જે તાલુકામાં ફાળવેલ લક્ષ્યાંક કરતા ૧૫૦% કરતા ઓછી અરજીઓ મળેલ છે, તેવા તાલુકામાં નીચે જણાવેલ તારીખો માટે અરજીઓ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
#ikhedut#khedut#kisan
ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરીએ...
ગારિયાધાર તાલુકાના વિવિધ ગામોના લાભાન્વિત ખેડુતોને ટ્રેકટર સાધનમાં સહાય અર્થે વેરીફીકેશનમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી શ્રી અને ગ્રામસેવકશ્રીઓ દ્વારા ટ્રેકટર સાધન ની ચકાસણી કરવામાં આવી...
#અગ્રેસર_ગુજરાત#ગુજરાત#Agriculture
ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી, સોયાબિનનું મબલખ ઉત્પાદન
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બજારભાવ કરતા ટેકાના ભાવ વધારે મળતા અન્નદાતાઓમાં ખુશીની લહેર જોવા મળી છે. રૂ. 6700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળી, જ્યારે રૂ. 252 કરોડના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન પણ ની ખરીદી થઈ છે. જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતોને થયો છે.
આજરોજ તા.08/01/25 નાં રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. જેમાં નવા હોદ્દેદારોની વરણી અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. @Guj_Gramsevak@inforajkotgog
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલભાઈ દવે એ કલોલ તાલુકાના સનાવડ ગામની મુલાકાત લઈ ગ્રામવાસીઓ સાથે સંવાદ કર્યો. કલેકટર શ્રી એ ગ્રામ્ય વિકાસના પ્રકલ્પો, સરકારી યોજના તેમજ ગામના મુદ્દા અંગે ચર્ચા કરી હતી.
લોક સંવાદ માટે આ મુલાકાત એક મોટું અને મહત્ત્વનું માધ્યમ બની રહી. ગામની શાળાથી લઈને આંગણવાડી જેવા લોક ઉપયોગી કેન્દ્રની કામગીરીની પણ સમીક્ષા કરી.
#Gandhinagar #GNR
@AmitShah@AmitShahOffice@revenuegujarat@CMOGuj@InfoGujarat@JayantiRavi@sanghaviharsh
ફી વિના મોટી સંખ્યામાં એકના એક વાંધા એકથી વધુ વિદ્યાર્થીઓ રજૂ કરતા તથા કેટલાક લોકો વાંધો ખરેખર ટકવા પાત્ર ન હોય તો પણ સાચા ખોટા પુરાવા સાથે વાંધા રજુ કરતા. જેથી આન્સર કી ફાઇનલ કરવામાં મોટા પ્રમાણમાં દસ્તાવેજ તપાસી નિર્ણય કરવામાં સમય જતો હોવાથી ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાકનો સંગ્રહ કરવા માટે ખેતર પર ગોડાઉન માટે સહાય .....
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના લાભાન્વિત ખેડૂતોને ખેતર પર ગોડાઉન બનાવવા સહાય અર્થે સ્થળ ચકાસણી કરવામાં આવી...
#અગ્રેસર_ગુજરાત
*કલેકટર શ્રી ગાંધીનગરે અંબોડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની સ્થળ મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ*
............
ગાંધીનગર ,11-જાન્યુઆરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તેમજ ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા.૧૫-જાન્યુઆરીના રોજ અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાને મળવા જઈ રહી છે, ત્યારે અંબોડ ખાતે બેરેજના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, મિની પાવાગઢ તરીકે વિકસેલા અંબોડ ખાતે આવેલાં મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરની 600 મી. ઉપરવાસમાં આ બેરેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહુર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી આવી રહ્યા છે, અને તેઓ અંબોડ ખાતે સભા સંબોધન પણ કરશે.ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તંત્ર ખડે પગે સજ્જ છે. જેના ભાગરૂપે તા.૧૧-જાન્યુઆરીના રોજ ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કોઈપણ રીતે કાર્યક્રમમાં કોઈ જ ક્ષતિ ન રહે તે અંગે સૂચન કરી, અધિકારીઓને તેમણે પ્રોટોકોલ થી માંડી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક નાગરિકની સુરક્ષા તથા સલામતીના દરેક પાસાનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તે અંગે પણ અનુરોધ કર્યો હતો.
@AmitShah@AmitShahOffice@revenuegujarat@CMOGuj@InfoGujarat@JayantiRavi@sanghaviharsh
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આજ તારીખ 21/12/2024 ના રોજ ટ્રેકટર વેરિફિકેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં 131 ખેડૂતો ટ્રેકટર સાથે હાજર રહેલ. તમામ ખરીદી કરેલ ટ્રેક્ટરનું વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામસેવકો દ્વારા ચકાસણી કરવામાં આવેલ.@DDORAJKOT1@DaoRajkot