તાપી જિલ્લાના ડોલવણમાં ACBની સફળ ટ્રેપ
ડોલવણ મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ, નાયબ મામલતદાર રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયા
ડોલવણ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા રૂ.25,000ની લાંચ સ્વીકારતા ઝડપાયા હોવાની ACBએ માહિતી આપી છે
ફરિયાદીએ ડોલવણ-કમલાપોર ગામની ખેતીની જમીનને જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. આ કાર્યવાહી આગળ વધારવાના અવેજ પેટે આરોપીએ રૂ.25,000ની લાંચ માંગ્યાની ફરિયાદ ACBમાં નોંધાઈ હતી.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુરત ગ્રામ્ય ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને ટીમે છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી. ટ્રેપ દરમિયાન આરોપી રૂ.25,000ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ ઝડપાયો હોવાની માહિતી મળી છે.
#Tapi #Dolvan #ACBTrap #GujaratNews #AntiCorruption #BribeCase
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@ACBGujarat@CollectorTapi
CM योगी आदित्यनाथ का रामपुर और बरेली दौरा
रामपुर में करोड़ों की परियोजनाओं की देंगे सौगात
बोर्ड परीक्षा 2026 के टॉपर्स को करेंगे सम्मानित
बरेली में मंडल के विकास कार्यों की समीक्षा करेंगे
#CMYogi#YogiAdityanath#Rampur#Bareilly
વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતની ઔદ્યોગિક શક્તિને રેખાંકિત કરી હતી.
CMએ કહ્યું કે, “મધ્ય ગુજરાત એટલે મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ અને ઈમર્જિંગ સેક્ટર્સના વિકાસની અનંત તક.”
તેમણે જણાવ્યું કે વડોદરા સહિત મધ્ય ગુજરાત ઉદ્યોગ, નવીનતા, રોકાણ અને રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતની ભાવનાથી આ વિસ્તાર આગામી સમયમાં ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે.
#VibrantGujarat #VGRC #Vadodara #CentralGujarat #BhupendraPatel #GujaratDevelopment #ManufacturingHub #Investment #OneIndiaNews
@Bhupendrapbjp@CMOGuj@VibrantGujarat
📍વડોદરા | ગુજરાત
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ 2026માં હાજરી આપવા માટે વડોદરા પહોંચ્યા છે.
આ પ્રાદેશિક પરિષદ દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ, મેન્યુફેક્ચરિંગ અને નવા ઉદ્યોગ ક્ષેત્રોને વધુ વેગ મળવાની અપેક્ષા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોથી ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવાનો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી રહ્યો છે.
#RajnathSingh #VibrantGujarat #Vadodara #Gujarat #VibrantGujarat2026 #Investment #ManufacturingHub #GujaratDevelopment
@rajnathsingh@Bhupendrapbjp@sanghaviharsh@VibrantGujarat
ગાંધીનગર, ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE) ના નવા કેમ્પસનો શિલાન્યાસ કર્યો. રાજ્યના શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર મીરા પટેલ અને અન્ય મહાનુભાવો સમારોહમાં હાજર રહ્યા હતા.
₹૧૨૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારા આ કેમ્પસમાં શૈક્ષણિક અને ફેકલ્ટી ઇમારતો, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સેમિનાર હોલ, એક અત્યાધુનિક પુસ્તકાલય, એક સંગ્રહાલય, રમતગમત સુવિધાઓ અને ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે છાત્રાલયનો સમાવેશ થશે.
@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@GandhinagarMC
30 जून: आज ही "भारत माता की जय" बोल कर झारखण्ड में शुरू हुआ था संथाल विद्रोह, खुद अंग्रेजों ने लिखा - "जब तक ड्रम बजता रहा, तब तक संथाल लड़ता रहा... बलिदान हुए थे 20 हजार लोग
https://t.co/xJ2asNELaD
36 વર્ષ સુધી દબાઈ રહેલા કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
SIAએ દાખલ કરેલી 737 પાનાંની ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકને સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો છે.
તપાસ મુજબ, સરલા ભટની હત્યા કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાવી તેમને ખીણ છોડવા મજબૂર કરવાના ષડ્યંત્રનો ભાગ હતી.
વિગતો: https://t.co/QDTa5K13gl
🔹 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ 30 એસી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી
🔹 વડોદરા માટે કેન્દ્રીય ફાળવણી 100 થી વધારીને 250 ઇલેક્ટ્રિક બસો કરવામાં આવી
🔹 પ્રથમ તબક્કામાં 130 બસો તૈનાત કરવામાં આવશે
🔹 શૂન્ય ઉત્સર્જન, સંપૂર્ણપણે વાતાનુકૂલિત અને અવાજ-મુક્ત બસો
🔹 સુવિધાઓમાં CCTV, GPS લાઇવ ટ્રેકિંગ, ડિજિટલ ટિકિટિંગ અને ડ્રાઇવર મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે
🔹 રેમ્પ સાથે વ્હીલચેર-સુલભ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રાથમિકતા બેઠક અને મહિલાઓ માટે ગુલાબી બેઠકો
🔹 ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે.
@Bhupendrapbjp@sanghaviharsh@VMCVadodara@Info_Vadodara@CollectorVad
છોટાઉદેપુર નગરપાલિકામાં ખંડણીકાંડથી ખળભળાટ
છોટાઉદેપુર નગરપાલિકામાં વધુ એક વિવાદિત કિસ્સો સામે આવતા નગર સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઇ કોલીના પતિ કિશનભાઇ કે. કોલીએ અશફાક વલી મહમદ મકરાણી સામે ₹25 લાખની ખંડણી માંગવા અને ધાકધમકી આપવાના આક્ષેપ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તારીખ 26ના રોજ રાત્રે અશફાક મકરાણીના વકીલ અબ્બાસ ખૂંટવાલાના વોટ્સએપ મારફતે કોલ આવ્યો હતો. આ દરમિયાન વીડિયો કોલમાં અશફાક મકરાણીએ ₹25 લાખ આપવાની માંગ કરી હોવાનો આક્ષેપ છે. સાથે જ રકમ ન આપશો તો પરિવાર, સમાજ અને સરકારી નોકરીમાં રહેલા લોકોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
કિશનભાઇ કોલીના જણાવ્યા મુજબ, અગાઉ પણ બે વ્યક્તિઓને તેમના ઘરે મોકલી પ્રમુખપદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે સમાજના આશરે 1500 જેટલા સરકારી નોકરીયાત લોકોની યાદી બનાવી તેમના જાતિના દાખલાની તપાસ કરાવી નોકરીમાંથી દૂર કરાવવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2), 351(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નગરપાલિકા પ્રમુખ પક્ષે આરોપી કોના સંપર્કમાં છે અને સમગ્ર મામલામાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.
સમગ્ર ઘટનાને પગલે છોટાઉદેપુર નગરપાલિકા અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે. પોલીસ તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#ChhotaUdepur #GujaratNews #ExtortionCase #PoliceComplaint #Nagarpalika #CrimeNews #OneIndiaNews
@sanghaviharsh@CMOGuj@GujaratPolice@ChhotaudepurSP@collectorcu
એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ 2026નું આયોજન
સંરક્ષણ ક્ષેત્રની સરકારી અને ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME તેમજ સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય અદ્યતન સ્વદેશી ટેકનોલોજી અંગે કરાઈ ચર્ચા
ઉદ્યોગોને ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતો અંગે માહિતી આપી સંયુક્ત સંશોધન તથા નવીનતા માટે સહયોગ વધારવા ભારતીય વાયુસેનાએ કરી અપીલ
@IAF_MCC
બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર લાઈન અને વીજ થાંભલા માટે પૂરતા અને ન્યાયસંગત વળતરની માંગ સાથે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું.
થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી ઠાકોરની આગેવાનીમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને મળતા ROW વળતર અંગે સ્પષ્ટ અને યોગ્ય નીતિ જરૂરી છે.
રજૂઆત મુજબ, ગુજરાતના 26 જિલ્લાઓમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પો, પવન ઉર્જા માટેની પવનચક્કીઓ, વીજ સબ-સ્ટેશન અને વીજ ટાવર લાઈન બાંધવાની કામગીરી ચાલી રહી છે. હાલ ભારત સરકાર અને ગુજરાત સરકારના કાયદા તથા નીતિઓમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસે માંગ કરી કે ગુજરાત સરકાર ROW વળતર અંગે અસરકારક અને ખેડૂતહિતની નીતિ બનાવે. અસરગ્રસ્ત ખેડૂતોને બજારકિંમત અથવા વાણિજ્ય જંત્રીના ચાર ગણાં મુજબ વળતર આપવામાં આવે અને વીજ થાંભલા દીઠ ₹2 કરોડ જેટલું યોગ્ય વળતર નક્કી કરવામાં આવે.
આ મુદ્દે કોંગ્રેસ કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ લેખિત આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
#Banaskantha #Tharad #FarmersRights #Khedut #Gujarat #Congress #ROWCompensation #SolarEnergy #WindEnergy #PowerLine
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@AmitChavdaINC@CollectorVT
🔹કેન્દ્રીય આરોગ્ય મંત્રી @JPNadda એ 'આયુષ્માન સારથી' - PM-JAY વોટ્સએપ ચેટબોટ લોન્ચ કર્યો; જે WhatsApp દ્વારા દરેક નાગરિક સુધી આયુષ્માન ભારત સેવાઓ પહોંચાડે છે
🔹આ ચેટબોટ લાભાર્થીઓને સરકારી કચેરીઓ કે કોલ સેન્ટરોની મુલાકાત લીધા વિના ગમે ત્યારે અને ગમે ત્યાંથી આવશ્યક PM-JAY સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે
@MoHFW_INDIA #AyushmanSarathi #PMJAY #HealthForAll #DigitalIndia #AyushmanBharat #JPNadda #HealthcareRevolution #DigitalHealth #WhatsAppChatbot #PublicService
પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રા ભક્તિભાવ સાથે સંપન્ન થઈ.
ગણેશ આશ્રમથી નીકળેલી યાત્રામાં 51 નાની બાળાઓએ માથે જળકળશ ધારણ કરી પદયાત્રા કરી. ઢોલ-નગારા, ભજન-કીર્તન અને ‘જય જગન્નાથ’ના નાદથી શહેર ભક્તિમય બન્યું. અંતે મંદિર ખાતે વિધિવત જળાભિષેક અને ગુજરાતની સુખ-સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરાઈ.
#Patan #JagannathRathYatra #Jalyatra #JayJagannath #GujaratNews
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - સેન્ટ્રલ ગુજરાત 2026' નું ઉદ્ઘાટન GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે કરવામાં આવ્યું.
આ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર (ઊર્જા, હાઉસિંગ અને શહેરી બાબતો) ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનોહરલાલ ખટ્ટએ કોન્ફરન્સ અને એક્ઝિબિશન અંતર્ગત ટ્રાઇબલ હેરિટેજની મુલાકાત લીધી. આ મુલાકાતમાં ટી.આર.આઈ. ગુજરાતના કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ બામ્બુ કાસ્ટ કલામાંથી બનાવેલ ભગવાન શિવજી મૂર્તિ દ્વારા મનોહરલાલ ખટ્ટર અને મુખ્યમંત્રીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત સરકારના કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર (ઊર્જા, હાઉસિંગ અને શહેરી બાબતો), નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (ગૃહ વિભાગ), કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ (આદિજાતિ વિકાસ), કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર), કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ), અધિકારીઓ અને પદાધિકારી સૌએ ટ્રાઇબલ હેરિટેજની મુલાકાત લીધી હતી.
ટ્રાઇબલ હેરિટેજમાં ટી.આર.આઈ. ગુજરાત દ્વારા પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર અને વન ઔષધીના 25 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને 35 હસ્ત કલાકારો સહભાગી બન્યા છે. આ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - સેન્ટ્રલ ગુજરાત 2026' અને ટ્રાઇબલ હેરિટેજ તા.29 જુન, 2026 થી તા.3 જૂલાઈ, 2026 દરમિયાન ચાલનાર છે.
@Bhupendrapbjp@sanghaviharsh@mlkhattar@jitu_vaghani@irushikeshpatel@NareshPatelBJP@VibrantGujarat@CMOGuj@CollectorVad
સુરત સાયબર પોલીસે વજન ઘટાડવાની દવાના નામે ₹1.77 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો
ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા જાહેરાતોથી દેશભરની મહિલાઓને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ
ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડા દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી
પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષમાં ₹75થી ₹80 કરોડની છેતરપિંડી થયાની આશંકા વ્યક્ત થઈ
આ વિષયને ટ્વિટ માટે વધું આધારભૂત અને સચોટ કરીને આપો
@GujaratPolice@dgpgujarat@CP_SuratCity@gurgaonpolice@DC_Gurugram
Happy birthday to my cute lil daughter, Arhi 🌸
No matter how busy life gets, seeing you happy will always be one of my greatest joys. Stay curious, stay kind and never stop being yourself.
Love you, Maa ❤️
રાજ્યના પાટનગરમાં ગાંધીનગરમાં ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા
કુડાસણના ધ લેન્ડ માર્ક મોલ પાસે અસમાજિક તત્વોએ આંતક મચાવ્યો
રૂપિયાની લેતીદેતીમાં પાંચ શખ્સો પર ધારીયા અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગાડીના કાચ ફોડવામા આવ્યા
રુ.1.27 કરોડની લેતીદેતીમાં ટોળાએ પાંચ લોકો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો.એક શખ્સ ગંભીર રીતે ઘાયલ
@dgpgujarat@SP_Gandhinagar