કૃષિક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેકનોલોજી ના ઉપયોગ માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા નવી યોજના ની મંજૂરી આપવામાં આવેલ છે જે અંતર્ગત તારીખ 28/7/22 થી 26/8/22 સુધી આઇ ખેડુત પોર્ટલમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય તેવા ખેડૂતોને અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.@sabarkanthadp
૨/૨ ઈ ગ્રામ કેન્દ્રો પરથી VCE દ્વારા નોંધણી કરવામાં આવશે જેનો કોઈ ચાર્જ ચુકવવાનો રહેશે નહિ. ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી તા.૨૧/૦૭/૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે. @CollectorSK@sabarkanthadp
૧/૨ જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે તા.૧૧-૦૭-૨૦૨૨ થી ૨૦-૦૭-૨૦૨૨ સુધી https://t.co/cIixpaShIO પોર્ટલ પર નોંધણી કરવા અનુરોધ કરવામાં આવે છે. @CollectorSK@sabarkanthadp
આજરોજ સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર ખાતે માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ તથા જિલ્લા સદસ્યશ્રીઓની હાજરીમાં ' મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના' અંતર્ગત ikhedut પોર્ટલમાં ખ���ડૂત લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવ્યો @sabarkanthadp @JdaMehsana @DirectorateofA1
માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ. શાહ દ્વારા વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલની મુલાકાત લીધી. જે દરમ્યાન તેઓએ કેન્દ્ર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને નેશનલ ફૂડ સિક્યુરીટી મિશન જેવી ખેડૂતો માટેની મહત્વપૂર્ણ યોજનાની જીલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી.
પૃથ્વીપુરા સેવા સહકારી મંડળી તા. ઇડર દ્વારા સૂર્યમુખી પાકના બિયારણમાં ભેળસેળ અંગે થયેલ અરજી અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકશ્રી, મદદનીશ ખેતી નિયામક ની સંયુક્ત ટીમ દ્વારા આજરોજ પાક પરિસ્થિતિની સ્થળ ચકાસણી કરવામાં આવી. @sabarkanthadp@CollectorSK@JdaMehsana
તા.૯-૫-૨૦૨૨ થી ૧૫-૫-૨૦૨૨ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દરેક ગામ દીઠ સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ૧૦ જમીનના નમુના લેવાના અભિયાન હેઠળ જિલ્લાના ગ્રામસેવકો દ્વારા થઈ રહેલ કામગીરી...@JdaMehsana@sabarkanthadp@DirectorateofA1
પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદેશ્ય રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ટાળીને, પ્રાકૃતિક પરિબળોનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્યપ્રદ પાક પેદા કરીને ખેડૂતોની ઉપજમાં વધારો કરવાનો છે.
પ્રાંતિજ તાલુકાના પલ્લચર ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી.
જમીનનું જૈવિક, રાસાયણિક, ભૌતિક બંધારણ તથા જમીનનું pH સ્તર સુધારી જમીનને વધુ ફળદ્રુપ અને જીવંત બનાવનાર જૈવિક ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતરનો ઉપયોગ અને આડઅસરો ઘટે છે અને પાકનું ઉત્પાદન પણ વધે છે.
વિવિધ જિ���્લાના ખેત સેવાકેન્દ્ર પર વધુ માહિતી સરળતાથી પ્રાપ્ય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમાં 'મુખ્યમંત્રી પાક સંગ��રહ સ્ટ્રકચર' યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલ ગોડાઉનની સ્થળ ચકાસણી પ્રાંતિજ ખેતીવાડી ટીમ દ્વારા કરવામાં આવી.. @JdaMehsana @DirectorateofA1
આજરોજ સાબરકાંઠા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખેતીવાડી શાખાના બે વાહનો(GJ 9G 364 & GJ 9G 365)ની જાહેર હરરાજી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં ઈચ્છુક ઈસમોએ ભાગ લીધો.@JdaMehsana@DirectorateofA1
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં NMSA RAD યોજના અંતર્ગત ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા સ્ટોરેજ યુનિટનું સ્થળ ચકાસણી કરવામાં આવી .ગામ- કાઠિયા તા-પોશીના @JdaMehsana