાદ, ડાંગના સુબીર, દાહોદના ગરબાડા, નર્મદાના નાંદોદ, પંચમહાલના ઘોઘંબા, પાટણના સાંતલપુર તથા સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ 10 જિલ્લાઓના 13 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
DA-JGUA અંતર્ગત #DhartiAabaJanbhagidariAbhiyan હેઠળ, આવતીકાલે 02.07.2025 ના રોજ જિલ્લાના નીચેના તાલુકાઓમાં ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. તમારા નજીકના કેમ્પના સ્થળે હાજરી આપી સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવો.
આજ રોજ રાજય સરકારના મહત્વકાંક્ષી પોજેક્ટ એવા Digital public infrastructure for Agriculture ના ભાગરૂપે Agristack Project હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા અર્થે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી તેમજ ગ્રામસેવકશ્રીઓની સમીક્ષા બેઠક યોજી.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અત્યાધુનિક વિકાસ માટેની અનેકવિધ પહેલ અને પ્રકલ્પો થકી જનસુખાકારીમાં સતત વૃદ્ધિ કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
કુકરમુંડા તાલુકાના કાવઠા બ્રીજ તથા હથોડા બ્રીજ ખાતે વહીવટીતંત્ર દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું પ્રથમવાર ક્રેઈન દ્વારા વિસર્જન કરાવવામાં આવ્યુ.
@CollectorTapi@SPTapi@RacTapi@infotapigog24