અમારી કેડર કૃષિ નિષ્ણાતની હોય આ ઉપરાંત ઓફીસ કામગીરી તથા ફિલ્ડ લેવલે 8 થી 10 ગામોની તમામ ઓનલાઇન તથા ઓફલાઈન કામગીરી નું ભારણ રહેતું હોય તો 4200 ગ્રેડ પે એ અમારો હક છે. @jitu_vaghani@irushikeshpatel@rcmeenaias@Dwivedi_D
Yesterday, Gram Sevaks made their voice heard — #1 in Gujarat and among India’s Top 15 trends.
We request the government to kindly address the genuine concerns and demands for the betterment of both farmers and Gram Sevaks.
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj@jitu_vaghani
ખેડૂતોના હિતમાં સતત કાર્ય કરતા
અને ગુજરાતના કૃષિક્ષેત્રને નવી દિશા આપતા
ગુજરાત રાજ્યના માનનીય કૃષિમંત્રીશ્રી
શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબશ્રીને
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...
આપનું આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત ઉત્સાહી જનસેવાની ભાવના જળવાઈ રહે તેવી પ્રાર્થના...
ખેડૂત કલ્યાણ માટે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ સૌને હંમેશા પ્રાપ્ત થતું રહે એવી શુભકામનાઓ...
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat@Dwivedi_D@jitu_vaghani
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
@irushikeshpatel@jitu_vaghani@GujAgri@DirectorateofA1@AgriGoI@GujPRHDept@mopr_goi@ChouhanShivraj
"અમારો જોબચાર્ટ - અમારી ફરજ"
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે. સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લે. #GramsevakUnity#GujaratGovt#FarmersOfGujarat#GramsevakNyayLadat
🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform