આ પત્ર જોઈને મને #GPSC માટે કહેવાનું મન થાય....
“ધૂળ મોઢા ઉપર હતી અને તમે અરીસો સાફ કરતા રહ્યાં...” 🎭
👆🏻વર્તમાન GPSC ઉપર પંક્તિ બિલકુલ ફિટ બેસે છે. આયોગ પોતાની વહીવટી ખામીઓ સુધારવાને બદલે ઉમેદવારોના ભવિષ્ય સાથે અખતરા કરીને એવું સાબિત કરી રહ્યું છે કે ખામી સિસ્ટમમાં છે, પણ ભોગ ઉમેદવારે જ બનવું પડશે!
🏛️આયોગે 'ભરતી પ્રક્રિયાના સરળીકરણ' અને 'ઉમેદવારોના હિત' ના નામે સંયુક્ત રૂબરૂ મુલાકાત (Common Interview) નો તઘલખી નિર્ણય લીધો છે. પણ જરા અંદર ઉતરીને જુઓ તો ખબર પડે કે આ ઉમેદવારોનું હિત નથી, આયોગની પોતાની વહીવટી નબળાઈઓ છુપાવવા માટે ઉમેદવારોના ખંભે બંદૂક ફોડવાનો કારસો છે! વાસ્તવમાં ઉમેદવારોનું કલ્યાણ નહીં પણ આયોગના વહીવટી પાંગળાપણાને ઢાંકવાનો પેંતરો છે! સત્ય તો એ છે કે, આયોગ પોતાની વહીવટી નાકામીઓનો કચરો ઉમેદવારોના ભવિષ્ય નીચે સોગંદનામું કરીને દબાવવા માંગે છે અને બલિદાનના આ ખેલમાં બંદૂક બિચારા ઉમેદવારોના ખંભે જ ગોઠવવામાં આવી છે!"
🏛️🛑બંધારણીય સંસ્થા GPSC નું #માળખું કહે છે: ૧ અધ્યક્ષ (Chairman) + ૭ સભ્યો (Members) હોવા જોઈએ.પરંતુ આજના સમયની કડવી હકીકત એ છે કે હાલમાં માત્ર ૧ અધ્યક્ષ અને માત્ર ૧ જ સભ્ય કાર્યરત છે! બાકીની ૬ ખુરશીઓ ધૂળ ખાય છે.
😠🗣️GPSC સરકારને તો કશું કહી નથી શકતી, એટલી હિમ્મત તો છે નહીં કે ખોંખારો ખાઈને મુખ્યમંત્રીને કહે પહેલા સભ્યની નિમણૂંક માટે મંજૂરી આપો અને બોર્ડનું કોરમ પૂરું કરો એટલે તો ઉમેદવારોને ભડકાવવા આવો તુઘલખી ફરમાન કરવો પડે છે. હવે સભ્યોની નિમણૂક સરકાર ન કરે, વહીવટી આળસ આયોગ ભોગવે, પણ એનો ભોગ કોણ બને ? સરકારી નોકરીના સપના જોતો સામાન્ય ઉમેદવાર! શું આને જ તમે '#ગુડ_ગવર્નન્સ' કહો છો ?
🏛️આયોગનો તર્ક એવો છે કે બે વાર ઇન્ટરવ્યુ લેવામાં સમય બગડે છે. આ તો એના જેવું થયું કે, "અમારી ઘરે રસોઈ બનાવવા વાળું કોઈ નથી, એટલે તમે અઠવાડિયામાં એક જ દિવસ આવીને આખા ૭ દિવસનું એકસાથે જમી લો!" અરે સાહેબ, માણસની પાચનશક્તિની પણ મર્યાદા હોય અને ઉમેદવારની માનસિક ક્ષમતાની પણ!
🎯 આ મુદ્દાઓ ઉપર એકવાર ચિંતન થવું જોઈએ.
❓૧. પદની ગરિમા અને પ્રોટોકોલ અલગ, તો મૂલ્યાંકન એક કેમ?
વર્ગ-૧ (Executive Engineer): આ પદ માટે ઉચ્ચ સ્તરની નિર્ણય શક્તિ, વહીવટી કુશળતા અને લીડરશિપ ક્વોલિટી જોઈએ.
વર્ગ-૨ (Deputy Executive Engineer): આ પદ માટે ટેકનિકલ નોલેજ અને સુપરવાઇઝરી ક્ષમતા મુખ્ય હોય છે.
બંને પદોના પે-સ્કેલ અલગ છે, બંનેના કાયદાકીય નિયમો અલગ છે. તો પછી ૧૫ મિનિટના એક જ કોમન ઇન્ટરવ્યુમાં પેનલ કઈ ક્ષમતા માપશે ? આ કઈ સંશોધન પદ્ધતિ છે?
❓૨. 'વન-ડે પરફોર્મન્સ' નો ઘાતક અન્યાય
ઇન્ટરવ્યુના દિવસે કોઈ ઉમેદવારની તબિયત ખરાબ હોય, કિસ્મત સાથ ન આપે, કે કોઈ પણ કારણસર તે એ ૧૫ મિનિટમાં બેસ્ટ ન આપી શકે, તો તે એકસાથે બંને ભરતીમાંથી બહાર! વર્ષોની મહેનત એક જ ઝાટકે સાફ. જો અલગ-અલગ ઇન્ટરવ્યુ હોત, તો ઉમેદવારને પોતાની ભૂલ સુધારીને ક્લાસ-૧ નહીં તો ક્લાસ-૨ માં પોતાની જાત સાબિત કરવાનો બીજો મોકો મળત. આયોગે ઉમેદવારોનો એ #હક જ છીનવી લીધો!
❓૩. પ્રશ્નોની પ્રકૃતિ અને પેનલનો પક્ષપાત
સંયુક્ત ઇન્ટરવ્યુમાં પેનલ કયા લેવલના પ્રશ્નો પૂછશે ? જો પેનલ ક્લાસ-૧ ના સ્તરના અઘરા વહીવટી પ્રશ્નો પૂછે અને ઉમેદવાર તેમાં ગોથા ખાય, તો તેના ક્લાસ-૨ ના ગુણ પણ આપોઆપ કપાઈ જશે! આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે ?
૪. '#OPT_OUT' નો વિકલ્પ: માત્ર કાગળ પરની માયાજાળ
આયોગ કહે છે કે અમે પ્રોવિઝનલ મેરિટ પછી 'OPTOUT' નો ઓપ્શન આપીશું જેથી સીટો ખાલી ના રહે. પણ સાહેબ, જો કોમન ઉમેદવારો બંને જગ્યાએ ઊંચા ગુણ લઈને બેઠા હશે, તો મેરિટનું બેલેન્સ કેવી રીતે કરશો? આનાથી ભરતી પ્રક્રિયા સરળના બદલે વધુ જટિલ, વિવાદિત અને કોર્ટ-કચેરીના આંટાફેરા વાળી બનશે.
💸 સમસ્યાઓ આયોગની, આર્થિક અને માનસિક ભોગ ઉમેદવારનો!
🧐આયોગ અહીં જેટલી પણ સમસ્યાઓ ગણાવી રહ્યું છે (સમયનો બગાડ, નાણાંનો વ્યય), તેનું એકમાત્ર અને સૌથી સરળ સોલ્યુશન એ છે કે GPSC માં ખાલી પડેલી #સભ્યોની_નિમણૂક કરો!
🥺પરંતુ, "સભ્યો વધારવાના બદલે ઉમેદવારોના હક અને તકો ઘટાડીને' પોતાની કાર્યક્ષમતાનો કાગળ પર 'રેકોર્ડ' બનાવવો, એ ક્યાંનો ન્યાય છે ? આ નિર્ણય ઉમેદવાર-કેન્દ્રિત નથી, માત્ર અને માત્ર આયોગની વહીવટી સગવડ ખાતર લેવાયેલો તાર્કિક રીતે અક્ષમ્ય નિર્ણય છે.
"ભરતી પ્રક્રિયા ઝડપી બને તે સ્વીકાર્ય છે, પણ ઉમેદવારોના ભવિષ્ય અને મૂલ્યાંકનની ગુણવત્તાના ભોગે તો ક્યારેય નહીં!"
🖼️"બાકી એ વાત તે સ્પષ્ટ છે કે ધૂળ GPSC ના મોઢા ઉપર છે અને એને સાફ કરવા માટે ભોગ ઉમેદવારોનો લઈ રહ્યા છે.” 💡
🤔👆🏻 તમારો શું અભિપ્રાય છે ? શું આ નિર્ણયથી ખરેખર સમય બચશે કે પછી યોગ્ય ઉમેદવારો અન્યાયનો ભોગ બનશે ?
#GPSC #StudentRights #AdministrativeFailure
@GPSCOfficial
@Bhupendrapbjp
Hardik bhai thank you for this wonderful gift 💝
( હાર્દિકભાઈ વર્ષોથી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સફળતા મેળવવાની સાથે રેન્કર રહ્યા છે આ સાથે ખુબજ નિર્મળ અને પ્રામાણિક વ્યક્તિત્વ છે જેમને મળવામાં અને ચર્ચાઓ કરવામાં અનેરો આનંદ છે)
‼️FIX PAY‼️
દલીલ: "કર્મચારીને નોકરી આપ્યા પહેલા જ જાણ હોય છે કે, પાંચ વર્ષ Fix Pay મળશે અને તે બાબતની બાહેંધરી પર સહી કરી નોકરી સ્વીકારે છે."
આવી જ દલીલ સરકારશ્રીએ 6 December 2016 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
જેનો જવાબ અદાલતે એવો આપ્યો હતો કે, "જો તમે તેમને 5000 રૂપિયા પણ આપો તો તેઓ કામ કરશે. કર્મચારીઓએ બાંહેધરી આપતી વખતે સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે ફક્ત સરકારે જે કરવાનું કહ્યું તે કર્યું."
In my opinion, "બંધારણ એવું નથી કહેતું કે, કોઈકની સંમતિથી તમે તેનું શોષણ કરી શકો છો..."
Source : https://t.co/CIYZM18dcn
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
Just cinema lover 😍
“ધુરંધર”આમ તો જોઇ એના ઘણા દિવસ થયા પણ એના વિશે લખવાનો સમય આજે મળ્યો.
આમ તો હવે કોઈ પણ ફિલ્મ OTT પર આવે એની રાહ જોવું છું અને ઘરે બેઠા જ જોઉં છું,પણ આ મહિનામાં બે વાર થિયેટરમાં જવાનું થયું. એક ગુજરાતી ફિલ્મોમાં માઇલસ્ટોન સાબિત થનાર “લાલો” અને બીજી આ “ધુરંધર “
“ધુરંધર “ વિશે જ સોશિયલ મીડિયામાં નેગેટિવ રિવ્યૂ જોયા અને લેફ્ટ લિબરલોનો જે ધુમાડો જોયો એટલે તરત લાગ્યું કે આ તો જોવા જેવું તો હશે. સામે પક્ષે ફિલ્મ જોઈને નીકળતી સામાન્ય વ્યક્તિનો રિવ્યૂ જોયા પછી તો થિયેટરમાં જવાનું પાકું થયું.
હું આ ફિલ્મને Raw ,core and brave કહીશ. પડોશી દેશમાં શું ચાલે છે,એના માફિયા કેવા છે અને આ બધા જ ભારતના દુશ્મન છે,જેનો ઉપયોગ ISI આપણા દેશમાં આતંક ફેલાવવા માટે કરે છે.
કંદહાર IC 814 હાઇજેક,સંસદ પર હુમલો,મુંબઈ હુમલો તથા આ બધા જ હુમલા પાછળ પાકિસ્તાની હાથ તથા તત્કાલિન સરકારોની જવાબ દેવાની નાહિંમત કે મજબૂરી જે પણ કહો તે શબ્દો ચોર્યા વગર દેખાડવામાં આવી છે.
ફિલ્મની વાત કરીએ તો મ્યુઝિક,સિનેમેટોગ્રાફી, ડાયલોગ્સ, સેટ ડિઝાઇન, સ્ક્રીનપ્લે બધું જ અફલાતૂન લાગે છે. કોઈ વધારાનું સોંગ નથી. બધા જ સોંગ્સ સ્ટોરીને આગળ વધારે છે અને જે BGM છે ગજબ છે!
જૂના ગીતોને જે રીતે Recreates કરવામાં આવ્યા છે અદ્દભુત!!!!
એક્ટરોની વાત કરીએ તો સંજય દત્તમાં એની પોતાની સ્ટાઈલ દેખાઈ આવે છે. બાકીના કલાકારો તો પોતાના પાત્રને ઘોળીને પી ગયા હોય એવું લાગે છે.
અક્ષય ખન્ના My God! શું ગજબ પાત્રને જીવ્યો છે. રહેમાન ડકૈતના પાત્રને અમર કરી દીધું છે.આખી ફિલ્મમાં એ છવાયેલો રહ્યો છે.
માધવન હવે loverboy ની image માથી નીકળી જે ફિલ્મો આપી રહ્યો છે એ પણ ગજબ છે.અજીત ડોભાલના પાત્રમાં ક્યારેય કલ્પના પણ ના આવે અને એ રોલ માધવને નિભાવી જાણ્યો છે ,પહેલા ભાગમાં સ્ક્રીન પ્રેઝન્સ ઓછી છે પણ શરૂઆત જ એનાથી થાય છે, બીજા ભાગમાં પણ એ તો રહેવાનો જ છે.
અર્જુન રામપાલ મેજર ઇકબાલ ના રોલમાં પૂરપૂરો ફિટ બેસે છે. હજી એનો મહત્ત્વનો રોલ તો બીજા ભાગમાં આવશે.
રાકેશ બેદીએ અહા! આ વેટરન એક્ટરને કોમેડી રોલ સિવાય કલ્પવા અઘરુ છે પણ અહીં જે રીતે પાકિસ્તાની નેતાનો રોલ કર્યો છે અસલ મામા શકુનિ જ જોઈલો અદ્ભુત પાત્ર ભજવીને અમર કરી દીધું છે.
સારા અર્જુન અને સૌમ્યા ટંડન બન્ને મજબૂત સ્રી પાત્રો છે અને મજબૂતાઈથી રોલ નિભાવી જાણ્યા છે.
ઉઝૈર બ્લોચના રોલમાં દાનિશ પંડોર અને આલમ ભાઈના રોલમાં ગૌરવ ગેરા, ડોન્ગાના રોલમાં નવીન કૌશિક બરાબરના જામે છે.
રણવીર સિંહને આ પ્રકારના રોલમાં કલ્પવો મુશ્કેલ છે. આ ફિલ્મમાં જેમ સાઇડ હિરો હોય એમ રહ્યો છે.આવતો બીજો ભાગ એનો છે એ વાત તો નક્કી છે,પણ જે calmness and rawness એના પાત્રમાં છે યાર અદ્ભુત છે. એને આંખોથી કામ લીધું છે એક્ટિંગનું…..ગજબ ગજબ ગજબ
છેલ્લે આ ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર. What a brave men, who called spade a spade.ફિલ્મમાં જે કરાચીના લ્યારીનો માહોલ ઊભો કર્યો છે તે ખરેખર એક જબરદસ્ત કામ થયું છે. ફિલ્મમાં દરેક ચેપ્ટરના નામ,વ્યક્તિઓની એન્ટ્રી,એની પાછળનું BGM બધું જ છે અને છતાંય ક્યાંય અતિશયોક્તિ નથી લાગતી [અપવાદ :સંજય દતની એન્ટ્રી]. દરેક ડિપાર્ટમેન્ટ પાસે ડિરેક્ટરે ગજબ કામ કરાવ્યું છે નાની નાની વસ્તુઓમાં ડિટેલમા જઈને કામ થયું છે.
ખરેખર spy movies આવી હોય. જાસૂસી માટે દુશ્મન દેશમાં ગયેલ વ્યક્તિ ત્યાં જઈને હિરો નથી બનતો પણ છુપાઈને જ કામ કરતો હોય છે. ફિલ્મનું ડિટેલિંગ જોઈને મને અનુરાગ કશ્યપની Black Friday યાદ આવી ગઈ. અર્જુન કપૂરે એક ફિલ્મ કરેલી છે “India’s Most wanted “ એ પણ Rawness and Storyને કારણે જોવા જેવી છે.
Brave move is the red screen in film in which director shows original conversation between Mumbai attacker terrorist and their handler in Pakistan. Film also shows that how our breaking news frenzy media gave operational details live to Pakistani handler and how they using it. Pathetic….
Last but not least this film is belong to Akshaye Khanna and Rakesh bedi next will be blast from Ranveer,Madhavan, Arjun and who knows who is the bade Saab?
Eagerly waiting for part 2.
If you haven’t seen yet then go and watched it.
@RanveerOfficial@ActorMadhavan@bolbedibol@duttsanjay #SaraArjun @saumyatandon #AkshayeKhanna @gauravgera@AdityaDharFilms@yamigautam@jiostudios@shashwatology
#dhurandhar
Most departments don’t recruit peon’s anymore , and outsources it to the private agency that supplies those housekeeping staff for ₹15,000 per month. Only on the rare occasions, like Rajasthan state government would have large vacancy of 50000 peons. Gujarat almost stopped.
“જલારામ બાપાનું જીવન એ સેવા, દયા અને નિસ્વાર્થ ભાવનાનો જીવંત પાઠ છે.”
આજ રોજ તેમની જયંતિના અવસરે બાપાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી જલારામબાપાના ચરણોમાં પ્રાર્થના 🙏🏻
#Remove_Fixpay_in_gujarat
સમાન કામ, અસમાન વેતન
બધાં રાજ્ય કરતા ગુજરાત શું પછાત છે.બિહાર જેવા જેની સાક્ષરતા ઓછી જે ત્યાં પણ 1 વર્ષ જ fix છે.
તો ગુજરાત મો કેમ આવું છે ....સરકાર વિચારણા કરે તો સારું બાકી જે દિવસ લોકો વિચાર કરી લીધો તો..
#Remove_Fixpay_in_gujarat