આ #TCS કંપની ખુદના અધિકારીઓ લેવા માટે સક્ષમ નથી. ગયા વર્ષે જૂનમાં એમની કંપનીમાં જ રિક્રુટમેન્ટ માટે 100 કરોડથી વધારેના સ્કેમના ન્યૂઝ આવ્યા જેના પગલે કંપનીએ 19 અધિકારીઓ અને 6 વિક્રેતાઓને કંપનીમાંથી છુટ્ટા કર્યાં તો આ કંપની જે પોતે પારદર્શિતાથી કામ નથી કરી શકતી એ આવા ભાવી સરકારી અધિકારી માટેની પરીક્ષાઓ કઈ રીતે પારદર્શિતાથી લઈ શકશે
ગત વર્ષે #મહારાષ્ટ્રમાં TCS કંપની દ્વારા લેવામાં આવેલ તલાટી પરીક્ષામાં પણ આપણાં વનરક્ષક જેવું જ કન્સર્ન ઉભું થયેલ.
જેમાં 200 માર્ક્સના પેપરમાં 214 સુધી માર્ક્સ થયા, એના ઉપરાંત પેપર લિક સુધી પણ વાતો ચર્ચાઈ અને વિદ્યાર્થીઓએ દરેક પાસ થયેલ ઉમેદવારોના કાચા માર્ક્સ, પરીક્ષા કેન્દ્ર, જન્મ તારીખ અને નોર્મલાઈઝેશન પછીના માર્ક્સ તેમજ #CCTV ફૂટેજ માંગ્યા
તેઓને પણ આ અંગે કોઈ ગેરરીતિની ગંધ આવી હોય તો જ આ ન્યૂઝમાં આવ્યું હશે
📌મહારાષ્ટ્રમાં સત્ય સામે આવ્યુ નહીં હોય અને વિદ્યાર્થીઓએ હાર સ્વિકારી લીધી હશે પરંતુ #ગુજરાતમાં અમે આ નહીં થવા દઈએ
📌મહારાષ્ટ્રમાં #CECC કમિટીએ આક્ષેપ કર્યો કે TCS કર્મચારીએ એના સંબંધીને લગાવવા માટે પરીક્ષામાં ટોપ કરવામાં મદદ કરી
અને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)એ પણ ભવિષ્યની સરકારી ભરતી પ્રક્રિયામાં TCSને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી.
જો MPSC (જેમ આપણે અહીં GPSC છે) એ જ ના પાડી દેતી હોય તો પછી પૂરી થઈ ગઈ ને વાત
તો અહીં સવાલ એ છે કે બાજુના રાજ્યમાં જ આવો કિસ્સો બન્યો છતાંય આપણે એના બાદ પરીક્ષા લેવાઈ અને લેવાઈ તો ય હજી આ અંગે સાંભળવામાં નથી આવી રહ્યું.
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
આ વન રક્ષક બનવા માંગતા હકદાર અને મહેનતુ ઉમેદવાર છે...રાત્રે ત્રણ વાગે ગુજરાતના પાટનગર માં ખુલા આકાશ નીચે સૂતા છે...
ખોટી પ્રણાલી એ આમનો હકનો રોટલો છીનવી લીધો છે.
#forest#forestprotest#Yuvrajsinhjadeja#gujrat#gujarat