દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે દરેક રાજ્યોમાંથી લાખો ની સંખ્યામાં આવેલા સરકારી કર્મચારીઓની ભીડ દર્શાવે છે કે નવી પેન્શન યોજના અને ફિક્સ પગાર નીતિ કેટલી નુકશાનકારક અને શોષીત છે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વીનંતી કે લાખો કર્મચારીઓના હિતમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે.
રાજસ્થાન જેવા રાજ્યમાં જો આવા નિર્ણય થઈ શકતા હોય તો આપણું રાજ્ય તો મોડેલ રાજ્ય છે. તો પણ ફિક્સ પે જેવો નાનો એવો નિર્ણય લેવામાં પણ સરકાર તહેવારોની રાહ જોઈને સમય પસાર કરે છે. આ જોતાં તો ગુજરાતમાં ફિક્સ પે રદ કરવાનો નિર્ણય ઝડપથી થાય તેવી આશા. @Bhupendrapbjp@KanuDesai180@CMOGuj
જો જો હો કોઈ રહી ના જાય🏃
👉🏻આ વખતે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈને જરૂર થી ફિક્સ પગાર દૂર થશે એવી પ્રાર્થના સાથે સર્વ સહ કર્મચારીઓને પધારવા ભાવ ભર્યું નિમંત્રણ💐
👉🏻તા.૬/૯/૨૩,બુધવાર
👉🏻 સ્થળ : સેકટર-૮,સરકારી આવાસ,ગાંધીનગર
👉🏻સમય : સવારે ૯:૪૫થી ૧૦:૩૦
#Remove_Fix_Pay_Gujarat
ગુજરાતના લાખો ફિક્સ પગારદાર કર્મચારીઓ ની વેદના અને આ મુદ્દાને ન્યાય અપાવવા અમારી રજૂઆત આપ સરકાર શ્રી સુધી પહોંચાડો તેના માટે આપને એક મેસેજ પહોચાડવા પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આપ જરૂરથી લાખો કર્મચારીઓની વેદના સમજી આ મુદ્દે સરકાર શ્રી નું ધ્યાન દોરશો.
@shaktisinhgohil
માનનીય મંત્રી સાહેબ ઘણા સમય થી ફિક્સ પગાર દૂર કરવા ગુજરાતના લાખો કર્મચારીઓ રજૂઆતો કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ પાછો લેવા આપને વિનંતી કરી રહ્યા છે અને આપ કહો છો અમારી સમક્ષ રજૂઆત આવે ત્યારે નિર્ણય કરીશું તો આપ સમય આપો રૂબરૂ મુલાકાત કરશે અમારી ટીમ @KanuDesai180
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ભારતના અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં કોઈપણ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ નથી.... અને નીતિ છે તો પણ તે ટૂંકા ગાળા માટેની છે...
જ્યારે આપણા વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની નીતી ગુજરાતના યુવાનોનુ ભયંકર આર્થિક શોષણ કરી રહી છે.