📢 વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી...
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે.
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો.
#Remove_Fix_Pay_In_Gujarat 🔥
🛑 બકરું કાઢતાં ઊંટ પેઠું:
"#કૌભાંડનું_ડિજિટલાઈઝેશન" ?
#NEET#CBT 👉🏻કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ નહીં કૌભાંડ બેઝ ટેસ્ટ)
🪫અત્યારે આખો દેશ NEET પરીક્ષાના કૌભાંડોથી સળગી રહ્યો છે, લાખો મહેનતુ વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યાય આપવાના બદલે એવો "#માસ્ટરસ્ટ્રોક" માર્યો છે કે હસવું કે રડવું એ ખબર નથી પડતી! ૨૧ જૂને ફરી પરીક્ષા લેવાની વાતો અને આવતા વર્ષથી પરીક્ષા 'ઑનલાઇન' (CBT) લેવાની જાહેરાત એટલે -"ચોરના ભયથી નાઠા તે વાઘના મોઢામાં ગયા!" અથવા તો "ઊલમાંથી ચૂલમાં પડવા જેવું છે."😠
🛑🖥️ઑફલાઇન માંથી ઓનલાઇનમાં જવું એટલે બીજું કંઈ નહીં, પણ "ચોરના ભાઈ ઘંટી ચોરને કામ આપવા" જેવો ઘાટ !🧐
📌વર્તમાન ઑફલાઇન NEET પરીક્ષામાં સિસ્ટમ ફેલ થઈ છે કારણ કે તેમાં ભ્રષ્ટ અધિકારીઓ, પેપર લીક કરનારા #માફિયાઓ અને સેટિંગબાજો સામેલ હતા. ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાના બદલે, આખી પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખવી એ માત્ર ને માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનું અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનું એક #સુઆયોજિત_કાવતરું છે.
🖥️ગઠિયાઓએ ચોરીનો નવો M.O. (Modus Operandi) શોધી લીધો છે અને સરકાર તેમને નવો #હાઇટેક રસ્તો આપી રહી છે. #ગુજરાત_મોડલ માં આપણે જોયું જ છે કે CBRT એટલે કંઈ નહીં પણ "કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ" ! જ્યાં પેપર ફૂટવાની ચિંતા જ નથી, કારણ કે ત્યાં સીધું સર્વર જ હેક થઈ જાય છે અથવા પોતાના વ્હાલા-દવલાઓના ૪૮ માર્ક્સના મેન્યુઅલી ૮૪ માર્ક્સ કરી દેવાય છે!
💻 ડિજિટલ ઇન્ડિયાના નામે '#રિમોટ_એક્સેસ'નું સેટિંગ 👇🏻
📌#હાઇટેક_ચોરી : ઓનલાઇન પરીક્ષા એટલે સેટિંગબાજો માટે જલસા! પરીક્ષા કેન્દ્ર પર બેઠેલા ડમી માણસો લેબમાં વાયરસ નાખીને કે સોફ્ટવેર દ્વારા #Remote_Access મેળવીને બહાર એરકન્ડિશન્ડ રૂમમાં બેઠા બેઠા આખું પેપર સોલ્વ કરી આપશે.
📌🛑કોર્પોરેટ કંપનીઓને જલસા: NTA ની પોતાની નાકામી છુપાવવા #ખાનગી_સંસ્થાઓ ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી ફાયદો કરાવવાની આ સીધી ગણતરી છે.
📌 પેપર સેટર ગૂગલ ટ્રાન્સલેશનના ઉપયોગ કરે છે.
🚜 ગામડામાં નેટવર્ક નથી ને વાતો ડીજીટલની?
સાહેબ, ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે આજેય ગામડાઓમાં મોબાઈલના નેટવર્કના ઠેકાણા નથી, ત્યાં તમે ઓનલાઇન પરીક્ષા લેવા નીકળ્યા છો ?
📉 અને જો વધારે પડતી શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી તો '#નોર્મલાઈઝેશન' ઊભું ન ઊભું....
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ૨૦ થી ૨૫ લાખ ઉમેદવારો બેસે છે. આટલી મોટી સંખ્યા માટે એક જ દિવસે ઓનલાઇન પરીક્ષા લેવી અશક્ય છે. પરિણામે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં લેવી પડશે.
👉🏻'#નોર્મલાઈઝેશન' એટલે ટ્રાન્સપરન્સીનું સરેઆમ મર્ડર! જ્યારે લાખો વિદ્યાર્થીઓ CBT આપશે, ત્યારે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. અને પછી એન્ટ્રી થશે સૌથી મોટા વિલન 'નોર્મલાઈઝેશન' ની!
📌આ એક એવી માયાવી પ્રક્રિયા છે જેમાં મહેનતુ ઉમેદવારના અસલ (Raw) માર્કસ કેટલા છે એ તો રામ જાણે!
📌#ફોર્મ્યુલાના નામે સેટિંગ કરીને કોઈના ૫૦ ના ૮૦ થઈ જશે, તો કોઈ કમનસીબ હોંશિયાર વિદ્યાર્થીના ૫૦ ના ૪૦ થઈ જશે!
🙏🏻 ખાનગી એજન્સીઓ '#ગોપનીયતા' (Confidentiality) ના નામે ડેટા છુપાવશે. જ્યાં કોઈ ટ્રાન્સપરન્સી જ નથી, ત્યાં વિદ્યાર્થીઓ વિશ્વાસ ક્યાંથી રાખે ?
😠"CBT એક લીગલ શોર્ટકટ કૌભાંડ (Scam) છે!"
🚗જો ગાડીનું ટાયર પંચર થાય તો પંચર સાંધવાનું હોય કે ટાયર બદલવાનું હોય, આખી ગાડી જ બદલી નાખવાની મૂર્ખામી ન કરાય!તમારી નકામી છુપાવવા માસૂમ અને નિર્દોષ ઉમેદવારોનો ભોગ ન લેવાય.
📌વર્તમાન NEET પરીક્ષામાં પેપર લીક કરનારા, કરોડો રૂપિયાના સેટિંગ કરનારા કૌભાંડીઓ અને જેલના સળિયા પાછળ હોવા જોઈએ તેવા માફિયાઓને છાવરવા માટે આ આખી પદ્ધતિ બદલવાનું નાટક થઈ રહ્યું છે. ઓનલાઇન પરીક્ષાનો રાગ આલાપવો એ માત્રને માત્ર કરોડો વિદ્યાર્થીઓ આક્રોશ અને મૂળ કૌભાંડ પરથી "ધ્યાન ભટકાવવાનું એક સુઆયોજિત કાવતરું" છે!
🛑 પદ્ધતિ બદલવાથી તમારી #દાનત અને ભ્રષ્ટાચાર નહીં બદલાય. વિદ્યાર્થીઓને હાઇટેક છેતરપિંડી નહીં, પણ ૧૦૦% પારદર્શક ન્યાય જોઈએ છે! 🗣️અમારો સ્પષ્ટ મત છે: જ્યાં સુધી તમારી દાનત, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતા શૂન્ય છે, ત્યાં સુધી કૌભાંડો થતા જ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ '#હાઇટેક_પ્રયોગો' નથી જોઈતા, તેમને ૧૦૦% લીક-પ્રૂફ અને પારદર્શક ન્યાય જોઈએ છે!
#JusticeForNEETStudents #SayNoToCBT #TransparencyFirst #NEET_Scam #StopScam
https://t.co/XKAZdtmGA6
@narendramodi@PMOIndia@dpradhanbjp@Bhupendrapbjp@GSTV_NEWS@hdraval93@devanshijoshi71@Janak_Sutariyaa@NiravJoshi0@DixitGujarat@Chaitar_Vasava@jitu_vaghani@sandeshnews@News18Guj
📌ફિક્સ પે હટાવો શોષણ દૂર કરો✂️
💥સમાન કામ સમાન વેતન 💥
મોટા આંદોલન ની ચેતવણી રૂપે આવતી કાલે 05-02-26 ના રોજ તમામ કર્મચારી જે હાલ ફિક્સ પે ના શોષણ થી પીડાય છે તે લોકો એ અવશ્ય કાળો શર્ટ અથવા તો કાળું ટીશર્ટ પહેરી વિરોધ કરવો...દૂર કરો ભાઈ દૂર કરો... ફિક્સ પે દૂર કરો..@hdraval93
@prafulpbjp@CMOGuj@BJP4Gujarat સાહેબ 9 થી 12 ની તો ભરતી તમે પૂરી કરીને. હજુ એ પરથી લટકી જ રહી છે. વેઇટિંગ બાકી છે હજુ યોગ્ય નિરાકરણ આવતું નથી. અમારી રજૂઆતો ધ્યાને લઈ યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી.
@drpradyumanvaja 🙏🏻
માનનીય શિક્ષણ મંત્રીશ્રી,
હાલ ચાલી રહેલ TAT-S અને TAT-HS ની ફાળવણી બાદ પણ કુલ ૩૭૮૩થી વધુ જગ્યાઓ ખાલી છે
વિનંતી છે કે
બીજો રાઉન્ડ કાઢી તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે
જેથી ઉમેદવાર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
આશા રાખીએ છીએ આપ પાસે થી
@Bhupendrapbjp
@kuberdindor અમારા જેવા ઉમેદવારોને બેરોજગાર રાખવાનું પરિણામ છે. પરીક્ષા લીધાબાદ વિધા સહાયક ની ભરતી કરીને હોત તો અમે નિમણૂક પત્ર મળતા પરંતુ તમારી સાથે તમારા શિક્ષણ વિભાગ ની વહીવટી વિષગતા ને કારણે અમારી વય વટી ગઈ.
સારા કાર્યો કર્યા હોત ને તો તમારે રાજીનામું મૂકવું ના પડત.
ઉમેદવારોની હાય છે.
@kuberdindor Gyan સહાયકની ભરતી કરીને અમારી વય વટાવી દીધી.
Tet-2 ની પરીક્ષા લીધા બાદ બે વર્ષ પછી ભરતી ની જાહેરાત કરી. બે વર્ષ માં હજારો ઉમેદવારો ની વય 40ની ઉપ્પર થઈ ગઈ. ઉપ્પર 1 દિવસ વધી ગયો હોય તો પણ વિધા સહાયકની ભરતીમાં ફોર્મ ભરી નથી શક્યા.
ઉમેદવારો ની હાય ના લીધી હોત ને આવું ના કરવું પડત.