માન @Rivaba4BJP જી ટેટ ૧ શિક્ષકોની ભરતી જાહેર કરતા પહેલા વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે યોગ્ય નિર્ણય લઈ વય મર્યાદા વધારીને ભરતી જાહેર કરો એવી @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષા છે. આજથી ૨ દિવસ શિક્ષક બનવા લાયક છે અને મેરિટ ૭૧ છે.
😔
📮પોસ્ટ વિભાની GDS ભરતી: ૧૦૦% માર્ક્સનો 'ચમત્કાર' કે બેરોજગારીનો હાહાકાર ?🤔
📫ઇન્ડિયા પોસ્ટની GDS (Gramin Dak Sevaks, ટપાલી) ભરતીની મેરિટ લિસ્ટે સાબિત કરી દીધું છે કે આપણા દેશમાં કાં તો '#બુદ્ધિજીવીઓ'નો રાફડો ફાટ્યો છે અથવા તો 'સિસ્ટમ'ની આંખમાં ધૂળ નાખનારા #કૌભાંડીઓનો ! આ પરિસ્થિતિ પર બે પાસાઓથી વિચારવાની જરૂર છે:
૧. ૧૦૦% માર્ક્સ અને બેરોજગારીનો વિરોધાભાસ
જો આ ૨૯૦૦ થી વધુ ઉમેદવારો ખરેખર ૧૦૦% લાવ્યા છે, તો આ દ્રશ્ય કોઈ ગંભીર ફિલ્મ જેવું છે.
🤔શિક્ષણની 'સફળતા' કે 'નિષ્ફળતા'? જે વિદ્યાર્થી પાસે ૧૦૦% માર્ક્સ હોય તે વિજ્ઞાનના નવા સંશોધનોમાં હોવો જોઈએ કે પછી ગામડ���ના ખૂણે #ટપાલ વહેંચવા માટે લાઈનમાં ? કોઈ નોકરી નાની નથી પરંતુ જો ૧૦૦% વાળા પણ GDS ની સામાન્ય નોકરી માટે તડપતા હોય, તો સમજવું કે આપણું શિક્ષણ વિભાગ કાં તો માર્ક્સની લ્હાણી કરવામાં સફળ થયું છે અથવા રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે!
📌બેરોજગારીની ચરમસીમા: શું ગુજરાત અને ભારતમાં બેરોજગારી એટલી હદે વકરી છે કે હવે '#આઈન્સ્ટાઈન' જેવા તેજસ્વી મગજ પણ #પોસ્ટમેન ની સાઈકલ ચલાવવા તૈયાર છે ? કાં તો આ લોકો પાસે ડિગ્રી છે પણ જ્ઞાન નથી, અથવા જ્ઞાન છે પણ તક નથી.
૨. તંત્રની લાચારી અને વહીવટી 'ગૂંચવણ'
ઓનલાઇન ફોર્મ ભરવાની સિસ્ટમ છે કે મજાક ?
💢વેરિફિકેશન વગરનું મેરિટ: કોઈપણ વ્યક્તિ ગમે એટલા ટકા ફોર્મમાં ભરી દે અને સિસ્ટમ એને સ્વીકારી લે, ��નાથી વહીવટી કામ ઓછું થવાને બદલે વધે છે. ખોટા ટકા ભરીને મેરિટ લિસ્ટમાં ટોપ પર આવી જનારા લોકોના કારણે ખરેખર મહેનત કરનાર ૮૫-૯૦% વાળા ઉમેદવારોની તક છીણાઈ જાય છે.
🤔શું એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે કે ફોર્મ ભરતી વખતે જ બોર્ડના ડેટા સાથે લિંક કરી શકાય ? જો કોઈ ખોટા ટકા ભરે તો ત્યાં જ ��ેનું ફોર્મ રિજેક્ટ થઈ જાય. અત્યારે તો એવું લાગે છે કે ટપાલ વિભાગ 'પહેલા લિસ્ટ બહાર પાડો અને પછી તપાસો'ની ઊંઘતી નીતિ પર ચાલે છે.ખરેખર કઈક બદલાવ લાવવાની જરૂર છે.
🎯૧૦૦ માંથી ૧૦૦ ટકા લાવીને પોસ્ટમેનની નોકરી માંગવી એ '#સોનાની_છરીથી_શાક_સુધારવા' જેવું છે. કાં તો આ નકલી માર્કશીટનું કૌભાંડ છે અને કાં તો આ દેશના શિક્ષણના ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ છે.
જ્યાં સુધી આ લિસ્ટમાં '૧૦૦% ના પરપોટા' ફૂટશે નહીં, ત્યાં સુધી સાચા અને મહેનતુ ઉમેદવારને ન્યાય મળવો અશક્ય છે.
👇🏻👇🏻👇🏻
💢વધારાની પણ કામની વિગત📮
📫ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી #GDS (Gramin Dak Sevaks) ની ૨૦૨૬ની પ્રથમ મેરિટ લિસ્ટે આખા દેશમાં ચર્ચા જગાવી છે.
📫ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી: ૧૦૦% માર્ક્સનો 'ચમત્કાર' કે મેરિટ સાથે મોટી રમત ? તે પ્રશ્ન દરેક નાગરિક કરી રહ્યા છે.
📬ભારતીય ટપાલ વિભાગમાં GDS ની ભરતી પ્રક્રિયા સં��ૂર્ણપણે ધોરણ ૧૦ની મેરિટ (માર્ક્સ) પર આધારિત હોય છે. પરંતુ ૨૦૨૬ની પ્રથમ મેરિટ લિસ્ટ જોતા અનેક શંકાઓ અને ગંભીર સવાલો ઉભા થયા છે.
📊 ચોંકાવનારા આંકડા:
📌કુલ પસંદ થયેલા ઉમેદવારો: ૩૧૬૮
📌૧૦૦% માર્ક્સ ધરાવતા ઉમેદવારો: ૨૯૦૦ થી વધુ!
🤔 વિચારવા જેવા સવાલો:
૧. શું બધા જ ટોપર્સ પોસ્ટમેન બનવા માંગે છે? શું ખરેખર દેશના હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ, જેમણે ધોરણ ૧૦માં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે, તેઓ આગળ અભ્યા��� કરવાને બદલે GDS જેવી પાયાની નોકરી માટે લાઈનમાં ઉભા છે ?
૨. ફેક માર્કશીટનું કૌભાંડ ? ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે ઘણા રાજ્યોના એવા બોર્ડના નામે માર્કશીટ રજૂ કરવામાં આવે છે જ્યાં માર્ક્સ લુટાવવામાં આવ્યા હોય અથવા તો માર્કશીટ જ નકલી હોય. વેરિફિકેશન સમયે ખબર પડે છે કે કાં તો એ બોર્ડ જ અસ્તિત્વમાં નથી અથવા માર્કશીટ જ નકલી છે! પણ આજદિન સુધી એમાં કોઈ ફોજદારી કાર્યવાહી નથી થઈ એટલે ડર નથી.
૩. જે વિદ્યાર્થીઓએ ૯૦% કે ૯૫% જેવી મહેનત કરીને સાચા માર્ક્સ મેળવ્યા છે, તેમનો નંબર �� ૧૦૦% ના 'પૂર' માં ક્યાંય દેખાતો નથી. આ સિસ્ટમ ખરેખર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી હોય તેવું લાગે છે.
૪. શિક્ષણ વિભાગને સવાલ: શું આપણે રોબોટ પેદા કરી રહ્યા છીએ કે જેની પાસે ડિગ્રી તો છે પણ યોગ્ય દિશા નથી ?🛠️ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. ડિપાર્ટમેન્ટે હવે જાગવાની જરૂર છે. હવે ફોર્મ ભરવાની નવી રીત અપનાવી પડશે અથવા કાયદાકીય દાખલો બેસાડો.ખોટા ટકા ભરીને વહીવટી કામમાં વધારો કરનારા તત્વો સામે 'બ્લેકલિસ્ટ' કે 'પોલીસ કેસ' જેવી જોગવાઈ લાવી પડશે.
તંત્રએ આ બાબતે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. જો આ ડેટા સાચો છે, તો તે શિક્ષણ ક્ષેત્રે માર્ક્સના ફૂગ્ગા (Grade Inflation) તરફ ઈશારો કરે છે, અને જો ખોટો છે, તો આ એક મોટું ભરતી કૌભાંડ હોઈ શકે છે.જેની ઉપર કડક અને સખત કાર્યવાહી કરવી જોઈએ.
#IndiaPost #GDS2026 #EducationSystem #RecruitmentScam #IndiaPostGDS
@PMOIndia
@JM_Scindia
@cpmggujarat
@pmgnorthgujarat
@IndiaPostOffice
@Bhupendrapbjp
"ગુજરાતમાં fix-pay એ ગુલામી જેવું છે, પણ અન્ય રાજ્યો��ાં આવી પ્રથા ભાગ્યે જ છે!
રાજસ્થાન, ત્રિપુરા, UPમાં કોર્ટે fixed pay નકારીને full scale pay આપ્યું.
ગુજરાત સરકાર ક્યારે equal pay અમલ કરશે?
@GujaratCMO #સમાન_કામ_સમાન_વેતન"
આ ભાઈને 70.90 મેરીટ છે અને 01/04/2026 ના રોજ આમને 38 પૂરા થાય છે, આવા કેટલાય ઉમેદવારો છે જેમનું સપ��ું માત્ર સપનું બની જશે, આમાં વાંક કોનો? હે ભગવાન ન્યાય કરજો🙏
માન @sanghaviharsh જી આજથી 27 દિવસો શ���ક્ષક બનવા માટે લાયક રહ્યા છે. મારું 70.90 મેરિટ છે. ટેટ 1 માં 94 ગુણ પ્રાપ્ત કર્યા છે. ઝડપથી અને આ સમયગાળામાં #વિધ્યાસહાયક_ભરતી જાહેર નહીં થાય તો શિક્ષક બનવાનું સ્વપ્ન અધૂરું રહી જશે. પ્લીઝ @Bhupendrapbjp દાદાની સરકાર પાસે આશા છે.